Viral Video : આઈપીએલ પહેલા MS Dhoniએ ફેન્સ માટે જાતે તૈયાર કર્યું સ્ટેડિયમ, ફેન્સની સીટને કર્યુ પેંઈન્ટ

|

Mar 27, 2023 | 5:12 PM

MS Dhoni Video : આઈપીએલની શરુઆત પહેલા જ તમામ 10 ટીમોએ પોતાની પ્રેક્ટિસ શરુ કરી હતી. તેમની પ્રેકિટસ દરમિયાનના અલગ અલગ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : આઈપીએલ પહેલા MS Dhoniએ ફેન્સ માટે જાતે તૈયાર કર્યું સ્ટેડિયમ, ફેન્સની સીટને કર્યુ પેંઈન્ટ
Viral Video

Follow us on

31 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023ની ધમાકેદાર શરુઆત થવા જઈ રહી છે. પ્રથમ મેચ ગુજરાત ટાઈન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો વચ્ચે રમાશે. આઈપીએલની શરુઆત પહેલા જ તમામ 10 ટીમોએ પોતાની પ્રેક્ટિસ શરુ કરી હતી. તેમની પ્રેકિટસ દરમિયાનના અલગ અલગ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના ઈન્સ્ટાગ્રામ પરથી મહેન્દ્રસિંહ ધોનીનો એક મજેદાર વીડિયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઘોની ચેન્નાઈ ટીમની પ્રેક્ટિસ કિટમાં જોવા મળ્યો હતો. તે પોતાના હાથોથી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમને તૈયાર કરતો જોવા મળ્યો હતો. તેણે સ્પ્રે પેઈંન્ટથી સ્ટેડિયમની ખુર્શીઓને પીળો અને ભૂરો રંગ કર્યો હતો. આ કામ કરતા સમયે તેના મોંઢા પર ખુશી જોવા મળી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દ્રશ્યો ખરેખર ખતરનાક છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાળકોની નાની ભૂલ, વાલીઓ માટે આફત બની જતી હોય છે.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

 

Next Article