Sports Awards 2021: નીરજ ચોપરા, મનપ્રીત સિંહ, મિતાલી રાજને મળ્યો Khel Ratna Award

|

Nov 13, 2021 | 9:28 PM

આ વર્ષે કુલ 12 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે કુલ 35 ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Sports Awards 2021: નીરજ ચોપરા, મનપ્રીત સિંહ, મિતાલી રાજને મળ્યો Khel Ratna Award
નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક-2020માં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે મનપ્રીત બ્રોન્ઝ મેડલ વિજેતા હોકી ટીમનો કેપ્ટન હતો

Follow us on

Sports Awards 2021: રમતગમતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ખેલાડીઓ, કોચને આજે રમત ગમત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) રાષ્ટ્રપતિ ભવનમાં રમત પુરસ્કારોનું વિતરણ કર્યું. દર વર્ષે રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારને વિવિધ કેટેગરીમાં પુરસ્કારો આપવામાં આવે છે.

જેમાં ખેલ રત્ન, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ (Lifetime Achievement Award), રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક એવોર્ડ, મૌલાના અબુલ કલામ આઝાદ એવોર્ડનો સમાવેશ થાય છે. જો કે હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદ (Major Dhyan Chand)ના જન્મદિવસ 29 ઓગસ્ટે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આ વખતે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક (Paralympic) રમતોના કારણે આ પુરસ્કારોની જાહેરાતમાં વિલંબ થયો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

 

રમતગમતની દુનિયામાં સર્વોચ્ચ સન્માન ખેલ રત્ન એવોર્ડ  (Khel Ratna Award) આ વર્ષે 12 ખેલાડીઓને આપવામાં આવશે. આ પહેલીવાર છે જ્યારે એક સાથે આટલા બધા ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવતો હોય છે. પહેલા 11 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહનું નામ પણ તેમાં જોડાયું હતું.

ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ જીતનાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાને આ એવોર્ડ આપવામાં આવ્યો. આ સિવાય પુરુષ કુસ્તીબાજ રવિ દહિયા, મહિલા બોક્સર લવલિના બોરગોહેન, હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ, પેરાલિમ્પિક મેડલિસ્ટ શૂટર અવની લેખરા, પેરાથ્લેટ સુમિત અંતિલ, પેરા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત, કૃષ્ણ નાગર, પેરા શૂટર મનીષ નરવાલના નામ સામેલ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ, હોકી ટીમના કેપ્ટન સુનીલ છેત્રીને પણ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

35 લોકોને અર્જુન એવોર્ડ

આ સાથે જ કુલ 35 લોકોને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટાભાગના ખેલાડીઓ હોકી સાથે સંકળાયેલા હતા. જેમાં પુરૂષ અને મહિલા બંને ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતીય પુરુષ હોકી ટીમે ચાર દાયકા બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. આ વખતે ટીમ બ્રોન્ઝ મેડલ સાથે વાપસી કરી હતી. આ સાથે જ મહિલા ટીમે પ્રથમ વખત ઓલિમ્પિક ગેમ્સની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. બ્રોન્ઝ મેડલની મેચમાં તેણીનો પરાજય થયો હતો.

પુરુષ ટીમમાંથી દિલપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ, રુપિન્દર પાલ સિંહ, સુરેન્દ્ર કુમાર, અમિત રોહિદાસ, બિરેન્દર લાકરા, સુમિત, નીલકાંત શર્મા, હાર્દિક સિંહ, વિવેક સાગર સિંહ, ગુરજંત સિંહ, મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, વરુણ કુમાર છે. આ સાથે જ આમાં ક્રિકેટર શિખર ધવનનું નામ પણ સામેલ છે. આ યાદીમાં તલવારબાજ ભવાની દેવીની સાથે ઘણા પેરા એથ્લેટ્સનો પણ સમાવેશ થાય છે.

દ્રોણાચાર્ય એવોર્ડ

એથ્લેટિક્સ કોચ ટીપી ઓસેફ, ક્રિકેટ કોચ સરકાર તલવાર એવા કોચમાં સામેલ છે જેમને લાઈફ ટાઈમ કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં હોકી કોચ સરપાલ સિંહ, કબડ્ડી કોચ આશાન કુમાર અને સ્વિમિંગ કોચ તપન કુમાર પાણિગ્રહીનું નામ પણ સામેલ છે. બીજી તરફ એથ્લેટિક્સ કોચ રાધાકૃષ્ણન નાયર, બોક્સિંગ કોચ સંધ્યા ગુરુંગ, હોકી કોચ પ્રિતમ સિવાચ, પેરા શૂટિંગ કોચ જય પ્રકાશ નૌટિયાલ, ટેબલ ટેનિસ કોચ સુબ્રમણ્યમ રમણને દ્રોણાચાર્ય એવોર્ડની નિયમિત શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે.

લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ

લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની યાદીમાં કોચ લેખ કેસી, ચેસ કોચ અભિજીત કુંટે, હોકી કોચ દવિન્દર સિંહ ગરચા, કબડ્ડી કોચ વિકાસ કુમાર, કુસ્તી સજ્જન સિંહના નામ સામેલ છે.

આ પણ વાંચો : મણિપુરમાં સુરક્ષાદળના જવાનો પર હુમલો, આસામ રાયફલ્સના CO સહિત 7ના મોત,રાજનાથ સિંહે કહ્યુ હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે

Published On - 5:44 pm, Sat, 13 November 21

Next Article