Australia Cricket: ટિમ પેન અફઘાનિસ્તાન સામે રમવા માંગતો નથી, જાણો શું છે કારણ ?

|

Sep 11, 2021 | 9:55 AM

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તેના દેશમાં તાલિબાનોના કબજા બાદ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. ટી 20 રમવાની તેની આશાઓને પણ ફટકો પડ્યો છે.

Australia Cricket: ટિમ પેન અફઘાનિસ્તાન સામે રમવા માંગતો નથી, જાણો શું છે કારણ ?
Tim Paine

Follow us on

Australia Cricket: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan Cricket Board) તાલિબાનના કબજા બાદ સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. કેટલાક દેશો અફઘાનિસ્તાન સાથે રમવા માટે તૈયાર નથી. નવેમ્બરમાં અફઘાનિસ્તાન (Afghanistan)ની યજમાની કરનાર ઓસ્ટ્રેલિયન ટીમના ટેસ્ટ કેપ્ટન પણ એવા લોકોમાં છે જેઓ અફઘાનિસ્તાનને ક્રિકેટ રમવાનું સમર્થન કરતા નથી. ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન (Australia’s Test captain) ટિમ પેને કહ્યું છે કે, તે તેની અડધી વસ્તી સામે ભેદભાવ કરનાર પક્ષ સામે રમવાનું પસંદ કરશે નહીં.

આ વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ (Test match) યોજાવાની છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની પુરૂષ ટીમો વચ્ચેની ટેસ્ટ અફઘાનિસ્તાનની નવી ચૂંટાયેલી તાલિબાન સરકારે મહિલા ક્રિકેટ રમવાના વિરોધની જાહેરાત કર્યા બાદ રદ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ માટે એક શરત મૂકી છે

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

9 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા નિવેદનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ પુષ્ટિ કરી હતી કે, જો મહિલાઓની રમત (Women’s Game) અંગે તાલિબાનના મંતવ્યો સાચા હોય તો તે 27 નવેમ્બરથી હોબાર્ટમાં ટેસ્ટ સાથે આગળ વધી શકશે નહીં. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે વૈશ્વિક સ્તરે મહિલા ક્રિકેટ (Women’s Cricket)ના વિકાસને વેગ આપવો અતિ મહત્વનો છે.” ક્રિકેટ માટે અમારી દ્રષ્ટિ એ છે કે, તે બધા માટે રમત છે અને અમે મહિલાઓ માટે તમામ સ્તરે રમતને ટેકો આપીએ છીએ.

ટિમ પેન અફઘાનિસ્તાન સામે રમવા માંગતો નથી

પેને કહ્યું, મને નથી લાગતું કે, અમે એવા દેશો સાથે જોડાવા માંગીએ છીએ જે તેમની અડધી વસ્તીમાંથી તકો અથવા વસ્તુઓ છીનવી રહ્યા છે. તે દુ:ખદ છે. ટેસ્ટ કેપ્ટને કહ્યું, અમે ICC (International Cricket Council) તરફથી કશું સાંભળ્યું નથી. ટી 20 વર્લ્ડ કપ એક મહિનામાં છે. મને લાગે છે કે અફઘાનિસ્તાન માટે તેમાં ભાગ લેવો અશક્ય છે. તેણે કહ્યું, મને લાગે છે કે જો ટીમો તેની (અફઘાનિસ્તાન) સામે રમવાનો ઇનકાર કરે તો તેના માટે તે અશક્ય હશે (ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેવો) અને સરકારો મંજૂરી આપી રહી નથી તેઓ અમારી સરહદમાં પ્રવેશ કરે. તે ખૂબ જ મુશ્કેલ છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan Cricket Board)ના સીઈઓ હામિદ શિનવારીએ શુક્રવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને નવેમ્બર ટેસ્ટની યજમાની ન કરવાનો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરતા કહ્યું હતું કે, આવા નિર્ણયથી યુદ્ધગ્રસ્ત દેશને વધુ અલગ કરી દેવામાં આવશે. વચગાળાની સરકારની રચના થતાં જ તાલિબાને મહિલાઓને ક્રિકેટ અને અન્ય રમતોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેનાથી અફઘાનિસ્તાનની પુરુષ ટીમની ટેસ્ટ સ્થિતિ જોખમમાં મુકાઈ હતી.

 

આ પણ વાંચો :  Weight Loss Tips : વજન ઘટાડવા માટે ડાયેટમાં ડ્રમસ્ટિક ચાનો સમાવેશ કરો

Next Article