ભારતમાં વધતા કોરોના સંક્રમણને લઈ ICCએ T20 વિશ્વકપને લઈને આપ્યુ મોટુ નિવેદન, તૈયાર છે બેકઅપ પ્લાન

|

Apr 07, 2021 | 7:23 PM

T20 વિશ્વકપ (T20 World Cup)ની આગામી ટુર્નામેન્ટ ભારતમાં યોજાનાર છે. જોકે આ દરમ્યાના ભારતમાં વધતા જતા કોરોનાના કહેરને લઈને હવે વિશ્વકપના આયોજન પર ખતરો મંડરાવવા લાગ્યો છે. આ દરમ્યાન જ ICC તરફથી નિવેદન આવ્યુ છે.

ભારતમાં વધતા કોરોના સંક્રમણને લઈ ICCએ T20 વિશ્વકપને લઈને આપ્યુ મોટુ નિવેદન, તૈયાર છે બેકઅપ પ્લાન
ICC T20 World Cup

Follow us on

T20 વિશ્વકપ (T20 World Cup)ની આગામી ટુર્નામેન્ટ ભારતમાં યોજાનાર છે. જોકે આ દરમ્યાના ભારતમાં વધતા જતા કોરોનાના કહેરને લઈને હવે વિશ્વકપના આયોજન પર ખતરો મંડરાવવા લાગ્યો છે. આ દરમ્યાન જ ICC તરફથી નિવેદન આવ્યુ છે. ICCના કાર્યકારી CEO જ્યોફ અલાર્ડિસ (Geoff Allardice)એ બુધવારે કહ્યુ હતુ કે, તેમની પાસે આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ટી20 વિશ્વકપને લઈને બેકઅપ યોજના છે. જોકે હાલમાં વધતા જતા કોરોનાના પ્રમાણ છતાં પણ દેશથી તેને હટાવવા માટે કોઈ વિચાર નથી કરી રહ્યા. T20 વિશ્વકપનું આયોજન ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં કરવામાં આવશે. જોકે પાછળના કેટલાક દિવસોમાં ભારતમાં પ્રતિદીન એક લાખથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. કોવિડ-19ના વધતા જતા પ્રમાણ છતાં ભારતમાં IPLનું આયોજન શુક્રવારથી દર્શકોની ગેરહાજરીમાં કરવામાં આવનાર છે.

 

ICCના CEO અલાર્ડિસે વર્ચ્યુઅલ મીડિયા રાઉન્ડ ટેબલ દરમ્યાન કહ્યુ હતુ કે, અમે નિશ્વિત રીતે ટુર્નામેન્ટના માટે યોજનાનુસાર જ આગળ વધી રહ્યા છીએ. અમારી પાસે બીજી યોજના પણ છે, જોકે અમે તે યોજના પર હાલમાં વિચાર નથી કરી રહ્યા. અમે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સાથે કામ કરી રહ્યા છીએ. અમારી પાસે બેકઅપ યોજના છે, જેની જરુરીયાત ઉભી થવા પર જ કામ કરવામાં આવશે. આઈસીસીના મહાપ્રબંધક અલાર્ડિસને હાલમાં જ મનુ સાહનીની રજા આપ્યા બાદ તેમને કાર્યકારી સીઈઓ બનાવવામા આવ્યા હતા. ઓસ્ટ્રેલીયાના 53 વર્ષીય અલાર્ડિઝ પોતાના દેશમાં ઘરેલુ ક્રિકેટમાં રમી ચુક્યા છે. તેમણે કહ્યુ હતુ કે, આઈસીસીએ સમજવાને માટે અન્ય દેશોની રમત સંસ્થાઓના પણ સંપર્કમાં છે કે કોવિડ કાળમાં હાલમાં કેવી રીતે પોતાની ટુર્નામેન્ટ આયોજીત કરી શકાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

વધુમાં CEOએ કહ્યુ હતુ કે આ સમયમાં ક્રિકેટ અનેક દેશોમાં રમાઈ રહી છે. અમે પણ તેમનાથી શીખી રહ્યા છીએ. અમે બીજી રમત સંસ્થાઓ સાથે પણ વાત કરી રહ્યા છીએ કે તેઓ શું કરી રહ્યા છે. અમે આ સમયે સારી સ્થિતીમાં છીએ, જોકે એ પણ માનીએ છીએ કે વિશ્વભરમાં ચીજો ઝડપથી બદલાઈ રહી છે. બે મહિનાના સમયમાં જ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલનો સમય આવી રહ્યો છે. જોકે અમારા બંને માટે યોજાનાનુસાર જ ચાલી રહ્યુ છે.

 

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પાછળના વર્ષે ઈન્ડીયન પ્રિમિયર લીગ ( IPL)ની યજમાની કરી હતી. તે પણ આ મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના આયોજન માટે બેકઅપ સ્થળ હોઈ શકે છે. આ વાતચીત દરમ્યાન તેમને DRSના અંગે પણ પુછવામાં આવ્યુ હતુ. અંપાયરોના નિર્ણયને વિવાદાસ્પદ થઈ રહ્યા છે અને તેને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ભ્રામક દર્શાવ્યા હતા.

 

અલાર્ડીસે કહ્યુ હતુ કે હાલમાં જ આઈસીસી બોર્ડની બેઠક દરમ્યાન ડીઆરએસ પર સારી ચર્ચા થઈ હતી. તેમણે કહ્યુ કે DRSને સ્પષ્ટ ક્ષતીઓને બદલવા માટે બનાવ્યુ હતુ. તેમાં કોઈ પણ બદલાવ થયો નથી. મને લાગે છે કે, જ્યારે તમે વારંવાર રિપ્લે જોતા હોય તો તમારી સામાન્ય પ્રતિક્રિયા હોય છે કે, આપણે શુ કરી શકીએ છીએ. તેમાં સ્પષ્ટ જોવા મળી રહેલી ભૂલને બદલવામાં આવે. અમે એવી સ્થિતીમાં પહોંચી ચુક્યા છીએ કે જેમાં આપણે યોગ્ય નિર્ણય લેવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. જોકે પરફેક્શન માટે પ્રયાસ અસંભવ થઈ જાય છે. જોકે અત્યારે આપણે જ્યાં પણ છીએ, ત્યાં ખૂબ જ સહજ છીએ.

 

આ પણ વાંચો: Covid Vaccination: 11 એપ્રિલથી ખાનગી અને સરકારી કાર્યસ્થળ પર રસીકરણ કરવામાં આવશે, કેન્દ્રએ આપી મંજૂરી

Next Article