FIFA 2022 Qatar vs Ecuador : ફિફા વર્લ્ડકપના યજમાન દેશ કતારની પહેલી જ મેચમાં હાર, ઈક્વાડોરનો વિજય

|

Nov 21, 2022 | 8:25 PM

FIFA World cup 2022 Match Match Report: ફિફા વર્લ્ડકપ 2022ની પહેલી મેચમાં કતાર અને ઈક્વાડોર વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ઈક્વાડોરની ટીમનો ભવ્ય વિજય થયો છે.

FIFA 2022 Qatar vs Ecuador : ફિફા વર્લ્ડકપના યજમાન દેશ કતારની પહેલી જ મેચમાં હાર, ઈક્વાડોરનો વિજય
Qatar vs Ecuador Match Report
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડકપ 2022ની પહેલી મેચમાં કતાર અને ઈક્વાડોર વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ઈક્વાડોરની ટીમનો ભવ્ય વિજય થયો છે. આ મેચ અલ બયાત સ્ટેડિયમમાં યોજાઈ હતી. જેમાં કતારની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. ઈક્વાડોરની ટીમે 2 ગોલ કરીને આ મેચ જીતી લીધી હતી. ફિફા વર્લ્ડકપ 2022ની આ પહેલી મેચ હતી. ફિફા વર્લ્ડકપમાં એવું  પહેલી વાર બન્યુ છે જ્યારે યજમાન ટીમ પોતાની પહેલી મેચ હારી હોય. 60 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા અલ બાયત સ્ટેડિયમમાં મેચ જોવા માટે હજારો ફૂટબોલ ફેન્સ આવ્યા હતા.

ફિફા વર્લ્ડકપની 2022ની શરુઆત સાથે જ ક્યારે ન બની હોઈ તેવી ઘટના આજે બની છે. ફિફા વર્લ્ડકપના 92 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર યજમાન દેશ પોતાની પહેલી મેચ હાર્યુ છે. કતારની ફૂટબોલ ટીમ ફિફા વર્લ્ડકપના ઈતિહાસની પહેલી એવી યજમાન ટીમ બની છે, જે પોતાની પહેલી મેચ હારી થઈ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની આજે ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ છે. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કતારના ભવ્ય સ્ટેડિયમોમાં આજે 20 નવેમ્બરથી ફૂટબૉલના મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. દુનિયામાં આ ફિફા વર્લ્ડકપ 2022ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

ઈક્વાડોરનો 0-2થી ભવ્ય વિજય

 

 

એન્નર વેલેન્સિયા (ENNER VALENCIA) આ મેચનો હીરો રહ્યો હતો. તે ઈક્વાડોરની ટીમનો ટોપ ગોલ સ્કોરર છે. તેણે પોતાની ટીમની આ પહેલી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈક્વાડોરની ટીમે પોતાના બંને ગોલ મેચના પહેલા હાફમાં જ કરી દીધા હતા. કતારની ટીમ ગોલ કરવા માટે પ્રયત્ન કરતી રહી પણ અંતે તેમને નિરાશા મળી હતી. ઈક્વાડોરની ટીમ તરફથી એન્નર વેલેન્સિયા જ પોતાની ટીમ માટે મહત્વપૂર્ણ 2 ગોલ કર્યા હતા.

આ હતી કતાર અને ઈક્વાડોરની ટીમ

 

 

કતાર અને ઈક્વાડોર મેચનો ઘટના ક્રમ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરશે. 28-29 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતરશે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64-65 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

 

Published On - 11:30 pm, Sun, 20 November 22

Next Article