Wrestler Protest : એશિયન ગેમ્સ પર અટલ ઈરાદો, સાક્ષી મલિકે કહ્યું, માંગણીઓ સ્વીકાર્યા બાદ જ ધરણાં પરથી હટશે

|

Apr 26, 2023 | 12:09 PM

Sakshi Malik on Protest : સાક્ષી મલિકે કહ્યું કે જ્યાં સુધી અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે. તેમણે આ મામલે સુપ્રીમ કોર્ટ ધ્યાન લેવા પર ખુશી વ્યક્ત કરી હતી.

Wrestler Protest : એશિયન ગેમ્સ પર અટલ ઈરાદો, સાક્ષી મલિકે કહ્યું, માંગણીઓ સ્વીકાર્યા બાદ જ ધરણાં પરથી હટશે

Follow us on

ભારતીય કુસ્તીબાજોના વિરોધનો આજે ચોથો દિવસ છે. કુસ્તીબાજો તેમની માંગ પર અડગ છે. દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા કરી રહ્યા છે. સમગ્ર ભારત હવે તેમની માંગથી વાકેફ થઈ ગયું છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે, જેના પર શુક્રવાર સુધીમાં પરિણામ આવી શકે છે.દેશના તમામ ટોચના કુસ્તીબાજો હડતાળમાં સામેલ છે. બજરંગ પુનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગટના નેતૃત્વમાં ચાલી રહેલ આ વિરોધ ભવિષ્યમાં કેવું વળાંક લેશે તે તો સમય જ કહેશે, પરંતુ અત્યારે તો એમ કહી શકાય કે તેમની માંગને લઈને તેમનો ઈરાદો મક્કમ છે.

 

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

સાક્ષીએ TV9 ભારતવર્ષને કહ્યું- જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે

ટીવી9 ભારતવર્ષ સાથેની વાતચીતમાં સાક્ષી મલિકના શબ્દો પરથી પણ રેસલર્સના ઈરાદા જાણી શકાય છે. વિશ્વભરમાં મેટ પર પોતાની દાવ લગાવીને દેશને ગૌરવ અપાવનારી સાક્ષીએ કહ્યું કે તે ખુશ છે કે સુપ્રીમ કોર્ટે આ બાબતની નોંધ લીધી છે. અમને દેશની સર્વોચ્ચ અદાલતમાં પૂરો વિશ્વાસ છે. તેઓ જે પણ નિર્ણય લેશે તે સારો રહેશે.હવે માત્ર શુક્રવારની રાહ જોવાઈ રહી છે.

તેમને પૂછવામાં આવ્યું કે શું હવે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, શું કુસ્તીબાજો તેમનો વિરોધ સમાપ્ત કરશે? તેના પર સાક્ષી મલિકે કહ્યું કે ના, જ્યાં સુધી અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે.

આ પણ વાંચો : ધરણા પર બેઠેલા રેસલર્સનો WFI પર નવો આરોપ-પીડિતો મહિલા રેસલર્સને મળી ધમકી અને પૈસાની ઓફર

એશિયન ગેમ્સના પડકારનો સામનો કરવા માટે તૈયાર

તમને જણાવી દઈએ કે આ વર્ષે એશિયન ગેમ્સ જેવી મોટી ઈવેન્ટ્સ પણ થવા જઈ રહી છે, જેમાં ધરણા પર બેઠેલા મોટા કુસ્તીબાજો ભારતનું પ્રતિનિધિત્વ કરવા આવશે. વાતચીત દરમિયાન સાક્ષી મલિકના ચહેરા પર પણ તેની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.પરંતુ, તેણે કહ્યું હવે શું કરવું? હાલમાં અમે જંતર-મંતરને અમારો અખાડો બનાવ્યો છે અને તૈયારીઓ કરી રહ્યા છીએ.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

Next Article