Chinese Taipei : રમતમાં હાર જીત તો થતી રહેતી હોય છે. દરેક દિવસ દરેક ખેલાડીનો નથી. તેમજ તેને મળેલી દરેક તકનો તે લાભ ઉઠાવી શકતો નથી. આવું જ કંઇક ટોક્યોની બેડમિન્ટન કોર્ટમાં વિશ્વની નંબર વન મહિલા શટલર તાઈ ત્ઝુ-યિંગ સાથે થયું. ચાઇનીઝ તાઇપેઇ (Chinese Taipei)ની બેડમિન્ટન ખેલાડી ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર હતી.
તેણે સેમીફાઇનલમાં ભારતની પીવી સિંધુ (P. V. Sindhu)ને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ ત્યાં તે ચીનની ચેન યુફેઈ સામે ગોલ્ડ મેડલ માટેની લડાઈ હારી ગઈ હતી. જ્યારે આ હાર તેને હચમચાવી દીધી, ત્યારે ભારતની પીવી સિંધુએ તેને પ્રોત્સાહન આપ્યું. આ ખુલાસો તાઈ ત્ઝુ-યિંગે કર્યો હતો.
ચીનની ચેન યુફેઈએ વિશ્વની નંબર વન તાઈત્ઝુ-યિંગે વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. બંને વચ્ચેની મેચ ત્રણ રાઉન્ડ સુધી ચાલી હતી. યુફેઈએ પહેલી ગેમ 21-18થી જીતી, બીજી ગેમમાં તાઈ પરત આવી અને 19-21થી જીતી. આ પછી,
ચીની શટલરે ત્રીજી ગેમ 21-18થી જીતી લીધી. આ રીતે તેમણે ગોલ્ડ મેડલ ગુમાવ્યો અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.ચાઇનીઝ તાઇપેઇની ખેલાડી તાઇએ મેડલ સમારોહ બાદ કહ્યું હતું કે, તેમણે જ્યારે તે ફાઇનલની હાર બાદ થોડી નિરાશ થઈ ત્યારે પીવી સિંધુએ આવીને તેને પ્રોત્સાહન આપ્યું હતું, હિંમત આપી.
તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું – પીવી સિંધુ (P. V. Sindhu) દોડતી મારી પાસે આવી. તેણે મારા ચહેરાને તેના હાથથી પકડ્યો અને કહ્યું, “હું જાણું છું કે તમે સંપૂર્ણપણે સ્વસ્થ નથી. પરંતુ આજે તુ ખુબ સારું રમી આજનો દિવસ તમારો ન હતો. ” આ પછી તેણે મને ગળે લગાવી અને કહ્યું – તે બધું જાણે છે. આ પ્રકારના પ્રોત્સાહથી મને ઘણી હિંમત આપી હતી.
તાઈના બેડમિન્ટનના ચાહકો સમગ્ર વિશ્વમાં છે. તે ટોક્યોમાં ગોલ્ડ જીતવા માંગતી હતી. માત્ર 27 વર્ષની હોવા છતાં, તેણે ટોક્યો ઓલિમ્પિક પછી નિવૃત્તિનો સંકેત પણ આપ્યો છે. તેણે કહ્યું હતું કે, “મેં અડધી જિંદગી બેડમિન્ટન રમી. હવે હું વધેલી જિંદગી કંઈક બીજું કરવાનું વિચારું છું. ”
ચીનની ચેન યુફેઇએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચાઈનીઝ તાઇપેઇ (Chinese Taipei)ની તાઇએ સિલ્વર મેડલ કબજે કર્યો હતો. અને બ્રોન્ઝ મેડલ ભારતની પીવી સિંધુ (P. V. Sindhu)એ જીત્યો હતો.
Published On - 1:23 pm, Mon, 2 August 21