jhulan goswami : ભારતના અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રીજી વનડેમાં નવો ઇતિહાસ રચીને કારકિર્દીની 600 વિકેટ પૂરી કરી છે. તેણે ઓસ્ટ્રેલિયન ઇનિંગની 9 મી ઓવરમાં કાંગારૂ ટીમને બે ફટકા આપ્યા, જેમાં રસેલ હેન્સ અને મેગ લેનિંગને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.
આ ઓવરમાં પ્રથમ વિકેટ લેતા જ ગોસ્વામી (jhulan goswami )એ પોતાની વિકેટની સંખ્યા 600 કરી લીધી. ગોસ્વામી પહેલાથી જ વનડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે, જેમાં તેણે 192 મેચમાં 239 વિકેટ લીધી છે.
38 વર્ષના દિગ્ગજ ટી -20 ક્રિકેટમાં 56 વિકેટ સાથે 2018માં નિવૃતી લીધી હતી. આ સિવાય તેણે 11 ટેસ્ટ મેચમાં 41 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માં કુલ 336 વિકેટ લીધી છે, જ્યારે સ્થાનિક ક્રિકેટમાં બીજી 264 વિકેટ લીધી છે. ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામે વર્તમાન વનડે સીરિઝ (ODI series)ની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની છેલ્લી ઓવર ફેંકી હતી, જ્યાં છેલ્લા બોલ પર ડ્રામા જોવા મળ્યો હતો.
Milestone Alert🚨: #TeamIndia stalwart @JhulanG10 has now completed 600 career wickets.🥁 #AUSvIND https://t.co/2QvSIEWMAk pic.twitter.com/lJOErMGq0e
— BCCI Women (@BCCIWomen) September 26, 2021
ઝુલન ગોસ્વામી(jhulan goswami )ની આ ઓવરના છેલ્લા બોલને અમ્પાયરે નો બોલ જાહેર કર્યો હતો, જેના કારણે ટીમ ઈન્ડિયા પાસેથી મેચ છીનવાઈ ગઈ હતી. ગોસ્વામી(jhulan goswami )ના બોલ પર જેને નો-બોલ કહેવામાં આવતો હતો, અમ્પાયરોએ કહ્યું કે, તે કમરની ઉંચાઈ કરતા વધારે છે,
તેથી તે નો-બોલ છે. અમ્પાયરના આ નિર્ણય પર ભારતીય ચાહકો સોશિયલ મીડિયા પર ગુસ્સે ભરાયા હતા. આ મેચમાં હાર થતાં જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝ (ODI series)પણ ગુમાવી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને આ હાર ત્યારે મળી જ્યારે ટીમ વિજયના ઉંબરે ઉભી હતી. જોકે, ઝુલન ગોસ્વામી ( Jhulan Goswami) દ્વારા ફેંકવામાં આવેલી છેલ્લી ઓવરમાં થયેલી એક ભૂલે ભારતના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. ઝુલને છેલ્લી ઓવરમાં નો બોલ (No Ball) ફેંક્યો હતો, જેના કારણે મેચ ઓસ્ટ્રેલિયા (Australia ) ના પક્ષમાં થઇ ગઈ હતી
આજે ભારતના અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રીજી વનડેમાં નવો ઇતિહાસ રચીને કારકિર્દીની 600 વિકેટ પૂરી કરી છે.