ઉત્તર પ્રદેશના કાનપુર લોકસભા સીટ પર ચૂંટણીનો માહોલ ગરમાયો છે. હાલમાં લોકસભાની ચૂંટણીના માહૌલ વચ્ચે ઈન્ટરનેશનલ રેસલર ધ ગ્રેટ ખલીના નામથી મશહુર દલીપ સિંહ રાણાએ ભાજપના ઉમેદવાર માટે મત માંગ્યા હતા. રોડ શો દરમિયાન ખલીએ પોતાની લોકપ્રિયતાની તાકાત દેખાડી હતી.ધ ગ્રેટ ખલીએ દલીપ સિંહ રાણાએ રોડ શો કરી ભાજપના ઉમેદવાર રમેશ અવસ્થી માટે મત માંગ્યો હતો. આ દરમિયાન તેની સાથે સેલ્ફી લેવા માટે યુવાઓમાં દોડા દોડ થઈ હતી. ખલીએ શહેરના લોકોને ભાજપના ઉમેદવારને સમર્થન આપવા અપીલ કરી હતી.
રોડ -શો દરમિયાન ખલીને જોવા માટે લોકોની ભીડ જામી હતી. લોકોએ પોત પોતાના ઘરની આગળ ફુલનો વરસાદ કરી ધ ગ્રેટ ખલીનું સ્વાગત કર્યું હતુ. ખલીએ હાથ ઉંચા કરીને સૌને અભિનંદન પણ આપ્યા હતા. તેમજ રમેશ અવસ્થીને મત આપી રેકોર્ડ મતથી જીત અપાવવાની અપીલ પણ કરી હતી.
ખલીએ કહ્યું કે,મે અનેક જગ્યાએ પ્રચાર કર્યો છે. તમામ સ્થળો પર ભાજપના ઉમેદવાર મજબુત છે. ઈન્ડિયા ગઠબંધનની કોઈ અસર ચૂંટણીમાં પડશે નહિ. આ ચૂંટણીમાં કાનપુરનો એક અલગ જ માહૌલ જોવા મળી રહ્યો છે. યુવાઓમાં જોશ અને જુનૂન છે. તેમણે કહ્યું ભારતમાં રમતને પ્રોત્સાહન આપવા માટે સરકાર પાસેથી ફંડ મળે છે. આટલું ફંડ બીજા દેશની સરકાર આપતી નથી. યુપીમાં રેસલિંગનું સ્તર પહેલાથી જ મજબુત છે. યુપીના ખેલાડીઓ હવે રેસલિંગમાં મેડલ લાવી રહ્યા છે.
એ જ રીતે પીએમ મોદીએ પણ સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. હું વિદેશમાં જ્યાં પણ ગયો ત્યાં જોયું કે પીએમ મોદીની ખ્યાતિ વધી છે. દસ વર્ષ પહેલા ભારતીય લોકોને વિદેશોમાં હીનતાના સંકુલની નજરે જોવામાં આવતા હતા, પરંતુ હવે એવું નથી. ભારત પ્રત્યે અન્ય દેશોનું વલણ બદલાયું છે. હવે વિદેશ જતા ખેલાડીઓ અને ભારતીયોને ઘણું સન્માન મળે છે.
આ પણ વાંચો : IPL 2024 : 10મી વખત પ્લેઓફમાંથી બહાર થઈ આ ટીમ, આ સાથે પોતાને નામ કર્યો એક ખરાબ રેકોર્ડ