ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ફ્રિ સ્ટાઇલ રેસલીંગમાં 53 કિગ્રા વર્ગમાં વિશ્વનની નંબર વન વિનેશ ફોગા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. રેસલીંગમાં તેણે ગુરુવારે પોતાનુ અભિયાન સ્વીડનને સોફીયા મેગડાલેના મેટ્ટસન સામે કર્યુ હતુ. ભારતીય રેસલર વિનેશ ફોગાટે સ્વિડનની સોફિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતુ. તેણે એક તરફ રમત રમી ને જીત મેળવી હતી.
ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટે સ્વિડનની મહિલા પહેલવાન સોફિયાને 7-1 થી હરાવી દીધી હતી. વિનેશ ફોગાટે શરુઆત થી જ સ્વિડનની મહિલા રસલર સામે દમ દર્શાવ્યો હતો. ફોગાટે રમત દરમ્યાન સોફિયાને સતત પછડાટ આપીને, મેચમાં તેને પરત ફરવાનો એક પણ મોકો આવવા દિધો નહોતો. જેને લઇ રમતના અંત સુધી વિનેશ ફોગાટ સ્કોર લીડમાં રાખવા માટે સફળ રહી હતી.
રેસલર વિનેશ ફોગાટે સ્વિડીશ પહેલવાનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતુ. જ્યાં તેણે બેલારુસની વાનેસા કાલાડઝ્યીંકશા સામે ટક્કર આપવાની છે. જે મેચ તેના બાદ થોડાક જ સમયમાં શરુ થનાર છે. વિનેશ ફોગાટની હરીફ વાનેસા પોતાનો 1/8 એલિમિનેશન ટક્કર ROC ની એન્ડ્રીયા બ્રીટ્રીસ સામે થઇ હતી. જેમાં વાનેસાએ 10-0 થી પહેલા જ રાઉન્ડમાં જ ટેકનીક શ્રેષ્ઠતાને આધારે હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતુ.
વિનેશ ફોગાટને રિયો ઓલિમ્પિક દરમ્યાન સૌથી મોટી દાવેદાર માનવામાં આવી રહી હતી. જોકે તે દરમ્યાન તેને ઇજા થવાને લઇને અધવચ્ચે થી જ તેણે બહાર થવુ પડ્યુ હતુ. જે અફસોસ તે ટોક્યો ઓલિમ્પિકમાં પુર્ણ કરવા પ્રયાસ કરવા ઇચ્છી રહી હશે.
Published On - 8:03 am, Thu, 5 August 21