WWE રેસલર જ્હોન સીના સિદ્ધુ મુસેવાલાનો ચાહકો બન્યો, John Cena ભર્યું આ પગલું

|

Jun 21, 2023 | 1:04 PM

John Cena Followed Sidhu Moosewala:WWE કુસ્તીબાજ જોન સીના પણ દિવગંત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના ચાહક લિસ્ટમાં જોડાઈ ગયો છે. તાજેતરમાં જ જોન સીનાએ સિદ્ધુને લઈને સોશિયલ મીડિયા પર મોટું પગલું ભર્યું છે.

WWE રેસલર જ્હોન સીના સિદ્ધુ મુસેવાલાનો ચાહકો બન્યો, John Cena ભર્યું આ પગલું

Follow us on

પોતાની અવાજથી માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ લોકોને દિવાના બનાવનાર સિદ્ધુ મુસેવાલા આજે ભલે દુનિયામાં નથી પરંતુ તેના ચાહકો આજે પણ તેને ભુલી શક્યા નથી. તેના ચાહકો આજે પણ સિદ્ધુ મુસેવાલાના ગીત સાંભળવાનું પસંદ કરે છે.સિદ્ધુ મુસેવાલાના ચાહકો ભલે સોશિયલ મીડિયા પર તેને લઈ પોસ્ટ કરે છે.

સિદ્ધુ મુસેવાલા ટ્રેન્ડિગમાં પણ રહેતો હોય છે પછી ઈન્સ્ટાગ્રામ હોય કે પછી ટ્વિટર બધા જ પ્લેટફોર્મ પર તેની શાનદાર ફેન ફોલોઈંગ છે. હવે તેના ફોલોઅર્સમાં એક નામ WWE કુસ્તીબાજ જોન સીનાનું નામ પણ જોડાઈ ચૂક્યું છે.

લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે

 

જોન સીનાએ ટ્વિટર પર તેને ફોલો કર્યો

જ્હોન સીનાની ફેન ફોલોઈંગની કોઈ કમી નથી, જેમણે રિંગની અંદર કુસ્તીનું કૌશલ્ય બતાવ્યું છે તેમજ હોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેના ચાહકો દુનિયાભરમાં છે. હવે જોન સીનાએ સિદ્ધુ મુસેવાલાને ટ્વિટર પર ફોલો કર્યો છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

 

 

આ પણ વાંચો : Deewani Song Lyrics : સચેત અને પરંપરા દ્વારા ગાવામાં આવેલુ ‘દીવાની’ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

તેના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેની યાદમાં ઘણી પોસ્ટ કરી. સિદ્ધુ સતત ટ્રેન્ડ કરી રહ્યો હતો. ગયા મહિને 29 મેના રોજ તેમની પ્રથમ પુણ્યતિથિ હતી. વર્ષ 2022માં 29 મેના એ જ દિવસે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી બ્રારે લીધી હતી.

 

સિદ્ધુ મુસેવાલા સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા પર સિદ્ધુના ફેન ફોલોઈંગ

જો વાત સિદ્ધુ મુસેવાલાની સોશિયલ મીડિયા ફેન ફોલોઇંગની કરીએ તો ટ્વિટર પર જોન સીનાએ તેને ફોલો કર્યો છે. આ પ્લેટફોર્મ પર મુસેવાલાના 3 લાખ 80 હજાર ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર સિદ્ધુ મુસેવાલને 1 કરોડ 35 લાખ રુપિયાથી વધુ લોકો ફોલો કરે છે અને ફેસબુક પર 18 લાખથી વધુ ફોલોઅર્સ છે.

 

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article