T20 World Cup 2021: ટીમ ઈન્ડિયા હજુ પણ પહોચી શકે છે સેમીફાઈનલમાં, જાણો શું છે ફોર્મ્યુલા ?

|

Nov 04, 2021 | 7:51 AM

India vs Afghanistan: ભારતે T20 વર્લ્ડ કપ 2021 માં પ્રથમ જીત નોંધાવી, અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું

T20 World Cup 2021: ટીમ ઈન્ડિયા હજુ પણ પહોચી શકે છે સેમીફાઈનલમાં, જાણો શું છે ફોર્મ્યુલા ?
Team India ( file photo)

Follow us on

ટીમ ઈન્ડિયાને આખરે T20 World Cup 2021 માં પહેલી જીત મળી છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે કારમી હાર બાદ ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં જોરદાર રીતે પરત ફર્યુ છે. અને અફઘાનિસ્તાનને એકતરફી રીતે હરાવ્યું. અબુ ધાબીમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 210 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાન ટીમ 20 ઓવરમાં સાત વિકેટના ભોગે, 144 રન જ બનાવી શકી અને 66 રનથી મેચ હારી ગઈ. આ મોટી જીત બાદ ભારતનો નેટ રન રેટ નેગેટિવથી પોઝીટીવ થઈ ગયો છે. અફઘાનિસ્તાન સામે જીત બાદ, ભારતનો નેટ રન રેટ હવે +0.073 છે અને તે હજુ પણ સેમિફાઇનલની રેસમાં છે. આવો અમે તમને જણાવીએ કે ટીમ ઈન્ડિયા હજુ પણ કેવી રીતે સેમીફાઈનલમાં પહોંચી શકે છે.

ટીમ ઈન્ડિયાને 3 મેચમાં માત્ર 1 જીત મળી છે અને તેની હજુ 2 મેચ બાકી છે. ટીમ ઈન્ડિયાએ હવે સ્કોટલેન્ડ અને નામિબિયા સામે રમવાનું છે, જેની સામે તેણે અફઘાનિસ્તાનની માફક જ મોટા માર્જિનથી જીત મેળવવી પડશે. ભારતે આ બંને ટીમોને ઓછામાં ઓછા 80 કરતા વધુ રનના માર્જિનથી હરાવવી પડશે.

ટીમ ઈન્ડિયાની આશા પણ અફઘાનિસ્તાન પર ટકી છે
સારૂ રમવાની સાથે સાથે ભારતીય ટીમે ખુદ અફઘાનિસ્તાનની જીતની ઈચ્છા રાખવી પડશે. જો અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને 53 રનથી ઓછા અંતરથી હરાવશે તો ભારતીય ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ કરી શકશે. જો અફઘાનિસ્તાન આના કરતા મોટા માર્જિનથી જીતશે તો આ ટીમ ક્વોલિફાય થશે. બીજી તરફ જો ન્યુઝીલેન્ડ અફઘાનિસ્તાનને હરાવશે તો કિવી ટીમ ક્વોલિફાય થશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તે સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં ક્વોલિફાઈ કરવા માટે હવે નસીબની જરૂર છે પરંતુ અહીં સારી વાત એ છે કે ભારતને આ ગ્રુપની છેલ્લી લીગ મેચ રમવાની છે અને ફાઈનલ મેચમાં શું કરવું તે ખબર પડશે. અફઘાનિસ્તાન સામે ભારતના પ્રદર્શનની વાત કરીએ તો બેટ્સમેન અને બોલરોએ શાનદાર રમત બતાવી છે.

રોહિત શર્મા જીતનો હીરો
રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે 47 બોલમાં 74 રનની તોફાની ઇનિંગ રમી હતી. રોહિતના બેટમાંથી 8 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. રોહિત શર્માએ કેએલ રાહુલ સાથે પ્રથમ વિકેટ માટે 140 રનની ભાગીદારી કરી, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માટે સૌથી મોટી ભાગીદારી છે. રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે કેએલ રાહુલે પણ 69 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની જીતમાં મોહમ્મદ શમી અને આર અશ્વિને પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. શમીએ 32 રનમાં 3 વિકેટ લીધી હતી. પરંતુ 4 વર્ષ પછી T20 ઈન્ટરનેશનલ રમતા અશ્વિને 4 ઓવરમાં માત્ર 14 રન આપીને 2 બેટ્સમેનોનો શિકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ

Petrol-Diesel Price Today : સરકારની પેટ્રોલ – ડીઝલના ભાવમાં ઘટાડાની દિવાળીની ભેટ બાદ તમારા શહેરમાં કેટલું સસ્તું થયું ઇંધણ? જાણો અહેવાલમાં

આ પણ વાંચોઃ

PM Modi 5 નવેમ્બરે પાંચમી વાર કરશે કેદારનાથ ધામની યાત્રા, પોણા ચારસો કરોડની યોજનાઓનું કરશે ઉદ્ઘાટન

Next Article