Hockey Team : કેપ્ટન મનપ્રીત સિંહે 41 વર્ષ બાદ મળેલા મેડલને કોવિડ યોદ્ધાઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કર્યો સમર્પિત

|

Aug 05, 2021 | 2:13 PM

ટોક્યો ઓલિમ્પિક્સ ભારતના પુરુષ હોકીના કેપ્ટન મનપ્રીત સિંહે તમામ કોવિડ-19 યોદ્ધાઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને ઔતિહાસિક બ્રોન્ઝ મેડલ સમર્પિત કર્યો છે. ભારતે જર્મનીને 5-4 થી હરાવીને 41 વર્ષ બાદ ઓલિમ્પિક મેન્સ હોકી મેડલ જીત્યો છે.

Hockey Team : કેપ્ટન મનપ્રીત સિંહે 41 વર્ષ બાદ મળેલા મેડલને કોવિડ યોદ્ધાઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કર્યો સમર્પિત
Indian Hockey Team

Follow us on

Hockey Team : ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ (Medal) જીતી ઇતિહાસ રચ્યો હતો. તેઓએ ગુરુવારે ચાલી રહેલી ગેમ્સની સીટ-ઓફ-ધ-સીટ પ્લે-ઓફમાં જર્મનીને 5-4 થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે ઔતિહાસિક જીતનો બ્રોન્ઝ મેડલ (Bronze Medal) કોવિડ યોદ્ધાઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને સમર્પિત કર્યો છે. મેચ બાદ મનપ્રીતે કહ્યું, “આ મેડલ તમામ કોવિડ-19 યોદ્ધાઓ અને આપણા દેશના ફ્રન્ટલાઈન વર્કર્સ માટે છે.”

સિમરનજીત સિંહે (17 મી, 34 મી મિનિટ) ગોલ ફટકાર્યો હતો, જ્યારે Olympic હાર્દિક સિંહ (27 મી), હરમનપ્રીત સિંહ (29 મી) અને રૂપિન્દર પાલ સિંહ (31 મી) ભારત માટે ગોલ ફટકાર્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જર્મનીના ગોલ તૈમુર ઓરુઝ, નિકલાસ વેલેન, બેનેડિક્ટ ફર્ક અને લુકાસ વિન્ડફેડર ગોલ કર્યો હતો. મેડલ જીતવા માટે નિશ્ચિત ભારતીયોએ રમતના ઇતિહાસમાં સૌથી યાદગાર પુનરાગમન કર્યું છે. ઓલિમ્પિક (Olympic) ના ઈતિહાસમાં ભારતનો ત્રીજો હોકી બ્રોન્ઝ મેડલ છે. અન્ય બે 1968 મેક્સિકો સિટી અને 1972 મ્યુનિક ગેમમાં જીત્યા હતા.

ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020) ભારતીય હૉકી ટીમે (Indian Hockey Team) જર્મનીને હરાવીને કાંસ્ય (Bronze Medal) પદક જીત્યો છે. ઓલિમ્પિકમાં ભારતની 41 વર્ષની રાહનો અંત આવ્યો છે. આ પહેલા ભારતે છેલ્લીવાર ઓલિમ્પિકમાં પદક 1980 માં પોતાના નામે કર્યો હતો. પરંતુ ત્યારબાદ તમામ ઓલિમ્પિકમાં ભારતને માત્ર નિરાશા મળી હતી. પરંતુ આ વખતે ભારતે પોતાના ખરાબ સમયને પાછળ મૂકતા નવી સફળતા મેળવી.

સોશિયલ મીડિયા (Social Media) પર ભારતીય હૉકી ટીમની જીતની જોરદાર ઉજવણી થઇ રહી છે. આ જ કારણે ટ્વિટર પર ભારતીય હૉકી ટીમ છવાયેલી છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીને શુભકામનાઓ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, જાણો ક્યારે અને કઈ રમતમાં થશે ટક્કર

Next Article