સચિન તેંડુલકરના ‘Fab 4’ સવાલ પર વિનોદ કાંબલીએ આપ્યો જવાબ ! સ્મિથ, વિલિયમસન, બાબર અને રૂટને સ્થાન આપવામાં આવ્યું નથી

|

Dec 21, 2021 | 9:34 AM

મોટાભાગના ક્રિકેટ નિષ્ણાતોના ફેબ ફોરમાં વિરાટ કોહલી સાથે સ્ટીવ સ્મિથ, કેન વિલિયમસન, જો રૂટ અને બાબર આઝમના નામ સામાન્ય છે. પરંતુ, ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીના લિસ્ટમાં આવું નથી.

સચિન તેંડુલકરના Fab 4 સવાલ પર વિનોદ કાંબલીએ આપ્યો જવાબ ! સ્મિથ, વિલિયમસન, બાબર અને રૂટને સ્થાન આપવામાં આવ્યું નથી
Fab Four chosen by Vinod Kambli

Follow us on

Fab 4 :હાલના દિવસોમાં એવું લાગે છે કે જાણે ક્રિકેટના ફેબ ફોરને પસંદ કરવાનો ટ્રેન્ડ છે, દરેક જણ તેમના ફેબ ફોરને પસંદ કરી રહ્યા છે. મોટાભાગના ફેબ ફોરમાં વિરાટ કોહલી (Virat Kohli)સાથે સ્ટીવ સ્મિથ, કેન વિલિયમસન (Ken Williamson), જો રૂટ અને બાબર આઝમના નામ સામાન્ય છે. પરંતુ, ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી (Former cricketer Vinod Kambli)ના લિસ્ટમાં આવું નથી. કાંબલીની ફેબ ફોર (Fab 4)ની યાદીમાં વિરાટ કોહલી છે પરંતુ બાકીના નામો ગાયબ છે. હવે સવાલ એ છે કે કાંબલીએ ક્રિકેટના ફેબ ફોર તરીકે બીજા કોને પસંદ કર્યા છે?

વિનોદ કાંબલીએ સચિન તેંડુલકર (Sachin Tendulkar)ની ઓફિશિયલ એપ 100MB પર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ક્રિકેટના ફેબ ફોરને લઈને પોતાનો જવાબ આપ્યો છે. 100MB એ ટ્વિટ કરીને પૂછ્યું કે ક્રિકેટમાં તમારા ફેબ ફોર કોણ છે? ઘણા ક્રિકેટ ચાહકો (Cricket fans)એ આ સવાલનો જવાબ આપ્યો. પરંતુ વિનોદ કાંબલી(Former cricketer Vinod Kambli)એ આપેલો જવાબ અલગ જ રહ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિનોદ કાંબલીએ ‘ફેબ ફોર’ પસંદ કરી

 

 

ડાબોડી બેટ્સમેન વિનોદ કાંબલીએ વિરાટ કોહલીને ક્રિકેટના ફેબ ફોરમાં સામેલ કર્યો છે. પરંતુ સ્મિથ, વિલિયમસન, બાબર અને રૂટ જેવા તમામ બેટ્સમેનોને તેનાથી દૂર રાખવામાં આવ્યા છે. વિરાટ ઉપરાંત કાંબલીએ તેના ફેબ ફોરમાં સુનીલ ગાવસ્કર, વિવ રિચર્ડ્સ અને સચિન તેંડુલકરને સ્થાન આપ્યું છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ (Team India) પોતાની તમામ મેચ પ્રેક્ષકો વિના રમવાની છે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં (South Africa) અત્યાર સુધી એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી અને આ વખતે તેની પાસે ઈતિહાસ રચવાની તક છે. માત્ર ટીમ જ નહીં પરંતુ ખેલાડીઓ પાસે પણ ઈતિહાસ રચવાની તક છે.

તેમાંથી કેપ્ટન વિરાટ કોહલી (Captain Virat Kohli), ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara), રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin)અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) જેવા દિગ્ગજ ખેલાડીઓ પાસે દક્ષિણ આફ્રિકામાં નવા રેકોર્ડ (New records) બનાવવાની તક છે.

આ પણ વાંચો : સારા અલી ખાન કરીનાની જેમ પ્રોફેશનલ બનવા માગે છે, કહ્યું તે મારા માટે જીવતું જાગતું ઉદાહરણ છે

Next Article