NRI Player of India : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના અનેક ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દેશના ખેલાડીઓ (Players) એવા છે જે ભારતીય મૂળના છે, પરંતુ રમત માટે આ મહાકુંભમાં અન્ય દેશનું પ્રતિનિધિત્વ કરશે.
કેનેડા હૉકી ટીમમાં ત્રણ ભારતીય ખેલાડી
કેનેડાના હૉકી ટીમના ત્રણ ખેલાડીઓ એવા છે જે મૂળ ભારતના છે. લુધિયાણામાં જન્મેલા બલવીર સિંહ પનેસર કેનેડા હૉકી ટીમનો ભાગ છે. કેનેડામાં 2015 માં તે પૈન અમેરિકન ગેમમાં સિલ્વર મેડલ અપાવ્યો હતો. તો કેનેડા માટે રિયો ઓલિમ્પિકમાં પણ મેદાનમાં ઉતરી ચૂક્યા છે. હાલમાં ઈગ્લિશ ક્લબ બિસ્ટન તરફથી રમી શકે છે.
તેમના સિવાય કીગન પરેરે પણ ભારત સાથે સંબંધિત છે. તો ટીમના અનુભવી ખેલાડીઓ છે જે 2010 થી ટીમનો ભાગ રહ્યા છે. જ્યારે તેમણે વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. 2018 માં ટીમ માટે કૉમનવેલ્થ ગેમ અને વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. આ તેમની બીજી ઓલિમ્પિક છે.
ગુરપ્રીત સોહી (કેનેડા, વોટર પોલો)
ભારતીય મૂળના ખેલાડી ગુરપ્રીત સોહી કેનેડાની વોટર પોલો ટીમમાં પણ ભાગ લેશે. આ તેની પ્રથમ ઓલિમ્પિક (Olympics) હશે. તે લાંબા સમયથી ટીમ સાથે સંકળાયેલ છે. વર્ષ 2018 માં તેણે વોટર પોલોના વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેણે વર્ષ 2017, 2018 અને 2019 ની વૉટર પોલો લીગમાં પણ ભાગ લીધો.
આમિર ધેસી (રેસલિંગ, કેનેડા)
આમિર ધેસી પણ કેનેડાના ગ્રીક રોમન રેસલિંગ છે. જે ટોક્યો ઓલિમ્પિક (Olympics) માં ભાગ લેનાર છે. તેમના પિતા ભારતના રહેવાસી છે અને ગ્રીક રોમન રેસલિંગમાં રાષ્ટ્રીય ચેમ્પિયન રહી ચૂક્યા છે. ત્યારબાદ તે કેનેડામાં ગયા હતા. જ્યાં આમિરે રેસલિંગને પસંદ કરી હતી. આમિરે આ વર્ષ ઈટલીમાં મૌટિયો રેન્કિંગ ઈવેન્ટમાં મેડલ જીતી ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માટે ક્વોલિફાય કર્યું છે, તે પાન ગેમમાં (Pan American Games)સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે.
જેરેડ પંચિયા (હૉકી, ન્યૂઝીલેન્ડ)
જેરેડ પાંચિયા ન્યૂઝીલેન્ડના હૉકી ખેલાડી છે. તેમનું આખું પરિવાર હૉકી સાથે સંકળાયેલું છે. તેમના મોટા ભાઈ ન્યૂઝીલેન્ડની હૉકી ટીમની કમાન પણ સંભાળી ચૂક્યા છે. જેરેડે વર્ષ 2013માં ટીમમાં ડેબ્યૂ કર્યું અને 2014માં હૉકી વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. તે વર્ષ 2018માં કૉમનવેલ્થ ગેમમાં ટીમની સાથે સિલ્વર મેડલ જીત્યો છે. જેરેડના દાદા 1930ના દશક ગુજરાતથી ન્યૂઝીલેન્ડ ગયા હતા ત્યારથી તેમનો પરિવાર ત્યાં રહે છે.
નિખિલ કુમાર-કનક ઝા (અમેરિકા, ટેબલ ટેનિસ)
અમેરિકાના બે ટેબલ ટેનિસ ખેલાડીઓ નિખિલ કુમાર અને કનક ઝા ભારતના છે. જે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે. નિખિલ 17 વર્ષની ઉંમરથી જ ટેનિસ રમી રહ્યો છે. નિખિલ અમેરિકાના સૌથી યુવા ટેનિસ ખેલાડી છે. તેમણે વર્ષ 2013માં રમવાનું શરુ કર્યુ હતુ અને આ વર્ષની શરુઆતમાં ટોક્યો ઓલિમ્પક (Tokyo Olympics) માટે ક્વોલિફાય કર્યું છે.
નિખિલના પિતા કેરળથી અમેરિકા આવ્યા હતા. કનક બીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લેશે. વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તે સમયે અમેરિકાના દળના સૌથી યુવા ખેલાડી હતા. તેમના પિતા ગુજરાત (Gujarat) ના રહેવાસી છે. જ્યારે તેમની માતા મુંબઈના રહેવાસી છે.
રાજીવ રામ (અમેરિકા, ટેનિસ)
રાજીવ રામ પણ બીજી વખત ઓલિમ્પિક (Olympics) માં ભાગ લેશે. વર્ષ 2016 માં તે વીનસ વિલિયમ્સની સાથે મેદાનમાં ઉતર્યો હતો અને અમેરિકાને સિલ્વર મેડલ અપાવ્યો હતો. તેમના માતા-પિતા બેંગ્લોરના રહેવાસી છે. તે વિશ્વનો સૌથી સફળ ખેલાડીમાં સામેલ છે. તેમણે વર્ષ 2019 અને 2021 માં ઓસ્ટ્રેલિયા ઓપનનો ખિતાબ (Titles) જીત્યો હતો. તો વર્ષ 2020માં તેમણે પુરુષ ડબલ્સનો ખિતાબ પણ જીત્યો હતો. તેમણે તેમની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 18 એટીપી ચેલેન્જ ટૂર્નામેન્ટ જીતી છે.
Published On - 1:29 pm, Thu, 22 July 21