Breaking News : વિનેશ ફોગાટે એક મોટી જાહેરાત કરી, સંન્યાસ પર યુ-ટર્ન લીધો ઓલિમ્પિકમાં ફરી ભાગ લેશે

ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે તેના ચાહકોને એક ગુડ ન્યુઝ આપ્યા છે. તેમણે સંન્યાસનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. આનો અર્થ એ છે કે, તે ફરી મેદાનમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે અને હવે તેની નજર 2028 ઓલિમ્પિક રમત પર છે.

Breaking News : વિનેશ ફોગાટે એક મોટી જાહેરાત કરી, સંન્યાસ પર યુ-ટર્ન લીધો ઓલિમ્પિકમાં ફરી ભાગ લેશે
| Updated on: Dec 12, 2025 | 2:03 PM

ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટે મોટો નિર્ણય લીધો છે. તેમણે સંન્યાસમાંથી યુ-ટર્ન લીધો છે. વિનેશ ફોગાટે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી અને રાજકારણમાં એન્ટ્રી કરી હતી પરંતુ ફરી એક વખત વિનેશ ફોગાટ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી ચાહકો સાથે અપડેટ શેર કરી છે. તેની નજર હવે લોન્સ એન્જિલ્સમાં રમાનારી 2028 ઓલિમ્પિક રમત પર છે.

વિનેશ ફોગાટે મેટ પર વાપસીની જાહેરાત કરી

વિનેશ ફોગાટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી લખ્યું લોકો હંમેશા મને પુછતા રહ્યા છે કે,શું પેરિસ મારી છેલ્લી સફર હતી? મારી પાસે લાંબા સમયથી આનો કોઈ જવાબ ન હતો. મારે મેટ અને પ્રેશર મારે સપનાથી દુર જવાની જરુર હતી. પહેલી વખત મે રાહતનો શ્વાસ લીધો છે. મારા કામને સમજવા માટે મે થોડો સમય લીધો. જીવનમાં ઉતાર-ચઢાવ, ત્યાગ, મારું એ રુપ જે દુનિયાએ ક્યારેય જોયું નથી. મને હજુ પણ રમત પસંદ છે. હજુ પણ હું રમવા માંગું છું

 

 

ઓલિમ્પિક મેડલ પર નજર

પેરિસ ઓલિમ્પિક વિનેશ ફોગાટ માટે ખરાબ સાબિત થઈ છે. પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર કુશ્તી દેખાડી વિનેશ ફોગાટે 50 કિલો કેટેગરીની ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતુ પરંતુ ફાઈનલની થોડી કલાકો પહેા ઓવરવેટનો આરોપ તેના પર લાગ્યો હતો અને તેને ડિસ્કવોલિફાય કરવામાં આવી હતી.જેના કારણે તે મેડલથી ચૂકી ગઈ હતી. આ પહેલા તે રિયો ઓલિમ્પિક અને ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભાગ લઈ ચૂકી હતી. પરંતુ તે મેડલ જીતી શકી નહી. હવે વિનેશ ફોગાટ ફરી એક વખત ઓલિમ્પિકમાં રમવા માટે તૈયાર છે. વિનેશ ફોગાટ કોમનવેલ્થ, એશિયન ગેમ્સ તેમજ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં અનેક મેડલ જીતી ચૂકી છે. મહત્વની વાત એ છે કે, વિનેશ ફોગાટની આ બીજી ઈનિગ્સમાં તેનો સૌથી નાનો ચિયર લીડર તેનો દીકરો હશે. વિનેશની રિએન્ટ્રીથી ચાહકો પણ ખુબ જ ખુશ છે.

Vinesh Phogat Family Tree : બાપુ સેહત કે લિયે તુ તો હાનિકારક હૈ, પિતા, કાકા, જમાઈ, દિકરીઓ સહિત આખું ફોગાટ પરિવાર છે રેસલર અહી ક્લિક કરો

 

Published On - 1:41 pm, Fri, 12 December 25