Tokyo Olympics 2020: ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ જોએર્ડ મરીને (Sjoerd Marijne) પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું છે કે શુક્રવારે ટોક્યો ઓલિમ્પિક -2020માં ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચ ભારતીય ટીમ સાથે તેની છેલ્લી મેચ હતી.
કોચ તરીકે જોએર્ડ મરીનની (sjoerd marijne) ટીમે ઓલિમ્પિકમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. જોકે બ્રોન્ઝ મેડલ મેચમાં ભારત 4-3થી હારી ગયું હતું, મેચ બાદ જોએર્ડ મરીને કહ્યું “મારી કોઈ યોજના નથી કારણ કે ભારતીય મહિલા ટીમ સાથે આ મારું છેલ્લું એસાઈમેન્ટ હતું.
કરાર વધારવાની ઓફર મળી
એવા અહેવાલો છે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)એ જોએર્ડ મરીને સામે કરાર વધારવાની ઓફર રાખી હતી, પરંતુ જોએર્ડ મરીને અંગત કારણોસર તેનો સ્વીકાર કર્યો ન હતો. નેધરલેન્ડની મરીને 2017માં ટીમનો હવાલો સંભાળ્યો હતો, પરંતુ તે પછી તેને પુરુષોની ટીમની જવાબદારી સોંપવામાં આવી હતી. 2018માં તેમની ફરીથી મહિલા ટીમના કોચ તરીકે નિયુક્તી કરવામાં આવી હતી.
નેધરલેન્ડે વર્લ્ડકપ જીતાડ્યો
મરીને નેધરલેન્ડ્સ (Netherlands) માટે રમ્યા છે અને નેધરલેન્ડની અંડર -21 મહિલા ટીમને વર્લ્ડ કપ ખિતાબ પણ અપાવ્યો છે. આ સિવાય તે 2015માં નેધરલેન્ડની વરિષ્ઠ મહિલા ટીમને હોકી વર્લ્ડ લીગ સેમિફાઈનલ (Semifinals)માં પણ લઈ ગયો હતો. તે છેલ્લા 16 મહિનાથી તેના ઘરે જઈ શક્યો નથી કારણ કે કોવિડને કારણે અવર-જવર પ્રતિબંધ હતો અને તેના પદ છોડવાનું આ એક કારણ હોય શકે છે.
આ પણ વાંચો : Medals in Olympics : ભારતીય પુરુષ હોકી ટીમનો કરિશ્મા, 41 વર્ષ બાદ પણ ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતવામાં હોકી ટીમ મોખરે