ગઈ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શનનું રાજ બતાવ્યુ ટી નટરાજને, કહ્યું ધોનીની સોનેરી સલાહે કેરિયર ચમકાવી દીધુ

|

Apr 07, 2021 | 5:13 PM

ટીમ ઈન્ડીયા (Team India)ના એક જ પ્રવાસ દરમ્યાન ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો હતો ટી નટરાજન (T Natrajan). તેણે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.

ગઈ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શનનું રાજ બતાવ્યુ ટી નટરાજને, કહ્યું ધોનીની સોનેરી સલાહે કેરિયર ચમકાવી દીધુ
T Natarajan-MS Dhoni

Follow us on

ટીમ ઈન્ડીયા (Team India)ના એક જ પ્રવાસ દરમ્યાન ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો હતો ટી નટરાજન (T Natrajan). તેણે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેણે IPL 2020 દરમ્યાન ધોનીની સલાહથી તેણે સ્લો બાઉન્સર અને કટર બોલીંગ નાંખી હતી, જેનાથી તેની બોલીંગની ધાર વધારે નીકાળવામાં મદદ મળી હતી. જેને લઈને જ ટીમ ઈન્ડીયાનો હિસ્સો બનવા સુધી પહોંચવાનો દરવાજો ખોલ્યો હતો. નટરાજને પણ પોતાની બોલીંગનો શ્રેય ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ને આપ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, ધોનીએ તેને સલાહ આપી હતી.

 

30 વર્ષીય નટરાજને પાછળના વર્ષે IPLમાં ઝડપી બોલીંગ વચ્ચે 71 બોલ યોર્કર કર્યા હતા. જેના વડે તેણે સફળતા મેળવીને સ્ટાર ખેલાડીઓની વિકેટ પણ મેળવી શક્યો હતો. એક સ્પોર્ટસ સંસ્થા સાથે કરેલી વાતચીત દરમ્યાન નટરાજને કહ્યુ હતુ કે, એમએસ ધોની જેવા ખેલાડી અંગે ચર્ચા કરવી એ જ મારા માટે મોટી વાત છે. તેમણે મારા ફિટનેસને લઈને વાત કરી હતી અને મારા ઉત્સાહને પણ વધારી દીધો હતો કે, અનુભવ સાથે હું વધારે સારો થતો જાઉં. તેમણે મને સલાહ આપી હતી કે, સ્લો બાઉન્સર અને કટર્સનો ઉપયોગ કરો. જે સલાહ મારા માટે ઉપયોગી નિવડી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

પાછળના વર્ષે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) તરફથી રમનારા ઝડપી બોલર નટરાજને ધોનીની પણ વિકેટ ઝડપી હતી, નટરાજનને આઈપીએલમાં શાનદાર પ્રદર્શનને લઈને ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ટીમ ઈન્ડીયામાં સ્થાન મળ્યુ હતુ. જોકે તેને પ્રવાસમાં રિઝર્વ તરીકે સાથે લઈ જવાયો હતો, જ્યાં એક બાદ એક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા તેને મોકો મળ્યો હતો. તેના માટે યાદગાર રહેલા પ્રવાસ દરમ્યાન તેણે ત્રણેય ફોર્મેટમાં રમવાની તક ઝડપી હતી.

 

ધોનીની વિકેટને યાદ કરતા નટરાજન એ કહ્યુ હતુ કે, મેં બેટ પાસે બોલ નાંખ્યો હતો અને તેમણે મોટો છગ્ગો લગાવી દીધો હતો. 100 મીટર કરતા પણ વધુ લાંબો છગ્ગો ધોનીએ લગાવ્યાના બીજા જ બોલે ધોનીની વિકેટ ઝડપી હતી. તેણે કહ્યુ હતુ કે, ડ્રેસીંગ રુમમાં પરત ફર્યા બાદ હું ખુબ જ ખુશ હતો. મેચ સમાપ્ત થયા બાદ ધોની સાથે વાત પણ કરી હતી.

 

આ પણ વાંચો: PAKvsSA: ફખર જમાન આઉટ વિવાદ, મિયાંદાદે કહ્યું વિકેટ પ્રત્યે ક્રિકેટરને પ્રેમિકા જેટલો લગાવ હોવો જોઈએ

Published On - 5:12 pm, Wed, 7 April 21

Next Article