World Championship: અંશુ મલિકે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને વધાર્યુ દેશનુ ગૌરવ

અંશુ મલિકે (Anshu Malik) શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ તે જીતી શકી નહોતી અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

World Championship: અંશુ મલિકે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને વધાર્યુ દેશનુ ગૌરવ
Anshu Malik
| Edited By: | Updated on: Oct 08, 2021 | 8:00 AM

ભારતીય મહિલા પહેલવાન અંશુ મલિકે (Anshu Malik) નોર્વેમાં રમાઈ રહેલી, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ (World Wrestling Championship)માં ઈતિહાસ સર્જ્યો છે. તે આ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી છે. અંશુને ફાઇનલમાં અમેરિકાની ટોક્યો ઓલિમ્પિક-2020 બ્રોન્ઝ મેડલ વિજેતા હેલન લુઇસ મારૌલિસે 4-1 થી હરાવી હતી. જોકે અંશુ આ સાથે તે 57 કિલો વજન વર્ગમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી. અંશુ મલિક ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ બની છે.

અંશુ પહેલા, ચાર ભારતીય મહિલા કુસ્તીબાજોએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા છે પરંતુ તમામને બ્રોન્ઝ મળ્યા છે. ગીતા ફોગાટે 2012 માં બ્રોન્ઝ, 2012 માં બબીતા ​​ફોગાટ, 2018 માં પૂજા ધાંડા અને 2019 માં વિનેશ ફોગાટ જીત્યા હતા. અંશુ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર ત્રીજા ભારતીય રેસલર છે. તેમના પહેલા, સુશીલ કુમાર (2010) અને બજરંગ પુનિયા (2018) એ કમાલ કર્યુ છે. તેમાંથી માત્ર સુશીલ કુમાર જ ગોલ્ડ જીતી શક્યો હતો.

 

 

આવી રહી મેચ

19 વર્ષીય અંશુ, જે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવનાર ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ બની હતી. તેણે આક્રમક અને સકારાત્મક શરૂઆત કરી હતી. તે બીજા પીરિયડ બાદ 1-0 થી આગળ હતી, પરંતુ હેલેને બીજા પીરિયડ પર પ્રભુત્વ જમાવ્યું હતું. હેલેને અંશુનો હાથ પકડ્યો અને પછી ટેકડાઉન મૂવ સાથે 2-1 ની લીડ લીધી.

તેણે અંશુના જમણા હાથને છોડ્યો નહીં અને વધુ બે પોઈન્ટ સાથે 4-1 થી આગળ થઇ ગઇ હતી. ડિફેન્ડિંગ એશિયન ચેમ્પિયન અંશુ દર્દમાં દેખાતી હતી. પરંતુ અમેરિકન રેસલરે તેની પકડ ઢીલી પડવા દીધી ન હતી અને ભારતીય રેસલરને હરાવીને જીત મેળવી હતી. અંશુએ મેચ બાદ તરત જ તબીબી મદદ લેવી પડી હતી અને તેની આંખમાં આંસુ દેખાઈ રહ્યા હતા.

 

ફાઇનલ સુધીની આ યાત્રા આમ રહી

અંશુ મલિકે બુધવારે ફાઇનલમાં પહોંચતા જ ઇતિહાસ સર્જ્યો હતો. તે આ ભારવર્ગની ફાઇનલમાં પહોંચનાર ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ બની હતી. તેણે સેમીફાઇનલમાં જુનિયર યુરોપિયન ચેમ્પિયન યુક્રેનની સોલોમીયા વિંકને હરાવી હતી. તેણે એકતરફી મેચમાં પોતાના હરીફને 11-0 થી હરાવી દીધી હતી.

ઓગણીસ વર્ષની અંશુએ શરૂઆતથી જ સેમિફાઇનલમાં પ્રભુત્વ જમાવ્યું હતું. 57 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં પહોંચવા માટે ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે જીત મેળવી હતી. ફાઇનલમાં પહોંચતા પહેલા ભારતની યુવા અંશુ મલિકે એકતરફી મેચમાં કઝાકિસ્તાનની નિલુફર રેમોવાને ટેકનિકલ પરાક્રમ પર હરાવી હતી. ત્યાર બાદ ક્વાર્ટર ફાઇનલમાં મંગોલિયાના દેવાચિમેગ એર્ખેમ્બાયરને 5-1 થી હરાવી હતી.

 

દિવ્યા, ગ્રીકો-રોમન કુસ્તીબાજો નિરાશ

દિવ્યા કાકરાન (72 કિગ્રા) સવારના સત્રમાં તેનું રેપેચેજ બાઉટ હારી ગઇ હતી. તેને મોંગોલિયાના દાવનાસન અંખ અમર દ્વારા હાર મળી હતી. ગ્રીકો રોમન કુસ્તીબાજોએ ફરી એકવાર નિરાશાજનક પ્રદર્શન કર્યું જે આશ્ચર્યજનક નથી. સંદીપ (55 કિલો), વિકાસ (72 કિગ્રા), સાજન (77 કિગ્રા) અને હરપ્રીત સિંહ (82 કિગ્રા) સ્પર્ધામાંથી હારી ગયા. માત્ર સાજન એક મેચ જીતવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય ત્રણ કુસ્તીબાજો તેમની પ્રથમ મેચ હારી ગયા હતા.

 

આ પણ વાંચોઃ IPL 2021: દિપક ચાહરે મેચ બાદ ગર્લ ફ્રેન્ડને વિંટી પહેરાવી કર્યુ પ્રપોઝ, હસતા હસતા જોડી ભેટી પડી, જુઓ વિડીયો

આ પણ વાંચોઃ Cricket: વિરાટ કોહલી સચિનનો 100 મી સદીનો રેકોર્ડ તોડી શકશે ? રિકી પોન્ટીંગના રેકોર્ડથી માત્ર 1 જ પગલુ દૂર

Published On - 7:49 am, Fri, 8 October 21