FIFA World Cup Final સટ્ટાબજારમાં આ ટીમ છે ફેવરિટ, 5.5 અબજ ડોલરથી વધુનો ખેલાયો સટ્ટો, મેસ્સી-ટ્રમ્પ ઉપર પણ લગાડાયો છે દાવ

ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ પહેલાં વૈશ્વિક પ્રેડિક્શન માર્કેટમાં કરોડો નહીં પરંતુ અબજો ડોલરની બેટિંગ જોવા મળી રહી છે. વિશ્વભરના સટ્ટાબજારના ટ્રેન્ડ મુજબ એક ટિમને ખૂબ જ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી ટિમને અંડરડોગ તરીકે મેદાનમાં ઉતરશે તેવુ માનવામાં આવે છે. બે મોટા પ્રેડિક્શન માર્કેટ પ્લેટફોર્મ પર કુલ મળીને અંદાજે 5.5 અબજ ડોલરથી વધુની સટ્ટા બેટિંગ થઈ ચૂકી છે, જે આ ફાઇનલ પ્રત્યેની ભારે ઉત્સુકતા દર્શાવે છે.

FIFA World Cup Final સટ્ટાબજારમાં આ ટીમ છે ફેવરિટ, 5.5 અબજ ડોલરથી વધુનો ખેલાયો સટ્ટો, મેસ્સી-ટ્રમ્પ ઉપર પણ લગાડાયો છે દાવ
Image Credit source: getty
| Updated on: Jul 19, 2026 | 12:12 PM

Spain vs Argentina World Cup Final Betting : આજે રાત્રે અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલા મેટલાઇફ સ્ટેડિયમમાં રમાનારી, FIFA World Cup 2026 Final પહેલાં સટ્ટા બેટિંગમાં મોખરાના પ્લેટફોર્મમાં ખૂબ જ આશ્ચ્યજનક રીતે એક જ ટીમને વિજેતા તરીકે આગળ રાખે છે. બિટકોઈન ડોટ કોમના અહેવાલ અનુસાર સટ્ટા બેટિંગના પ્લેટફોર્મ Polymarket અને Kalshi નામના પ્રેડિક્શન માર્કેટ પ્લેટફોર્મ પર સ્પેનની જીતની સંભાવના સૌથી વધુ દર્શાવવામાં આવી રહી છે.

Polymarket પર સ્પેનને સૌથી મોટો ટેકો

Polymarket પર વર્લ્ડ કપ વિજેતા માટેના માર્કેટમાં અત્યાર સુધીમાં લગભગ 4.28 અબજ ડોલરનું ટ્રેડિંગ થયું છે. અહીં સ્પેનની જીતની સંભાવના લગભગ 59 ટકા દર્શાવવામાં આવી છે, જ્યારે આર્જેન્ટિનાની જીતની સંભાવના આશરે 40 ટકા દર્શાવવામાં આવી રહી છે.

રસપ્રદ વાત એ છે કે, જીતની સંભાવના ઓછી હોવા છતાં આર્જેન્ટિના ઉપર પણ મોટી રકમ લગાવવામાં આવી રહી છે. ટ્રેડર્સે સ્પેન પર અંદાજે 123.5 મિલિયન ડોલર, જ્યારે આર્જેન્ટિના પર લગભગ 158 મિલિયન ડોલરને સટ્ટાના દાવ પર લગાવ્યા છે.

Kalshi પર પણ સમાન ટ્રેન્ડ

બીજા પ્રેડિક્શન પ્લેટફોર્મ Kalshi ઉપર પણ લગભગ 1.29 અબજ ડોલરનું ટ્રેડિંગ નોંધાયું છે. અહીં પણ સ્પેનને 59 ટકા અને આર્જેન્ટિનાને લગભગ 41 ટકા જીતની સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને તેના આધારે જ સટ્ટો રમવામાં આવી રહ્યો છે.

Kalshiના આંકડા મુજબ જો કોઈ સ્પેનની જીત પર દાવ લગાવે તો તેને 1.65 ગણું વળતર મળી શકે છે, જ્યારે આર્જેન્ટિના માટે 2.34 ગણું પેમેન્ટ દર્શાવવામાં આવ્યું છે.

ગોલ્ડન બૂટ માટે મેસ્સી સૌથી આગળ

ટૂર્નામેન્ટના ટોપ સ્કોરર એટલે કે ગોલ્ડન બૂટ માટે પણ લિયોનેલ મેસ્સી સૌથી આગળ છે. Polymarket પર મેસ્સીની સંભાવના લગભગ 57 ટકા છે, જ્યારે કિલિયન એમબાપ્પે લગભગ 42 ટકા પર છે. આજે ઈગ્લેન્ડ સામેની ત્રીજા ક્રમાંક માટેની મેચમાં, કિલિયન એમબાપ્પે 2 ગોલ ફટકાર્યા હતા.

ગોલ્ડન બોલ એટલે કે ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી માટે મેસ્સીનું પ્રભુત્વ વધુ મજબૂત જોવા મળી રહ્યું છે. બંને પ્લેટફોર્મ પર મેસ્સીને લગભગ 90 ટકાથી વધુ સંભાવના આપવામાં આવી રહી છે.

નિયમિત સમયના પરિણામ પર અલગ માર્કેટ

Kalshiમાં મેચના નિયમિત 90 મિનિટના પરિણામ માટે અલગ માર્કેટ પણ ઉપલબ્ધ છે. તેના અનુસાર:

  • સ્પેનની સીધી જીતની સંભાવના: 43%
  • ડ્રો થવાની સંભાવના: 32%
  • આર્જેન્ટિનાની સીધી જીતની સંભાવના: 28%

તે ઉપરાંત, 2 થી વધુ ગોલ થવાની સંભાવના લગભગ 43 ટકા દર્શાવવામાં આવી છે, જ્યારે આર્જેન્ટિના ઓછામાં ઓછો એક ગોલ કરશે તેવી સંભાવના 66 ટકા માનવામાં આવી રહી છે.

ટ્રમ્પની હાજરી ઉપર પણ સટ્ટો

ફાઇનલ મેચમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપશે કે નહીં તેના પર પણ બંને પ્રેડિક્શન માર્કેટમાં અલગ કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ છે. Polymarket પર ટ્રમ્પની હાજરીની સંભાવના લગભગ 97 ટકા દર્શાવવામાં આવી રહી છે.

નોંધ: પ્રેડિક્શન માર્કેટમાં દર્શાવાતી સંભાવનાઓ સટ્ટાબજારના ટ્રેડિંગ ટ્રેન્ડ પર આધારિત હોય છે. તે મેચના વાસ્તવિક પરિણામની ખાતરી આપતી નથી.

 

ઈંગ્લેન્ડે મેદાનમાં ફ્રાન્સને 6-4થી રગદોળી નાખ્યું, 44 વર્ષ બાદ રમાઈ આવી રસાકસીભરી મેચ

 

Follow Us