Syed Mushtaq Ali Trophy : ભારતના તોફાની બોલરે ફરી ધુમ મચાવી, 6 બોલમાં 4 વિકેટ લઈને ટીમને જીત અપાવી

|

Nov 06, 2021 | 2:57 PM

ઉમરાન મલિકે હરિયાણા સામે 4 ઓવરની બોલિંગમાં 22 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ 4 વિકેટોમાંથી તેણે સતત 2 બોલમાં 2 વિકેટ ઝડપી હતી. જ્યારે બાકીની 2 વિકેટ એક જ ઓવરમાં 4 બોલના અંતરે લીધી હતી.

Syed Mushtaq Ali Trophy : ભારતના તોફાની બોલરે ફરી ધુમ મચાવી, 6 બોલમાં 4 વિકેટ લઈને ટીમને જીત અપાવી
ઉમરાન મલિકે હરિયાણા સામે 4 વિકેટ લીધી

Follow us on

Syed Mushtaq Ali Trophy : IPL 2021માં પોતાની ગતિથી બેટ્સમેનોને દંગ કરી દેનાર ઉમરાન મલિક (Umran Malik) હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી(Syed Mushtaq Ali Trophy)માં પણ પોતાનો એ જ રંગ ફેલાવી રહ્યો છે. તેનો કહેર IPL રમી રહેલા સ્ટાર્સની હરિયાણાની ટીમ પર તુટ્યો છે. ટુર્નામેન્ટના ગ્રુપ સીમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ટીમો વડોદરામાં આમને-સામને હતી. આ મેચમાં જમ્મુ-કાશ્મીર તરફથી રમતા ઉમરાન મલિકની ઝડપ જોવા મળી હતી, જેના માટે ટોપ ઓર્ડર, મિડલ ઓર્ડર કે હરિયાણાના લોઅર ઓર્ડર બેટ્સમેનો પાસે કોઈ જવાબ નહોતો.

હરિયાણાની ટીમે મેચમાં પ્રથમ બેટિંગ કરી અને આ દરમિયાન ઉમરાન મલિક (Umran Malik)નો કહેર જોવા મળ્યો. પરિણામ એ આવ્યું કે, હરિયાણા 20 ઓવર પણ રમી શક્યું ન હતું અને 19 ઓવરમાં 108 રન બનાવી શક્યું હતું. પરવેઝ રસૂલ 3 વિકેટ લઈને ટીમનો બીજો સફળ બોલર હતો.

ઉમરાન મલિકે 6 બોલમાં 4 વિકેટ ઝડપી!

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ઉમરાન મલિકે હરિયાણા સામે 4 ઓવરની બોલિંગમાં 22 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ 4 વિકેટોમાંથી તેણે સતત 2 બોલમાં 2 વિકેટ ઝડપી હતી. જ્યારે બાકીની 2 વિકેટ એક જ ઓવરમાં 4 બોલના અંતરે લીધી હતી. આ રીતે, તેણે 24 બોલમાં 22 રન આપ્યા, પરંતુ તેના 6 બોલ 4 વિકેટ માટે પૂરતા હતા. ઉમરાન મલિકના આ પ્રદર્શનથી જ્યાં હરિયાણાની ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી, ત્યારે જમ્મુ-કાશ્મીરને પણ જીતવા માટેનો આસાન ટાર્ગેટ મળ્યો.

J&Kએ 17 ઓવરમાં ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો

જમ્મુ-કાશ્મીરે 3 ઓવર પહેલા હરિયાણા તરફથી 109 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. તેણે આ લક્ષ્યાંક 17 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માટે પરવેઝ રસૂલ સૌથી સફળ બેટ્સમેન રહ્યો, જેણે 31 બોલમાં અણનમ 34 રન બનાવ્યા. આ સિવાય કેપ્ટન શુભમે 24 રનની ઇનિંગ રમી હતી. હરિયાણાની ટીમમાં ચહલ, જયંત યાદવ, હર્ષલ પટેલ (Hershal Patel) જેવા જાણીતા IPL બોલર હતા. પરંતુ તેમ છતાં તે 108ના સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (syed mushtaq ali trophy)માં હરિયાણાને હરાવનાર ઉમરાન મલિક IPL 2021માં સૌથી ઝડપી બોલર હતો. તેણે સતત 150થી વધુ બોલ ફેંક્યા. તેની આ જ પ્રતિભાને જોઈને તેને ICC T20 વર્લ્ડ કપ માટે નેટ બોલર તરીકે ટીમ ઈન્ડિયા (Team India)માં સામેલ કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો : Ahmednagar Hospital Fire: મહારાષ્ટ્રના અહમદનગર સિવિલ હોસ્પિટલમાં આગ લાગી, ICUમાં આ આગમાં 6 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

Next Article