ફિફા વર્લ્ડકપ પહેલા જ થઈ રહ્યો છે કતારનો વિરોધ, જાણો ભવ્ય આયોજન વચ્ચે કેમ થઈ રહ્યો છે વિરોધ?

|

Nov 14, 2022 | 6:46 PM

સોશિયલ મીડિયા પર કતારના વિરોધમાં અનેક ફોટો, વીડિયો પોસ્ટ અને ટ્વિટ કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે ફિફા વર્લ્ડકપ 2022ના આટલા ભવ્ય અવસર પહેલા જ કેમ કતારનો દુનિયામાં અને તેના જ વિરોધ થઈ રહ્યો છે.

ફિફા વર્લ્ડકપ પહેલા જ થઈ રહ્યો છે કતારનો વિરોધ, જાણો ભવ્ય આયોજન વચ્ચે કેમ થઈ રહ્યો છે વિરોધ?
Protest against qatar
Image Credit source: file photo

Follow us on

ફિફા વર્લ્ડકપ 2022 આ વર્ષે કતારમાં યોજાવા જઈ રહ્યો છે. 20 નવેમ્બરથી ફૂટબૉલના મહાકુંભની શરૂઆત કતારના ભવ્ય સ્ટેડિયમમાં થશે. આખી દુનિયામાં આ ફિફા વર્લ્ડકપ 2022ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુનિયાના અલગ અલગ દેશોથી ફૂટબૉલ ફેન્સ કતાર આવી રહ્યા છે. આવનારા એક મહિના સુધી આખી દુનિયા ફિફા વર્લ્ડકપ 2022ના રોમાંચ જોશે. તેવામાં મેજબાન દેશ કતારનો છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે. હવે તો ફિફાના પૂર્વ અધ્યક્ષ સેપ બ્લાટરે પણ કતાર વિરુદ્ધ નિવેદન આપ્યું છે.

સોશિયલ મીડિયા પર કતારના વિરોધમાં અનેક ફોટો, વીડિયો પોસ્ટ અને ટ્વિટ કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે ફિફા વર્લ્ડકપ 2022ના આટલા ભવ્ય અવસર પહેલા જ કેમ કતારનો દુનિયામાં અને તેના જ વિરોધ થઈ રહ્યો છે.

ફિફાના પૂર્વ અધ્યક્ષ સેપ બ્લાટરનું નિવેદન

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે કતાર દેશને વર્લ્ડકપની મેજબાની આપવી તેમની મોટી ભૂલ હતી. ફૂટબૉલ અને વર્લ્ડકપ કતાર માટે મોટા છે. હું આ ભૂલ માટે જવાબદાર છું. કતારને વર્ષ 2010માં સેપ બ્લાસ્ટરના કાર્યકાળમાં જ મેજબાની સોંપવામાં આવી હતી. તે જ સમયથી એવો આરોપ લાગી રહ્યો છે કે મેજબાની માટેની પ્રક્રિયામાં કંઈક ખોટું થયું છે. સેપ બ્લોટર 17 વર્ષ સુધી ફિફાના અધ્યક્ષ રહ્યા છે. આ વર્ષે તેઓ ભ્રષ્ટાચારના આરોપને કારણે મુશ્કેલીમાં છે. હાલમાં ઈન્સેન્ટિનો ફિફાના અધ્યક્ષ છે.

કેમ થઈ રહ્યો છે કતારનો વિરોધ?

કતાર પર માનવધિકાર ઉલ્લંઘનના આરોપ લાગી રહ્યા છે. માનવધિકાર સંગઠનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે  કે ફિફા વર્લ્ડકપના નિર્માણ કાર્યો દરમિયાન શ્રમિકો સાથે ગુલામ જેવો વ્યવહાર કરવામાં આવ્યો. તેમાં અનેક લોકો માર્યા ગયા છે તેવા પણ આરોપ લાગ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર નિર્માણ કાર્યોમાં ભ્રષ્ટાચારના પણ આરોપ છે. કતાર કડક મુસ્લિમ કાયદાઓનું પાલન કરે છે. તેથી ત્યાં સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ છે. તે વાત પર પણ કતારમાં વિરોધ થઈ રહ્યો છે. હાલમાં સોશ્યિલ મીડિયા પર પણ કતારનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

Published On - 6:34 pm, Mon, 14 November 22

Next Article