ફરી ક્રિકેટના મેદાન પર જોવા મળશે યુવરાજસિંહ અને વસીમ અકરમ, સચિન તેંડુલકર હશે ટીમના કોચ

|

Jan 27, 2020 | 7:53 AM

વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય રહી ચૂકેલા પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજસિંહ અને પાકિસ્તાનના દિગ્ગજ ફાસ્ટ બોલર વસીમ અકરમ બુશફાયર ક્રિકેટ બેશ મેચમાં સાથે રમશે. રસપ્રદ વાત એ છે કે સચિન તેંડુલકર આ મેચમાં એક ટીમના કોચ હશે. Yuvraj Singh&Wasim Akram are the first confirmed international players to play in the Bushfire Cricket Bash fundraising […]

ફરી ક્રિકેટના મેદાન પર જોવા મળશે યુવરાજસિંહ અને વસીમ અકરમ, સચિન તેંડુલકર હશે ટીમના કોચ

Follow us on

વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય રહી ચૂકેલા પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજસિંહ અને પાકિસ્તાનના દિગ્ગજ ફાસ્ટ બોલર વસીમ અકરમ બુશફાયર ક્રિકેટ બેશ મેચમાં સાથે રમશે. રસપ્રદ વાત એ છે કે સચિન તેંડુલકર આ મેચમાં એક ટીમના કોચ હશે.

 

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભયાનક આગથી પ્રભાવિત લોકોની મદદ કરવાના ઉદ્દેશ્યથી ભંડોળ એકત્ર કરવા માટે 8 ફેબ્રુઆરીએ એક ચેરિટી ક્રિકેટ મેચ રમાશે. એક અહેવાલ મુજબ અકરમ અને યુવરાજ સિવાય ઓસ્ટ્રેલિયાના પૂર્વ સલામી બેટ્સમેન જસ્ટિન લેંગર અને મેથ્યૂ હેડને પણ આ મેચમાં રમવાની પુષ્ટિ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ન અને પોન્ટિંગ એક માત્ર ચેરિટી મેચમાં ટીમનું નેતૃત્વ કરશે અને આ મેચને ‘ઓલ-સ્ટાર ટી-20 મેચ’ નામ આપવામાં આવ્યું છે. સચિન તેંડુલકરને બુશફાયર ક્રિકેટ બેશ મેચ પોન્ટિંગ ઈલેવનની ટીમના કોચ બનાવવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ફાસ્ટ બોલર કોર્ટની વાલ્શને વાર્ન ઈલેવન ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. આ મેચથી એકત્ર થયેલું ભંડોળ ઓસ્ટ્રેલિયન રેડક્રોસ અને રાહત બચાવ ફંડને દાન કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article