T20 World Cup : ટી 20 : વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા(Team India)ની જાહેરાત થવાની બાકી છે. કારણ કે, રમતગજત સાથે જોડાયેલ એક ખાનગી વેબસાઈટ દ્વારા પ્રસિધ્ધ કરેલ સમાચારના અહેવાલ મુજબ ટીમની પસંદગી કરવામાં આવી છે.રમતગજત સાથે જોડાયેલ એક ખાનગી વેબસાઈટ દ્વારા પ્રસિધ્ધ કરેલ સમાચાર મુજબ BCCIના એક ઉચ્ચ અધિકારી અને પસંદગી પેનલના સભ્ય પાસેથી આ વિશે જાણવા મળ્યું છે. અહેવાલ છે કે, પસંદગીકારોએ આ અંગે કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી સાથે પહેલેથી જ ચર્ચા કરી લીધી છે.
તેમની પાસેથી અભિપ્રાય લેતા, પસંદગી સમિતિએ ટીમ ઇન્ડિયા(Team India)ની પસંદગી પણ કરી છે. એટલે કે, હવે માત્ર જાહેરાત જ બાકી છે. અને રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયાની જાહેરાત આજે એટલે કે સોમવારે સાંજે અથવા મંગળવારે સવારે થઈ શકે છે.
અગાઉ, બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup)માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ઓવલમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચ (Test match) બાદ કરવામાં આવશે. ચોથી ટેસ્ટ મેચનો છેલ્લો દિવસ સોમવારે છે. BCCIની પસંદગી પેનલ દ્વારા T-20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓની પસંદગીના સમાચાર છે, જેની યાદી જાહેર કરવામાં આવશે.
આજે સાંજે અથવા મંગળવારે જાહેર કરવામાં આવશે
બીસીસીઆઇના એક સૂત્રએ રમતગજત સાથે જોડાયેલ એક ખાનગી વેબસાઈટ દ્વારા પ્રસિધ્ધ કરેલ સમાચાર
ને જણાવ્યું હતું કે, ટીમ ઇન્ડિયાની જાહેરાત ટેસ્ટ મેચના પરિણામ પર નિર્ભર રહેશે. જો મેચ વહેલી પૂરી થાય તો તેની જાહેરાત થઈ શકે છે. જો નહીં, તો મંગળવાર સુધી રાહ જુઓ. પરંતુ અમે પુષ્ટિ કરીએ છીએ કે ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ પસંદ કરવામાં આવી છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું ટીમ પહેલેથી જ નક્કી છે, તો અધિકારીએ હકારાત્મક જવાબ આપ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા કેપ્ટન વિરાટ કોહલી પસંદગીકારો સાથેની બેઠકનો એક ભાગ બન્યા જેમાં ટીમ અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા. ભારતની ટી 20 ટીમ પહેલાથી જ નક્કી છે. આવી સ્થિતિમાં, આ ચર્ચા માત્ર કેટલીક ખાલી જગ્યાઓ વિશે હતી.
ટી 20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની સંભવિત ટીમ ઇન્ડિયા:
કેએલ રાહુલ, રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ,ઋષભ પંત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), ભુવનેશ્વર કુમાર, શિખર ધવન
રિઝર્વ અને ઈર્જા માટે કવર વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, પૃથ્વી શો, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણ
આ પણ વાંચો : VIDEO: આર્જેન્ટીનાના 4 ખેલાડીઓને પકડવા મેદાનમાં ઉતર્યા પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ, બ્રાઝિલ સાથેની મેચ રદ