Badminton Asian Championship:પીવી સિંધુ સેમિફાઇનલમાં જાપાનની યામાગુચી સામે હારી, બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો

|

Apr 30, 2022 | 4:23 PM

પીવી સિંધુને બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ ( Badminton Asian Championship)માં મહિલા સિંગલ્સની સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. જાપાનની અકાને યામાગુચીએ સિંધુને 21-13, 19-21, 16-21થી હરાવી હતી.

Badminton Asian Championship:પીવી સિંધુ સેમિફાઇનલમાં જાપાનની યામાગુચી સામે હારી, બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો
pv sindhu wins bronze at badminton asia championships
Image Credit source: BAI Media

Follow us on

Badminton Asian Championship: પીવી સિંધુને બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ ( Badminton Asian Championship)માં મહિલા સિંગલ્સની સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. જાપાનની અકાને યામાગુચીએ સિંધુને 21-13, 19-21, 16-21થી હરાવી હતી.બે ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ શનિવારે જાપાનની અકાને યામાગુચી સામે હાર્યા બાદ બેડમિન્ટન (Badminton)એશિયન ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની તક ગુમાવી દીધી હતી.

યામાગુચી (Akane Yamaguchi) એ ત્રણ ગેમ સુધી ચાલેલા મુકાબલામાં તેમને 13-21, 21-19, 21-16 થી હાર આપી હતી. સિંધુ સારી સ્થિતિમાં હતી પરંતુ બીજી ગેમથી તેની રમત બગાડી હતી. આ મેચ એક કલાક અને છ મિનિટ સુધી ચાલી હતી. સિંધુ સિવાય અન્ય કોઈ ભારતીય કોઈ પણ કેટેગરીમાં સેમિફાઈનલમાં જગ્યા બનાવી શક્યા નથી.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી

ચોથી ક્રમાંકિત સિંધુએ 2014 ગિમ્ચેઓન સ્ટેજમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શુક્રવારે, તેણે એક કલાક અને 16 મિનિટ સુધી ચાલેલી ક્વાર્ટર ફાઇનલમાં પાંચમી ક્રમાંકિત ચીની ખેલાડીને 21-9 13-21 21-19થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિંધુ ભલે સેમીફાઈનલ હારી ગઈ હોય પરંતુ તે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી. આ ટૂર્નામેન્ટમાં સિંધુનો આ બીજો બ્રોન્ઝ મેડલ છે.

ભારતને 15મો મેડલ મળ્યો છે

ત્રીજી ગેમની સાથે સિંધુ પણ મેચ હારી ગઈ હતી. સિંધુ સિવાય ભારતે આ ચેમ્પિયનશિપમાં 14 મેડલ જીત્યા છે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ ઉપરાંત સાઇના નેહવાલે વર્ષ 2010, 2016 અને 2018માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે જ સમયે, મીના શાહે વર્ષ 1965માં મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો.

 

 

 

 

આ પણ વાંચો :

અદાલતોમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવું જરૂરી, સામાન્ય માણસ માટે કાયદાની ગૂંચવણો છે ગંભીર બાબત – પીએમ મોદી

આ પણ વાંચો :

Election 2022: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો ભાવિ પ્લાન શું છે? કહ્યું- હું જે પણ કરીશ તે આગામી બે દિવસમાં જાહેર કરીશ

 

Published On - 3:19 pm, Sat, 30 April 22

Next Article