Tokyo Olympics: બજરંગ પુનીયા ફાઇનલમાં પહોંચવાથી ચુક્યો, સેમીફાઇનલમાં અઝરબૈઝાનના રેસલર સામે હાર

|

Aug 06, 2021 | 5:25 PM

બજરંગ પુનીયા ફાઇનલમાં પહોંચવાથી ચુક્યો, સેમીફાઇનલમાં અઝરબૈઝાનના રેસલર સામે હાર, હવે બ્રોન્ઝ માટે ટક્કર કરશે.

Tokyo Olympics: બજરંગ પુનીયા ફાઇનલમાં પહોંચવાથી ચુક્યો, સેમીફાઇનલમાં અઝરબૈઝાનના રેસલર સામે હાર
Bajrang Poonia

Follow us on

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ની રેસલિંગ મેટ પર ગોલ્ડ મેડલ જીતવાની ભારતની છેલ્લી આશા પણ બજરંગ પુનિયા (Bajrang Punia) ની હાર સાથે તૂટી ગઈ હતી. સેમિફાઇનલ મેચમાં બજરંગને અઝરબૈજાનના કુસ્તીબાજ હાજી અલીયેવે (Haji Aliyev) હરાવ્યો હતો. આ હાર બાદ હવે ભારતીય કુસ્તીબાજો બ્રોન્ઝ મેડલ માટે તેમની લડાઈ લડતા જોવા મળશે. બજરંગનો સામનો બ્રોન્ઝ મેડલ મેચમાં રશિયાના રેસલર સાથે થશે. બજરંગ પુનિયાએ અગાઉ તેની પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં કિર્ગિસ્તાનના પહેલવાનને હરાવ્યો હતો. તે પછી, ક્વાર્ટર ફાઇનલમાં ઇરાની રેસલરને પછાડ્યો હતો.

ભારતના બજરંગ પુનિયા પુરુષ 65 કિલો વર્ગમાં વિશ્વના નંબર વન રેસલર છે. પરંતુ તેને ટોક્યો ઓલિમ્પિકમાં બીજો ક્રમ મળ્યો. તેના હરીફ હાજી અલીયેવ બીજી સેમિફાઇનલમાં ત્રીજા સ્થાને છે. આવી સ્થિતિમાં બે કુસ્તીબાજો વચ્ચેની સ્પર્ધા જબરદસ્ત હતી, જેમાં ભારતીય પહેલવાન હારી ગયા હતો.

હાજી અલીયેવે પોતાની જોરદાર રમત સાથે પ્રથમ રાઉન્ડમાં બજરંગ સામે 4-1ની લીડ મેળવી હતી. આ પછી, બીજા રાઉન્ડમાં, બજરંગે વધુ 4 પોઇન્ટ મેળવ્યાહતા. પરંતુ હરીફ કુસ્તીબાજે તેના કરતા વધુ પોઈન્ટ મેળવી લીધા હતા. આમ અલીયેવ મેચ ને 12-5 થી જીત્યા બાદ સેમીફાઇનલની ટિકિટ મેળવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ફાઈનલમાં બજરંગ પુનિયાને હરાવનાર રેસલર હાજી અલીયેવ હવે, અંતિમ ટક્કરમાં ગોલ્ડ મેડલ માટે જાપાનના ઓટોગુરો સામે ટકરાશે. ઓટોગુરો પુરુષોની 65 કિલો વર્ગમાં વિશ્વ ચેમ્પિયન છે. સાથે જ હાજી અલીયેવને વર્લ્ડ ચેમ્પિયન બનવાનો અનુભવ પણ છે. પરંતુ તેણે 61 કિલોની કેટેગરીમાં આ પરાક્રમ કર્યું છે. જ્યારે બ્રોન્ઝ મેડલની મેચ ભારતના બજરંગ પુનિયા અને રશિયાના કુસ્તીબાજ રોઝીડોવ વચ્ચે થશે.

 

આ પણ વાંચોઃ મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યું, અચાનક આવું થતા કરોડો ચાહકોમાં નિરાશા

આ પણ વાંચોઃ Medals in Olympics : ભારતીય પુરુષ હોકી ટીમનો કરિશ્મા, 41 વર્ષ બાદ પણ ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતવામાં હોકી ટીમ મોખરે

Published On - 3:11 pm, Fri, 6 August 21

Next Article