રોહિત શર્માની ભૂલનો ભોગ, એશિયા કપમાં આખી ટીમ ઈન્ડિયા બનશે ?

|

Aug 22, 2023 | 1:13 PM

એશિયા કપ માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયામાં જે એક ખેલાડીની ગેરહાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યુ એ નામ છે 'યુઝવેન્દ્ર ચહલ'. એશિયા કપ શ્રીલંકામાં યોજાવાનો છે અને ત્યાં સ્પિનરોનો રેકોર્ડ સારો છે છતાં ચહલને ટીમમાં પસંદગી ના થતા એક જ સવાલ થઈ રહ્યો છે કે શું ભારતે ચહલને બહાર કરી મોટી ભૂલ તો નથી કરી ને?

રોહિત શર્માની ભૂલનો ભોગ, એશિયા કપમાં આખી ટીમ ઈન્ડિયા બનશે ?
Rohit-Chahal

Follow us on

એશિયા કપ (Asia Cup 2023) માટે ટીમની પસંદગી કરતી વખતે ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર મોટી ભૂલ કરી હોય એવું લાગી રહ્યું છે, સાથે જ સુકાની રોહિત શર્મા (Rohit Sharma)એ મોટી ટુર્નામેન્ટ પહેલા ફરી એકવાર ભૂલોનું ખાતું ખુલી નાખ્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે ટીમની પસંદગી કરવામાં આવી હતી ત્યાં તે પણ હાજર હતો. જો તે ઇચ્છતો તો પોતાની વાત કહી આ ભૂલને અટકાવી શક્યો હોત.પરંતુ તેને આમ ન કર્યું અને હવે જ્યારે ટીમના 17 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે, તો એ નિશ્ચિત છે કે એક યા બીજા સમયે ટીમ ઈન્ડિયા (Team India)ને એશિયા કપની મેચો દરમિયાન આ ભૂલનો ભોગ બનવું પડી શકે છે.

ટીમમાં એક પણ લેગ સ્પિનર નહીં

એશિયા કપની પસંદગી વખતે ટીમ ઈન્ડિયામાં એક પણ લેગ સ્પિનર નથી. ભારતીય ટીમે ટીમમાં એક પણ લેગ સ્પિનરને પસંદ ન કરીને આ મોટી ભૂલ કરી છે. જે લેગ સ્પિન ભારતની તાકાત હતી તે જ ટીમમાં નથી. આવું હોવું ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈ છે. કારણ કે એશિયા કપ શ્રીલંકામાં યોજાવાનો છે, જ્યાં તાજેતરના સમયમાં લેગ-સ્પિનરોનો દબદબો રહ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ભારતે ચહલને કેમ પસંદ ન કર્યો?

એશિયા કપ માટે ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ અત્યાર સુધીમાં પોતાની ટીમની જાહેરાત કરી ચૂકી છે. આ ચાર ટીમોમાં ભારતને બાદ કરતાં બાકીની ત્રણ ટીમોમાં ઓછામાં ઓછા એકથી બે અને ત્રણ લેગ-સ્પિનરો છે. આ સિવાય શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેમની તાકાત પણ લેગ-સ્પિન રહી છે. શ્રીલંકા પાસે વેનેન્દુ હસરાંગા છે જ્યારે અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન જેવા લેગ-સ્પિનરો છે.

LPL 2023માં લેગ સ્પિનરોનું વર્ચસ્વ

ભારતીય ટીમમાં એક પણ એવો ખેલાડી નથી જે લેગ સ્પિન કરી શકે. જ્યારે શ્રીલંકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી લંકા પ્રીમિયર લીગમાં લેગ-સ્પિનરો સારું પ્રદર્શન કર્યું છે. વેનેન્દુ હસરંગાએ સૌથી વધુ વિકેટ લીધી છે, જે લેગ સ્પિનર ​​છે. હસરંગાએ LPL 2023ની 10 ઇનિંગ્સમાં 10.73ની એવરેજથી 19 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : Asia Cup 2023: શ્રેયસ અય્યર કે તિલક વર્મા, કોની સાથે રમશે ટીમ ઈન્ડિયા, રોહિત શર્માનું વધ્યું ટેન્શન

લેગ સ્પિનરોના આ પણ ફાયદા

શ્રીલંકાની પીચો પર લેગ સ્પિનરના આ મૂડને જોઈને એવું ન કહી શકાય કે તે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને લેગ સ્પિનરની જરૂર નથી. ડાબા હાથના બેટ્સમેનોને નિયંત્રિત કરવામાં લેગ સ્પિનની પણ મોટી ભૂમિકા હોય છે. લેગ સ્પિનરનું સૌથી ઘાતક હથિયાર ગુગલી છે, જેનો ઉપયોગ ડાબા અને જમણા હાથના બેટ્સમેનોને છેતરવા માટે થાય છે.

શું ચહલને ટીમમાં ન હોવું જોઈએ?

હવે સવાલ એ છે કે શું ટીમની પસંદગી કરવા બેઠેલા ભારતીય પસંદગીકારોની સામે લંકા પ્રીમિયર લીગના આંકડા ઉપલબ્ધ ન હતા? શું તેઓએ યુઝવેન્દ્ર ચહલને ધ્યાનમાં ન લેવો જોઈએ કે મેચ શ્રીલંકામાં છે જ્યાં લેગ-સ્પિન એક મોટું હથિયાર બની શકે છે? અને જ્યારે મેચ શ્રીલંકામાં છે ત્યારે ટીમમાં 4 ફાસ્ટ બોલરોની શું જરૂર હતી. જ્યારે ટીમમાં 2 ઓલરાઉન્ડર પણ હતા.લેગ સ્પિનર ​​ચહલને પસંદ ન કરીને તેઓએ જે ભૂલ કરી છે. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન અને શ્રીલંકા જેવી મોટી ટીમો સામે ભારતને આ ભૂલનો ભોગ બનવું પડી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:12 pm, Tue, 22 August 23

Next Article