World Athletics Championships Live Streaming: વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સથી નીરજ ચોપડાને મળશે કાંટે કી ટક્કર, જાણો ક્યા અને કેવી રીતે જોઇ શકશે Live મેચ

World Athletics Championships 2022: નીરજ ચોપરા (Neeraj Chopra) એ ગયા વર્ષે એથ્લેટિક્સમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો હવે આ ખેલાડીની નજર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022 પર છે.

World Athletics Championships Live Streaming: વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સથી નીરજ ચોપડાને મળશે કાંટે કી ટક્કર, જાણો ક્યા અને કેવી રીતે જોઇ શકશે Live મેચ
Neeraj Chopra (PC: Twitter)
| Edited By: | Updated on: Jul 21, 2022 | 7:24 AM

નીરજ ચોપરા (Neeraj Chopra) એ ગયા વર્ષે એથ્લેટિક્સમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો હવે આ ખેલાડીની નજર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022 (World Athletics Championship) પર છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022 ઓરેગોન, અમેરિકા (USA) માં યોજાશે. આ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાની શરૂઆત આજે ગુરુવારથી થશે.

શનિવારે રમાશે ફાઇનલ મેચ

આ ટુર્નામેન્ટમાં કુલ 32 જેવલિન થ્રોઅર્સ (Javelin Throwers) ખેલાડીઓ બે ક્વોલિફાઇંગ જૂથોમાં ભાગ લેશે. ત્યાર બાદ 12 ખેલાડીઓ ફાઈનલ મેચ માટે ક્વોલિફાય થશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શનિવારે રમાશે. ગયા મહિને જ પોતાની સિઝનની શરૂઆત કરનાર નીરજ ચોપરા (Neeraj Chopra) એ આ વર્ષે ત્રણ સ્પર્ધાઓમાં બે વખત રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે. તેણે સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94 મીટરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ ભાલા ફેંક્યો હતો અને ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં તેની સીઝન-ઓપનરમાં બનાવેલ રાષ્ટ્રીય રેકોર્ડને તોડી નવો રેકોર્ડ બનાવ્યો.

 

 

 

ચેમ્પિયનશિપનું જીવંત પ્રસારણ તમે અહીં જોઇ શકશો

જોકે એવું માનવામાં આવે છે કે નીરજ ચોપરા (Neeraj Chopra) ને આ ટૂર્નામેન્ટમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (Anderson Peters) તરફથી સખત પડકાર મળશે. નોંધનીય છે કે ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન (World Champion) છે. તેણે આ વર્ષે ત્રણ વખત 90નો આંકડો પાર કર્યો છે. જ્યારે આ મહિનાની શરૂઆતમાં સ્ટોકહોમમાં નીરજ ચોપરાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય દર્શકો નીરજ ચોપરાની મેચ Sony TEN 2 અને Sony TEN 2 HD ટીવી પર જોઈ શકે છે. આ સિવાય SonyLIV પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.