Kabaddi League 2021: કબડ્ડી (Kabaddi)ના ચાહકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં તેઓ તેમના મનપસંદ ખેલાડીઓને મેદાન પર ‘કબડ્ડી-કબડ્ડી’ કરતા જોઈ શકશે. પ્રો-કબડ્ડી લીગ(Pro Kabaddi League) ની આઠમી સિઝન 22 ડિસેમ્બરથી શરૂ થશે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ બેંગલુરુ બુલ્સ (Bengaluru Bulls) અને યુ મુમ્બા (U Mumba)વચ્ચે રમાશે. ગયા વર્ષે કોરોના (Corona)ના કારણે આ લીગનું આયોજન થઈ શક્યું ન હતું. આવી સ્થિતિમાં, ચાહકો લાંબા સમયથી આ રોમાંચક લીગની રાહ જોઈ રહ્યા હતા. ટૂંક સમયમાં તેઓ તેમના મનપસંદ ખેલાડીઓ અને ટીમમાં કબડ્ડી ( Kabaddi )રમતા જોઈ શકશે.
લીગ 22મી ડિસેમ્બરથી શરૂ થશે
પ્રો-કબડ્ડી લીગ (Pro Kabaddi League)ના આયોજકોએ પ્રથમ હાફનું શેડ્યૂલ જાહેર કર્યું છે. તે મુજબ 22 ડિસેમ્બરથી રમત શરૂ થશે. પ્રથમ દિવસે ત્રણ મેચ રમાશે. પ્રથમ મેચ બેંગલુરુ બુલ્સ અને યુ મુમ્બા વચ્ચે રમાશે. બીજી મેચમાં તેલુગુ ટાઇટન્સ અને તમિલ થલાઇવા સામસામે ટકરાશે. જ્યારે ત્રીજી મેચમાં બંગાળ વોરિયર્સ અને યુપી યોદ્ધા વચ્ચે જોરદાર ટક્કર થશે. આ તમામ ટીમો ખૂબ જ મજબૂત છે અને આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટ ખૂબ જ રોમાંચક થવાની આશા છે.
દેશ અને દુનિયાના સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે
પ્રો-કબડ્ડી લીગમાં દેશ અને દુનિયાના તમામ સ્ટાર ખેલાડીઓ ભાગ લેતા જોવા મળશે. છેલ્લી ઘણી સીઝન પણ ઘણી સારી રહી છે અને લોકોને આ ગેમ ઘણી પસંદ આવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 2 વર્ષ પછી આયોજિત પ્રો કબડ્ડી લીગનો દર્શકો ભરપૂર આનંદ માણી શકશે. બંગાળ વોરિયર્સે વર્ષ 2019માં પ્રો કબડ્ડી લીગનો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચમાં બંગાળના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ટાઈટલ જીત્યું હતું.
Vivo Pro Kabaddi 2021 Teams-
આ પણ વાંચો : IND vs SA: ટીમ ઇન્ડિયા આજે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થશે, 7 વારની નિષ્ફળતાઓનો હિસાબ કરવાની આશા