Tokyo Olympics: ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, 2 ઓગષ્ટે ટક્કર

|

Jul 31, 2021 | 10:53 PM

ભારતીય મહિલા હોકી ટીમે (Indian Women Hockey Team) ટૂર્નામેન્ટમાં પોતાની પૂલ મેચની 2 મેચોમાં જીત નોંધાવી હતી. જ્યારે 3 માં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે.

Tokyo Olympics: ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, 2 ઓગષ્ટે ટક્કર
Indian Women Hockey Team

Follow us on

ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) માં ભારતીય હોકી (Indian Hockey), માટે 31 જૂલાઇનો દિવસ ઐતિહાસીક રહ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમે (Indian Women Hockey Team) ટોક્યો ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધુ છે. ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતીય ટીમ પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચમાં સફળ રહી છે. કેપ્ટન રાની રામપાલ (Rani Rampal) ની ટીમે ગૃપ સ્ટેજમાં 2 મેચ જીતી છે, જ્યારે 3 માં તેને હાર મળી છે.

તેના બાદ ભારતીય ટીમનુ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડ વચ્ચેના પરીણામ પર ટકી હતી. જ્યાં બ્રિટને જીત નોંધાવતા જ ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો રસ્તો સાફ થઇ ગયો હતો. આ સાથે જ ભારતીય ટીમ માટે ઇતિહાસ પણ રચાઇ ગયો હતો.

પુલ એ માં ભારતીય ટીમ 5 મેચોમાં 2 જીત અને 6 પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર રહી, ક્વોલીફાઇ કરનારી અંતિમ ટીમ રહી હતી. ટીમને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે આયર્લેન્ડની હાર અથવા મેચ ડ્રો થવી જરુરી હતી. આયર્લેન્ડ એ 3 પોઇન્ટ હતા અને આ મેચ જીતવા પર તેના પણ 6 પોઇન્ટ થઇ શકતા હતા. જોકે ગોલના અંતરના મામલામાં તે ભારત થી આગળ નિકળી જતુ. જોકે આવુ કંઇજ ના થયુ અને ઇંગ્લેન્ડે 2-0 થી જીત નોંધાવી હતી, આમ તેણે ભારતને મદદ કરી દીધી. જ્યારે પ્રથમ વખત ઓલિમ્પિકમાં રમી રહેલી આયરીશ ટીમનુ સપનુ તૂટી જતા હવે બહાર થઇ ચુકી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

પ્રથમ વખત જીત્યા મેચો, પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન

ભારતીય મહિલા હોકી ટીમ ફક્ત ત્રણ જ વખતા ઓલિમ્પિક રમતોમાં હિસ્સો લઇ રહી છે. ટીમે પ્રથમ વખત 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યુ હતુ. તેના બાદ ટીમે 2016 ના રિયો ઓલિમ્પિકમાં પોતાની દાવેદારી નોંધાવી હતી. આ બંને ઓલિમ્પિકમાં ભારતીય ટીમ એક પણ મેચ જીતી શક્યુ નહોતુ. આ વખતે પણ ટીમે સતત પ્રથમ 3 મેચ હાર સહન કરવી પડી હતી. ત્યાર બાદ તેને ઓલિમ્પિકમાં પોતાની પ્રથમ જીત આયરલેન્ડ સામે મળી હતી, જ્યારે ટીમે તેને 1-0 થી હાર આપી હતી. ત્યાર બાદ આજે મહત્વની મેચમાં ભારતીય મહિલાઓ એ દક્ષિણ આફ્રિકાની સામે રોમાંચક અંદાજમાં 4-3 થી જીત મેળવીને દાવેદારી મજબૂત કરી લીધી હતી.

ઓસ્ટ્રેલિયા સામે થશે ટક્કર

ક્વાર્ટર ફાઇનલમાં ભારતની ટક્કર 3 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે. ઓસ્ટ્રેલિયા પૂલ બી ની તેની તમામ પાંચેય મેચોમાં દમદાર જીત નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 13 ગોલ કર્યા છે. જેની સામે તેને એક જ ગોલ પડ્યો છે. જ્યારે ભારતીય ટીમે 7 ગોલ કર્યા છે, જ્યારે 14 ગોલ પડ્યા છે. આ મેચ 2 ઓગષ્ટે ભારતીય સમયાનુસાર સવાર 8.30 વાગ્યે શરુ થશે.

ક્વાર્ટર ફાઇનલની અન્ય મેચોમાં જર્મનીની ટક્કર આર્જેન્ટીના સામે થશે. જ્યારે ત્રણ વખતની ચેમ્પિયન નેધરલેન્ડનો સામનો ન્યૂઝીલેન્ડથી થશે. વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન ગ્રેટ બ્રિટન પોતાના ટાઇટલની રક્ષા માટે સ્પેન સામે ટકરાશે. આ તમામ મેચ 2 ઓગષ્ટે રમાનાર છે.

 

આ પણ વાંચોઃ Emergency in Japan: જાપાનમાં કોરોનાનો કહેર, સરકારે ‘ટોક્યો ઓલિમ્પિક’ વચ્ચે જાહેર કરી કટોકટી

 

આ પણ વાંચોઃ Cricket: શ્રીલંકાના ત્રણ ખેલાડીઓને ઈંગ્લેન્ડમાં મોજ કરવી ભારે પડી, 1 વર્ષનો પ્રતિબંધ અને 1-1 કરોડ દંડ

Published On - 7:00 pm, Sat, 31 July 21

Next Article