Tokyo Olympics : દીપિકાનું-અતનુની સાથે રમવાનું સપનું તૂટ્યું, પરંતુ દિપીકા અને અતુનની પ્રેમ કહાની ખુબ રસપ્રદ છે

|

Jul 23, 2021 | 7:34 PM

ઓલિમ્પિકના પ્રારંભિક દિવસે અતનુ દાસે પુરૂષ રેન્કિંગ રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું ન હતુ જેના કારણે તેની પત્ની અને વિશ્વની નંબર આર્ચર દીપિકા સાથે ઓલિમ્પિક (Olympics )માં પ્રવેશવાનું તેનું સ્વપ્ન અધૂરું રહ્યું છે.

Tokyo Olympics :  દીપિકાનું-અતનુની સાથે રમવાનું સપનું તૂટ્યું,  પરંતુ દિપીકા અને અતુનની પ્રેમ કહાની ખુબ રસપ્રદ છે
tokyo olympics 2020 atanu das to partner deepika kumari in mixed team archery competition

Follow us on

Tokyo Olympics :આજે અમે તમને આંતરરાષ્ટ્રીય તીરંદાજ (Archery) અને ઓલિમ્પિયન દીપિકા કુમારી (Deepika Kumari)અને અતનુ દાસની લવ સ્ટોરી વિશે જણાવીશું. બંન્નેની લવ સ્ટોરી બૉલીવુડ ફિલ્મથી પણ શાનદાર છે.દિપિકા અને અતુનની પ્રથમ મુલાકાત વર્ષ 2008 માં ટાટા આર્ચરી અકેડમીમાં થઈ હતી. ટોક્યો ઓલિમ્પિકમાં બંન્ને મિક્સ ડબલ્સમાં રમવાના હતા પરંતુ તેમનું આ સપનું તૂટ્યું છે.

સાત વર્ષોમાં બંને સાથે એક સાથે એક્ડમીમાં પણ રહ્યા હતા. અનેક વખત બંન્ને એકબીજા સાથે વાતો પણ કરતા ન હતા. કોઈ વિચારી પણ ન શકે કે, બંન્નના આટલા ઝગડા થયા હોવા છતાં બન્ને લગ્નના બંધન સુધી પહોચશે.બંન્નેની મુલાકાત ઝગડાથી થઈ હતી ત્યારબાદ બંન્ને વચ્ચે મિત્રતા બંધાણી આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી.

 

 

આંતરરાષ્ટ્રીય આર્ચર અને ઓલિમ્પિયન દીપિકા કુમારી (Deepika Kumari) અને અતનુ દાસ લગ્નના બંધનમાં બંધાયા છે. રાંચીના મોરહાબાદી સ્થિત એક બેન્કેટ હોલમાં દીપિકા-અતનુના લગ્ન સંપન્ન થયા હતા.તમને જણાવી દઈએ કે, દીપિકાએ તીરંદાજીમાં 5 વખત ગોલ્ડ મેડલ જીત્યો છે, જેમાંથી તેણે 2 વખત વ્યક્તિગત રૂપે અને 3 વખત ટીમ સાથે ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત જુદી જુદી ઇવેન્ટ્સમાં 13 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

દીપિકાએ 2 વખત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મહિલા ટીમ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો છે. 2010માં દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતાં.

તીરંદાજ દીપિકા કુમારી વર્લ્ડ નંબર વન છે. તેની પાસેથી મેડલની આશા છે.અતુન અને દીપિકાએ ગત્ત વર્ષે જ લગ્ન કર્યા છે અતુને જણાવ્યું હતુ કે, અમે એકબીજા માટે જ બન્યા છીએ. જો કે મેદાનમાં અમે કપલ નહીં પણ અન્ય હરીફોની માફક એકબીજાને પ્રેરિત કરીએ છીએ સમર્થન કરીએ છીએ.

  • દીપિકાએ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
  • 2012માં દીપિકાને ‘અર્જુન એવોર્ડ’ આપવામાં આવ્યો હતો
  • 2014માં ‘ફિક્કી સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર એવોર્ડ’ મળ્યો હતો
  • વર્ષ 2016માં દીપિકાને ‘પદ્મશ્રી’ એવોર્ડ પણ એનાયત કરાયો હતો

વર્લ્ડ નંબર વન આર્ચર દીપિકા કુમારીએ (Deepika Kumari) વ્યક્તિ ગત મહિલા વર્ગના રેન્કિંગ રાઉન્ડ (Ranking Round)માં ભાગ લીધો અને નવમાં સ્થાન પર રહી. દીપિકા કુમારી પાસેથી સારા ખેલ પ્રદર્શનની આશા હતી. દીપિકા દેશ માટે મેડલ લાવવા માટેની પ્રબળ દાવેદાર છે. આ રમત પહેલા વર્લ્ડ કપમાં તેમના પ્રદર્શન બાદ આશાઓ વધી ગઇ હતી.2014માં દીપિકા ફોર્બ્સ (ભારત) ની ’30 અંડર 30 ‘ની લીસ્ટમાં સામેલ કરવામાં આવી હતી અને 2016માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી.

દીપિકા કુમારી અને અતનુ દાસે ગત્ત વર્ષે લગ્ન કર્યાં હતાં. બંને એક સાથે ઓલિમ્પિક (Olympics )ની તૈયારી કરી રહ્યા હતા અને સાથે રમતા સમયે ઓલિમ્પિકની મીક્ષ ડબલ્સ ટીમ ઇવેન્ટનો ક્વોટા મેળવ્યો હતો.ત્યારબાદ ભારતે આર્ચેરીની મિશ્ર ટીમ ઇવેન્ટ માટે ક્વોટા મેળવ્યો છે, ત્યારથી રમતના ‘પાવર કપલ’ દીપિકા કુમારી અને અતનુ દાસ એક સાથે ઓલિમ્પિકમાં ભાગ લેતા જોઈને ચાહકો ઉત્સાહિત થઈ ગયા હતા. જો કે હવે આવું નહીં થાય. શુક્રવારે અતનુ દાસે પુરૂષ રેન્કિંગ રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું ન હતું. આ કારણોસર, તેની પત્ની અને વિશ્વની નંબર આર્ચર દીપિકા સાથે ઓલિમ્પિકમાં પ્રવેશવાનું તેનું સ્વપ્ન અધૂરું રહ્યું.

ભારતે સૌથી વધુ મિક્સ ટીમ ઈવેન્ટમાં કોટા હાંસિલ કર્યો હતો. ફ્રેન્સ પણ આ પાવર કપલ દિપીકા કુમારી (Deepika Kumari) અને અતનુ દાસને ઓલિંમ્પિકમાં ભાગ લેતા જોઈને ચાહકો પણ ખુબ ઉત્સાહિત હતા પરંતુ પુરુષ રેકિંગમાં અતનુ દાસનું સારું પ્રદર્શન ન રહેતા, તેમની પત્ની અને વર્લ્ડ નંબર તીરંદાજ દીપિકા સાથે ઓલિમિપકમાં સાથે રમવાનું સપનું અધરું રહ્યું છે.દીપિકા શનિવારના રોજ મિક્ક્ષ ડબ્લસમાં મહારાષ્ટ્રના પ્રવીણ જાધવ (Pravin Jadhav) સાથે મેદાનમાં રમવા માટે ઉતરશે.

આ પણ વાંચો : Gender Equality Olympics: ઓલિમ્પિકમાં પુરૂષ ખેલાડીઓ સાથે મહિલા ખેલાડીઓનો પણ દબદબો, ભાગ લેનારા ખેલાડીઓમાં મહિલાઓની સંખ્યા વધી

Next Video