T20 World Cup 2021: પાકિસ્તાન 4 બોલરો સાથે ભારત સામે મેદાનમાં ઉતરશે! બાબર આઝમે નામોની જાહેરાત કરી

|

Oct 17, 2021 | 2:18 PM

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 4 બોલરોનું નામ આપ્યું છે તેણે કહ્યું કે આ 4 બોલરો છે, જેમના હાથમાં જો હું બોલ આપું તો તેઓ વિકેટ લઈ બહાર કાઢશે.

T20 World Cup 2021: પાકિસ્તાન 4 બોલરો સાથે ભારત સામે મેદાનમાં ઉતરશે! બાબર આઝમે નામોની જાહેરાત કરી
પાકિસ્તાન અને બાંગ્લાદેશ (Bangladesh vs Pakistan)વચ્ચેની સિરીઝ ખૂબ જ કપરી બની રહી છે. બાંગ્લાદેશે તેની છેલ્લી બે T20I શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવ્યું છે.

Follow us on

T20 World Cup 2021:ભારત અને પાકિસ્તાન(India vs Pakistan) 24 ઓક્ટોબરથી પોતાનું અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. આ બે કટ્ટર હરીફ ટીમોની પ્રથમ મેચ એકબીજા સામે છે.

ભારત આજ સુધી ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હાર્યું નથી. તો એ જ મેચ યુએઈમાં છે, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ખુશ છે,પાકિસ્તાન ટીમ યુએઈની પીચના મૂડથી સારી રીતે વાકેફ છે. કદાચ આ જ કારણ છે કે, તેણે ભારત સામે તેની બોલિંગ લાઇન-અપ (Bowling line-up) પહેલાથી જ નક્કી કરી લીધી છે.પાકિસ્તાન (Pakistan)ના કેપ્ટન બાબર આઝમે 4 બોલરોનું નામ આપ્યું છે તેણે કહ્યું કે આ તે 4 બોલરો છે, જેમના હાથમાં હું બોલ આપું તો તેઓ વિકેટ લેશે,

આ 4 પાકિસ્તાની બોલરો ભારત સામે રમશે

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

બાબર આઝમે એક પત્રકાર પરિષદ (Press conference)દરમિયાન ભારત સામેની મેચમાં જોઈ શકાય તેવા 4 બોલરોનું નામ આપ્યું – શાહીન આફ્રિદી, હસન અલી, હેરિસ રઉફ અને ઇમાદ વસીમ. આ ચાર બોલરોને યુએઈની પીચ પર રમવાનો ઘણો અનુભવ છે, પરંતુ ભારત સામે ટી 20 રમવાનો અનુભવ કોઈને નથી. આ ચાર બોલરોએ મળીને ભારત સામે 9 આંતરરાષ્ટ્રીય મેચ (International match) રમી છે, જેમાં તેઓએ 5 વિકેટ પણ લીધી છે.

પરંતુ, આ તમામ મેચો વનડેની રહી છે. તેમાં પણ માત્ર એક જ બોલર હસન અલીએ 5 વનડેમાં તમામ 5 વિકેટ લીધી છે. હેરિસ રઉફે ભારત સામે કોઈ મેચ રમી નથી. બીજી બાજુ, શાહીનને 1 વનડે રમવાનો અનુભવ છે અને ઇમાદ વસીમને ભારત સામે 3 વનડે રમવાનો અનુભવ છે.

2 ડાબા હાથના બોલરો 2 જમણા હાથના બોલરો

બાબર આઝમે (babar azam)ભારત સામે 4 ઝડપી બોલરો પર પોતાનો દાવ લગાવ્યો છે, જેમાંથી 2 ડાબા હાથ અને 2 જમણા હાથના બોલર છે. હવે જોવાનું એ રહે છે કે આ પાકિસ્તા(Pakistan)ની બોલરો, જેમની પાસે યુએઈની પીચ પર વિકેટ ઝડપવાનો અનુભવ છે, જ્યારે તેઓ ભારત સામે પ્રથમ ટી 20 રમવા આવે છે ત્યારે શું કરે છે.

આ વખતે ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં, 8 ટીમોને ક્વોલિફાયર તબક્કાના બે જૂથોમાં વહેંચવામાં આવી છે. જ્યારે 8 ટીમોને સુપર-12 ના 2 જૂથોમાં વહેંચવામાં આવી છે. ક્વોલિફાયર તબક્કાની 8 ટીમોમાંથી 4 ટીમો સુપર-12 માં સ્થાન બનાવશે.

આ પણ વાંચો : ચીને હાઇપરસોનિક મિસાઇલ લોન્ચ કરી, અવાજની ગતી કરતા પાંચ ગણી વધુ ઝડપી, આખરે ‘ડ્રેગન’ની યોજનાઓ શું છે?

આ પણ વાંચો : ભારતને ધમરોળી નાખવાના આતંકી સંગઠનોનું ષડયંત્ર, હિટલિસ્ટ તૈયાર કરી 200 લોકોને ખતમ કરવાનો તૈયાર કર્યો એક્શન પ્લાન

Next Article