Fouaad Mirza: ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઈનલ માટે ક્વોલિફાય, હવે મેડલ માટે રમશે

|

Aug 02, 2021 | 8:06 PM

ફવાદ મિર્ઝા 20 વર્ષમાં પહેલો ઘોડેસવાર છે, જે ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. ઓલમ્પિક (Olympic)માં બે દાયકાથી વધુ સમય માટે ઘોડેસવાર (horse riding)માં ઉતરતા એકમાત્ર ભારતીય ફવાદ મિર્ઝા રવિવારના રોજ ક્રૉસ કન્ટ્રી સ્પર્ધા બાદ 11. 20 પેનલ્ટી અંક સાથે 22માં સ્થાન પર રહ્યો હતો.

Fouaad Mirza: ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઈનલ માટે ક્વોલિફાય, હવે મેડલ માટે રમશે
fouaad mirza

Follow us on

fouaad mirza: ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympic 2020) ઘોડેસવારી (horse riding)ની જમ્પિંગ ઈવેન્ટમાં ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા (Fouaad Mirza) ઉતર્યો હતો. ફવાદ મિર્ઝાએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. મિર્ઝાએ 47.20ના સ્કોર સાથે આ વ્યક્તિગત ઈવેન્ટની ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું છે. તેમ છતાં ફવાદ મિર્ઝા પાસે મેડલ જીતવાની ઓછી તક જોવા મળી રહી છે.

પરંતુ ઓલિમ્પિક (Olympic)ના ફાઈનલમાં તેને એક ખાસ સિદ્ધિ મેળવી છે. ફવાદ મિર્ઝા 20 વર્ષમાં પહેલો ઘોડેસવાર છે, જે ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. ઓલમ્પિક (Olympic)માં બે દાયકાથી વધુ સમય માટે ઘોડેસવાર (horse riding)માં ઉતરતા એકમાત્ર ભારતીય ફવાદ મિર્ઝા રવિવારના રોજ ક્રૉસ કન્ટ્રી સ્પર્ધા બાદ 11. 20 પેનલ્ટી અંક સાથે 22માં સ્થાન પર રહ્યો હતો.

3 જો ભારતીય ઘોડેસવાર

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ફવાદ ઓલિમ્પિક (Olympic) માટે ક્વોલિફાય કરનાર ત્રીજો ભારતીય ઘોડેસવાર (horse riding)છે. તેમના પહેલા, ઈન્દ્રજીત લાંબા (1996, એટલાન્ટા) અને ઈમ્તિયાઝ અનીસ (2000, સિડની) પણ ઓલિમ્પિક સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. લાંબા ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિગત ઘોડેસવાર (horse riding)હતા.

ફવાદ મિર્ઝા (Fouaad Mirza) એ વ્યક્તિગત શો જંપિગ ક્વોલીફાયમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમજ તેઓ જંપિગ ઈન્ડિવ્યુઝઅલ ફાઈનલ માટે ક્વોલિફાય થયો છે.

ફવાદ મિર્ઝા મૂળ કર્ણાટક (Karnataka)ના બેંગ્લોરનો રહેવાસી છે. તે બાળપણથી જ ધોડાઓ વચ્ચ મોટો થયો છે તેના પિતા પણ એક ઘોડેસવાર હતા. મિર્ઝા પરિવારની 7 પેઢીઓ અશ્વારોહણ (Equestrian )સ્પર્ધા સાથે જોડાયેલી છે. જેના કારણે અશ્વારોહણ ફવાદ લોહીમાં છે. ફવાદ અશ્વારોહણની ઈવેન્ટિંગ કેટેગરીમાં ભારતનું પ્રથિનિધિત્વ કર્યું હતુ

2020 ઓલિમ્પિકમાં 29 વર્ષીય ફવાદ મિર્ઝા(Fouaad Mirza) એ અશ્વારોહણમાં દેશ માટે દજારા ઘોડાને દોડાવ્યો હતો.ફવાદ મિર્ઝા 2018ના જકાર્તા ખાતે યોજાયેલા એશિયન ગેમમાં 2 સિલ્વર મેડલ દેશ માટે જીત્યા હતા. જેમાં એક મેડલ વ્યક્તિગત ઈવેન્ટમાં અને બીજો મેડલ ટીમ ઈવેન્ટમાં જીત્યો હતો.

આ પણ વાંચો : indian women team : મહિલા હોકી ટીમની આ 5 ધાકડ ગર્લ્સે રચ્યો ઈતિહાસ, જાણો કઈ રીતે થયો ચમત્કાર

Next Article