સાક્ષીએ 14 વર્ષ પછી ધોની સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરી, જુઓ viral boomerang video

પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ પરિવાર સાથે જયપુરમાં એક લગ્નમાં હાજરી આપી હતી, જ્યાં ધોની અને સાક્ષીએ ખૂબ જ મસ્તી કરી હતી. આ લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સાક્ષીએ 14 વર્ષ પછી ધોની સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરી,  જુઓ viral boomerang video
sakshi dhoni share a special picture
| Edited By: | Updated on: Dec 20, 2021 | 3:11 PM

Sakshi Dhoni : ભારતના ભૂતપૂર્વ એમએસ ધોનીએ વર્ષ 2010માં સાક્ષી ધોની સાથે લગ્ન કર્યા હતા. બંને વર્ષ 2015માં જીવા નામની પુત્રીના માતા-પિતા બન્યા હતા.ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) આ દિવસોમાં ભલે ક્રિકેટથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા (Social media) પર તેની ચર્ચા થતી રહે છે. હાલમાં જ તેની પત્ની સાક્ષી ધોનીની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં માહી સૂટ બૂટમાં જોવા મળ્યો હતો.

પ્રફુલ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)તેની પુત્રી જીવા અને પત્ની સાક્ષી ધોની સાથે જયપુર પહોંચ્યા હતા. સાક્ષી ધોનીએ લગ્નના એક કાર્યક્રમની તસવીર શેર કરી જેમાં બંને એકબીજા સાથે સારો સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે.

 

 

સાક્ષી ધોનીએ કેપ્શનમાં લખ્યું, ’14 વર્ષ, જ્યારે અમે પહેલીવાર મળ્યા હતા.’ સાક્ષી અને ધોનીની પહેલી મુલાકાત વર્ષ 2007માં થઈ હતી. ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ વર્ષ 2010માં લગ્ન કર્યા  હતા.સાક્ષી અને ધોનીને જીવા નામની એક પુત્રી છે. એમએસ ધોની ફેબ્રુઆરી 2015માં પ્રથમ વખત પિતા બન્યો હતો અને જીવા છ વર્ષની છે.

 

 

મહેન્દ્ર સિંહ ધોનીએ આ વર્ષે પોતાની IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બનાવી હતી. ધોનીને આગામી ત્રણ સિઝન માટે ચેન્નાઈએ જાળવી રાખ્યો છે. તે જ સમયે, તે ટી20 વર્લ્ડ કપમાં મેન્ટર તરીકે ટીમ ઈન્ડિયા સાથે ગયો હતો. જોકે ટીમ નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી શકી ન હતી.કોંગ્રેસના નેતા પ્રફુલ પટેલના પુત્રના લગ્નમાં આ દંપતીએ હાજરી આપી હતી. આ લગ્નમાં ધોની અને સાક્ષી વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી.

 

 

આ પણ વાંચો : Maharashtra : ‘મારી સામે કાર્યવાહી કરવા માગતા હોય તો OSD બની જાઓ’, નવાબ મલિકે ભુતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ પર કર્યા આકરા પ્રહા

આ પણ વાંચો : માઉન્ટ આબુમાં રોમાંચિત મોસમ: 0 ડીગ્રી તાપમાનથી મેદાની વિસ્તારો સહિતના સ્થળોએ બરફના થર જામ્યા, જુઓ નજારો