WWE એ ફેન્સ માટે આપ્યા ખુશખબર, ત્રણ દાયકા સુધી રાજ કરનારા Undertaker ને મળશે મોટુ સન્માન

|

Feb 20, 2022 | 12:14 PM

Undertaker એ વર્ષ 1990 માં WWE માં ડેબ્યૂ કર્યુ હત,. જેનો તે સતત ત્રીસ વર્ષ સુધી હિસ્સો રહ્યો છે.

WWE એ ફેન્સ માટે આપ્યા ખુશખબર, ત્રણ દાયકા સુધી રાજ કરનારા Undertaker ને મળશે મોટુ સન્માન
Undertaker એ 2020 માં નિવૃત્તી જાહેર કરી હતી

Follow us on

રેસલીંગ જગતમાં ત્રણ દશક સુધી રાજ કરનારા રેસલર અંડરટેકર (Undertaker) ને મોટુ સન્માન મળવા જઇ રહ્યુ છે. WWE ના ફેન્સ માટે આ મોટા ખુશીના સમાચાર છે કે, WWE દ્વારા 2022 ના હોલ ઓફ ફેમ (WWE Hall of Fame 2022) માં સામેલ કરવા માટે અંડરટેકરનુ નામ આપવામાં આવી શકે છે. આ સન્માનનુ એલાન શક્ય છે કે આગામી એપ્રિલ પહેલા કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં રેસલમેનિયા 38 યોજાનાર છે. જે પહેલા જ WWE આ એલાન કરી શકે છે. અંડરટેકર તરીકે જાણીતા બનેલા આ રેસલરનુ અસલ નામ માર્ક વિલિયમ કેલાવે છે. જે અમેરિકાના ટેક્સાસનો છે.

જ્યારે એલાન કરવામાં આવશે ત્યારે અંડરટેકર એટલે કે માર્ક કેલાવેને તેમાં સામેલ કરવામાં આવી શકે છે. WWE તરફથી જેને લઇને પહેલા થી જ નિવેદન જારી કરવામાં આવ્યુ છે કે, હોલ ઓફ ફેમ 2022 ના વર્ષ માટે અંડરટેકર હશે. WWE તરફ થી આ અંગે એક ટ્વીટ કરવામાં આવ્યુ હતુ. જેની પર અંડર ટેકરે પણ રિપ્લાય કર્યો હતો અને આભાર પણ માન્યો હતો.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

અંડરટેકરે ત્રણ દાયકા સુધી રેસલીંગમાં પોતાના નામના સિક્કા પાડ્યા છે. તેણે વર્ષ 1990 માં WWE માં ડેબ્યૂ કર્યુ હતુ. જેનો તે સતત ત્રીસ વર્ષ સુધી હિસ્સો રહ્યો છે. 90 ના દશકની વાત કરવામાં આવે તો, અંડરટેકર સુપર સ્ટાર તરીકે ઉભર્યો હતો. તેણે રેસલીંગમાં પોતાના ઝંડાને સતત ઉંચે રાખ્યો હતો. અંડરટેકરના પ્રદર્શને ફેન્સમાં એક જબરદસ્ત આકર્ષણ ઉભુ કર્યુ હતું.

જોકે તેના ફેન્સને વર્ષ 2020માં જબરસ્ત ઝટકો લાગ્યો હતો. કારણ કે તે વખતે તેણે રેસલીંગમાં પોતાની નિવૃત્તી જાહેર કરી દીધી હતી. રિંગમાં અંડરટેકર જોવા નહીં મળે એ કલ્પનાને લઇને રેસલીંગના ફેન્સમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જોકે થોડાક સમય પહેલા અમેરિકામાં WWE ની એક લાઇવ ઇવેન્ટમાં તે જોવા મળ્યો હતો. જ્યાં તે પોતાની પત્નિના સમર્થનમાં પહોંચ્યો હતો. 56 વર્ષિય અંડરટેકરની પત્નિ મિશેલ મેક્કૂલ છે. જે પોતે પણ હાલમાં WWE નો હિસ્સો છે.

આવુ રહ્યુ હતુ કરિયર

અંડરટેકરે 1990 થી શરુ કરેલા પોતાના 30 વર્ષના કરિયરમાં 7 વર્લ્ડ ટાઇટલ જીત્યા હતા. વર્ષ 1991માં તેણે સર્વાઇવર સિરીઝ જીતી હતી. જેમાં તેણે મુખ્ય ઇવેન્ટમાં હલ્ક હોગાનને પછાડ્યો હતો. અંડરટેકર માટે સૌથી શ્રેષ્ઠ તેનો ઓરા રહ્યો છે. જે તેને 30 વર્ષ માટે કાયમ રહ્યો. અંડરટેકર ની યુટ્યુબ પર એન્ટ્રી, કોફીનથી બહાર નિકળવુ અને તેના ઉપરાંત નોકઆઉટ પંચ મારવો આ તમામ દૃશ્યો ખૂબ જ ફેમસ રહ્યા છે. આ કારણ થી અંડર ટેકરના દિવાના દુનિયાભરના ખૂણે ખાંચરે, યુવાનો થી લઇને મોટેરાઓ સુધીના જોવા મળે છે.

 

આ પણ વાંચોઃ Ind Vs SL: રિદ્ધિમાન સાહાનો ખુલાસો, ગાંગુલીએ કહ્યું હતું- ‘જ્યાં સુધી હું BCCIમાં છું, તમે ટીમમાં છો’

આ પણ વાંચોઃ Sabarkantha: ચૂહા અને બિલ્લા ગેંગ સાબરકાંઠા પોલીસના સકંજામાં, 8.86 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્શોની ટોળકી ઝડપાઇ

 

Published On - 12:12 pm, Sun, 20 February 22

Next Article