AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીને હાઇપરસોનિક મિસાઇલ લોન્ચ કરી, અવાજની ગતી કરતા પાંચ ગણી વધુ ઝડપી, આખરે ‘ડ્રેગન’ની યોજનાઓ શું છે?

સામાન્ય રીતે ચીન દ્વારા હાથ ધરવામાં આવેલા પરીક્ષણો વિશેની માહિતી સાર્વજનિક કરવામાં આવે છે. પરંતુ ઓગસ્ટમાં લોન્ચિંગ ગુપ્ત રાખવામાં આવ્યું હતું.

ચીને હાઇપરસોનિક મિસાઇલ લોન્ચ કરી, અવાજની ગતી કરતા પાંચ ગણી વધુ ઝડપી, આખરે 'ડ્રેગન'ની યોજનાઓ શું છે?
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 10:42 AM
Share

ચીન (China) અવકાશને લઈને પોતાની મહત્વાકાંક્ષાઓ બતાવી રહ્યું છે. આ સ્થિતિમાં ફરી એક વખત ડ્રેગને અવકાશ સંબંધિત તેના ઇરાદા દર્શાવ્યા છે. શનિવારે ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ ચીને હાઇપરસોનિક મિસાઇલ (Hypersonic missile) લોન્ચ કરી હતી. આ મિસાઈલ પરમાણુ સક્ષમ મિસાઈલ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેઇજિંગે ઓગસ્ટમાં પરમાણુ સક્ષમ મિસાઇલ લોન્ચ કરી હતી, જે તેના લક્ષ્ય પર ઉતરતા પહેલા પૃથ્વીને નીચલી ભ્રમણ કક્ષામાં પ્રદક્ષિણા કરી હતી. અન્ય ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે મિસાઈલ તેના લક્ષ્યથી 32 કિમી દૂર ગઈ હતી. ફાઇનાન્શિયલ ટાઇમ્સે જણાવ્યું હતું કે હાઇપરસોનિક ગ્લાઇડ વ્હિકલ લોંગ માર્ચ રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ચીન દ્વારા હાથ ધરવામાં આવેલા પરીક્ષણો વિશેની માહિતી સાર્વજનિક કરવામાં આવે છે. પરંતુ ઓગસ્ટમાં લોન્ચિંગ ગુપ્ત રાખવામાં આવ્યું હતું.

હાઇપરસોનિક મિસાઇલોની ઝડપ ધ્વનિની ગતી કરતાં પાંચ ગણી વધારે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાઇપરસોનિક હથિયારો પર ચીનની પ્રગતિએ અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. ચીન ઉપરાંત અમેરિકા, રશિયા અને ઓછામાં ઓછા પાંચ અન્ય દેશો હાયપરસોનિક ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. હાઇપરસોનિક મિસાઇલો પરંપરાગત બેલિસ્ટિક મિસાઇલો જેવા પરમાણુ હથિયારો પહોંચાડી શકે છે. તેમની ઝડપ ધ્વનિની ગતી કરતાં પાંચ ગણી વધારે છે.

દુશ્મનના રડારથી બચવા તે ઝડપ ઘટાડે છે બેલિસ્ટિક મિસાઇલો તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે અવકાશમાં ઉંચી ઉડાન ભરે છે, જ્યારે હાયપરસોનિક વાયુમંડળમાં વાતાવરણમાં નીચા માર્ગ પર ઉડે છે. આ જ કારણ છે કે તે તેના લક્ષ્યને ખૂબ ઝડપી ગતિએ પહોંચે છે. હાયપરસોનિક મિસાઇલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની પાસે દુશ્મન રડારથી બચવાના ઘણા રસ્તાઓ છે. જેમ કે તે તેની ઝડપ ઘણી ઘટાડી શકે છે. તેને ટ્રેક કરવું અને બચવું મુશ્કેલ બનાવે છે. તે કેટલીક સબસોનિક ક્રુઝ મિસાઇલની જેમ કામ કરવાનું શરૂ કરે છે.

એટલા માટે ચીન હાઇપરસોનિક ટેકનોલોજી તૈયાર કરી રહ્યું છે અમેરિકા જેવા દેશોએ ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલો સામે રક્ષણ માટે રચાયેલ સિસ્ટમો વિકસાવી છે. પરંતુ હાઇપરસોનિક મિસાઇલને ટ્રેક અને શૂટ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી એ એક પ્રશ્ન છે. યુએસના CRS ના અહેવાલ મુજબ, ચીન હાઇપરસોનિક અને અન્ય ટેકનોલોજીમાં યુએસની પ્રગતિ સામે હેજિંગ કરવાનું મહત્વનું માને છે. આ જ કારણ છે કે ચીન આક્રમક રીતે હાઇપરસોનિક ટેકનોલોજી વિકસાવી રહ્યું છે.

આ પણ વાંચો : આવતા વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસને નવા અધ્યક્ષ મળશે, શું રાહુલ ગાંધી ફરી પાર્ટીના વડા બનશે? આપ્યો આ જવાબ

આ પણ વાંચો : ભારતને ધમરોળી નાખવાના આતંકી સંગઠનોનું ષડયંત્ર, હિટલિસ્ટ તૈયાર કરી 200 લોકોને ખતમ કરવાનો તૈયાર કર્યો એક્શન પ્લાન

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
g clip-path="url(#clip0_868_265)">