Cricket: શ્રીસંતની વાપસી સૈયદ મુશ્તાકઅલી T20 ટ્રોફી સાથે થઈ શકે

|

Dec 16, 2020 | 8:34 PM

ટીમ ઈન્ડીયાના પૂર્વ બોલર એસ શ્રીસંત ક્રિકેટના મેદાનમાં લાંબા સમય બાદ વાપસી કરતો નજરે ચઢી શકે છે.

Cricket: શ્રીસંતની વાપસી સૈયદ મુશ્તાકઅલી T20 ટ્રોફી સાથે થઈ શકે
Sreesanth

Follow us on

ટીમ ઈન્ડીયાના પૂર્વ બોલર એસ શ્રીસંત ક્રિકેટના મેદાનમાં લાંબા સમય બાદ વાપસી કરતો નજરે ચઢી શકે છે. 10 જાન્યુઆરીથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી20 ટુર્નામેન્ટ રમાનારી છે. આ ટુર્નામેન્ટની સાથે જ કોવિડ-19 મહામારીના બ્રેક બાદ ભારતમાં ડોમેસ્ટીક ક્રિકેટ યોજાઈ રહી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 માટે કેરળના 26 સંભવિતોની યાદી જાહેર કરાઈ છે. જેમાં શ્રીસંતનું પણ નામ સામેલ છે.

શ્રીસંતને આઈપીએલની મેચ ફિક્સીંગના મામલામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પ્રતિબંધ કરી દીધો હતો. કેરળ દ્વારા જારી કરાયેલા લિસ્ટમાં 37 વર્ષીય આ ખેલાડીના ઉપરાંત અન્ય ક્રિકેટરો પણ સામેલ છે. જેમાં સંજુ સેમસન, સચિન બેબી, ઝલઝ સક્સેના, રોબિન ઉથપ્પા અને બાસિલ થંમ્પિ જેવા અનુભવી ખેલાડીઓ સામેલ છે. શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ ગત સપ્ટેમ્બર માસમાં ખતમ થયો હતો. સુત્રોના મુજબ તે 20થી 30 ડિસેમ્બર સુધી થનારી ટીમની શિબીરમાં ભાગ લેશે. આના પહેલા કેરળ ક્રિકેટ સંઘ દ્વારા આયોજીત T20 સીરીઝમાં એક ટીમ માટે તે પસંદ થયો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તેણે આખરી વખત ટીમ ઈન્ડીયામાં 2011માં પ્રતિનિધિત્વ કર્યુ હતુ. તે વર્ષ 2007માં T20 વિશ્વકપ અને 2011માં વન ડે વિશ્વકપ જીતવા વાળી ભારતીય ટીમનો હિસ્સો રહ્યો હતો. કોવિડ-19 મહામારીના કારણે તે ઘરેલુ ટી20 ટુર્નામેન્ટનું આયોજન મોડું થઈ રહ્યુ છે. આ 2020-21ની સિઝનનું બીસીસીઆઈની પહેલ ઘરેલુ ટુર્નામેન્ટ હશે.

 

આ પણ વાંચો: સિનિયર સિટીઝન્સને મોદી સરકારની મોટી ભેટ, વિમાની ભાડા પર મળશે 50% ડિસ્કાઉન્ટ

Published On - 8:32 pm, Wed, 16 December 20

Next Article