Ravindra Jadeja એ કેપ્ટનશીપ છોડી, ચેન્નાઈની ટીમના ખરાબ પ્રદર્શનને લઈ લીધો નિર્ણય, ધોની ફરી કેપ્ટનની ભૂમિકામાં

|

Apr 30, 2022 | 10:22 PM

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ સિઝનની શરુઆતમાં સોંપવામાં આવી હતી. મહેન્દ્રસિંહ ધોની બાદ જાડેજાને આ જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ટીમની સ્થિતી સિઝનમાં મુશ્કેલ બની ગઈ છે.

Ravindra Jadeja એ કેપ્ટનશીપ છોડી, ચેન્નાઈની ટીમના ખરાબ પ્રદર્શનને લઈ લીધો નિર્ણય, ધોની ફરી કેપ્ટનની ભૂમિકામાં
Ravindra jadeja ને સિઝન પહેલા જ કેપ્ટન બનાવાયો

Follow us on

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો છે. IPL 2022 માં ટીમના ખરાબ પ્રદર્શન બાદ જાડેજાએ ફરી કેપ્ટનશિપ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ને આપવાનો નિર્ણય કર્યો છે. IPL 2022 ની શરૂઆતના માત્ર 2 દિવસ પહેલા જ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ધોનીએ લાંબા અને સફળ કાર્યકાળ બાદ તેને પોતાના અનુગામી તરીકે પસંદ કર્યો હતો, પરંતુ ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવા છતાં, ચેન્નાઈની ટીમ માટે આ સિઝન સારી રહી ન હતી અને પ્રથમ 8 મેચમાંથી ટીમ 6માં હારી ગઈ હતી, જેના પછી તે પોઈન્ટ્સ ટેબલમાં 9મા સ્થાને છે.

શનિવારે 30 એપ્રિલે, CSKની 9મી મેચના એક દિવસ પહેલા, ફ્રેન્ચાઇઝીએ એક નિવેદન જારી કરીને આ ફેરફારની જાહેરાત કરી હતી. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરાયેલા આ નિવેદનમાં, CSK એ જણાવ્યું હતું કે, “રવીન્દ્ર જાડેજાએ તેની રમત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો છે અને એમએસ ધોનીને CSK ની બાગડોર સંભાળવા વિનંતી કરી છે. એમએસ ધોનીએ દરેકના હિતોને ધ્યાનમાં રાખીને CSKની બાગડોર સંભાળવા સંમતિ આપી છે, જેથી જાડેજાને તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળે.

Video : તમારા ઘરમાં દેશી ટોઇલેટ છે ? જાણી લો રંક માંથી રાજા બનવાનું રહસ્ય
IPL 2025 Retention Player List : તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી, જુઓ
રાજકોટનાં ગોંડલ અક્ષરમંદિર ખાતે દિવાળીનાં પર્વની ઉજવણી કરાઈ
અમિત શાહે સાળંગપુર BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી
ઇલાયચી ખિસ્સામાં રાખવાથી શું ફાયદા થાય ? જાણી લો
સતત વજન ઘટતું રહેવું હોઈ શકે છે આ ગંભીર બીમારીઓનો સંકેત

 

ચેન્નાઈની સ્થિતી કંગાળ

ચાર વખત CSKને ચેમ્પિયન બનાવનાર ધોનીએ આ સિઝનના બે દિવસ પહેલા જ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. તેણે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તેના અનુગામી તરીકે પસંદ કર્યા હતા. જાડેજા પ્રથમ વખત સિનિયર લેવલે કેપ્ટનશીપ કરી રહ્યો હતો. નવા કેપ્ટન અને બદલાયેલી ટીમ સાથે CSKનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને ટીમ માત્ર પ્રથમ 4 મેચ હારી હતી. આ પછી, તેમને ફક્ત 2 જીત મળી, પરંતુ સિઝનની પ્રથમ 8 મેચમાં 6 હાર પછી, CSK પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. CSKની આગામી મેચ રવિવાર, 1 મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે, જેમાં ધોની ફરીથી ટીમની કમાન સંભાળશે.

જાડેજાનું પ્રદર્શન પણ બગડ્યું હતું

માત્ર ટીમ જ નહીં, ખુદ જાડેજાનું પ્રદર્શન પણ ખરાબ રીતે પડી ગયું. છેલ્લી સિઝન સુધી બેટથી ધમાલ મચાવનાર જાડેજા આ વખતે રંગમાં જોવા મળ્યો નહોતો. ટીમ માટે પાંચમા નંબર પર બેટિંગ કરવા આવતા જાડેજાએ 8 મેચમાં માત્ર 112 રન બનાવ્યા હતા, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ પણ માત્ર 121 હતો. જ્યાં સુધી બોલિંગની વાત છે તો અહીં પણ સ્થિતિ સારી નહોતી અને તેણે 8 મેચમાં માત્ર 5 વિકેટ જ મેળવી હતી.

આ પણ વાંચો : Rohit Sharma Birthday: રોહિત શર્મા ગરીબીમાં ઉછર્યો હતો, આ માણસે તેની જીંદગી બદલી નાંખી, હિટમેનના ‘મસીહા’ ની કહાની

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીને 4 વર્ષ સુધી તક માટે તરસાવી દીધો, હવે લખનૌમાં મોકો મળતા જ છવાઈ જવા લાગ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:26 pm, Sat, 30 April 22

Next Article