Wimbledon 2023: સચિન તેંડુલકર થયો આ ખેલાડી પર ફિદા, કહ્યુ 10-12 વર્ષ સુધી તેની કારકિર્દી પર રાખશે નજર

|

Jul 17, 2023 | 1:52 PM

વિમ્બલ્ડન 2023 ની પુરુષ એકલ ફાઇનલમાં સ્પેનના કાર્લોસ અલકારાઝે સર્બિયાના નોવાક જોકોવિચને એક શાનદાર મેચમાં માત આપી હતી. અલકારાઝનો આ બીજો ગ્રેન્ડસ્લેમ અને પ્રથમ વિમ્બલ્ડન ખિતાબ હતો. ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી પણ આ ફાઇનલથી પ્રભાવિત થયા હતા.

Wimbledon 2023: સચિન તેંડુલકર થયો આ ખેલાડી પર ફિદા, કહ્યુ 10-12 વર્ષ સુધી તેની કારકિર્દી પર રાખશે નજર
Sachin Tendulkar appreciates Carlos Alcaraz & Novak Djokovic

Follow us on

ટેનિસ જગતના નંબર એક ખેલાડી સ્પેનના કાર્લોસ અલકારાઝે વિમ્બલ્ડન 2023નો (Wimbledon 2023) ખિતાબ પોતાના નામે કર્યો હતો. તેણે એક રોમાંચક ફાઇનલમાં સર્બિયાના નોવાક જોકોવિચને (Novak Djokovic) હરાવ્યો હતો. નોવાક રેકોર્ડ 24મો ગ્રેન્ડ સ્લેમ ખિતાબ જીતવા જઇ રહ્યો હતો. કાર્લોસ અલકારાઝનો (Carlos Alcaraz) આ બીજો ગ્રેન્ડ સ્લેમ અને પ્રથમ વિમ્બલ્ડન ખિતાબ હતો. રવિવારે ફાઇનલમાં અલકારાઝે જોકોવિચને 1-6, 7-6, 6-1, 3-6, 6-4 થી માત આપી હતી.

સચિન તેંડુલકરે અલકારાઝની કરી પ્રશંસા

ક્રિકેટ જગતના દિગ્ગ્જ ખેલાડી સચિન તેંડુલકરે સ્પેનના ખેલાડી કાર્લોસ અલકારાઝની પ્રશંસા કરી હતી. તેના ખેલથી સચિન પ્રભાવિત થયો હતો અને તેણે સોશિયલ મીડિયા પર લખ્યુ હતુ કે તે આગામી 10-12 વર્ષ સુધી કાર્લોસ અલકારાઝની ટેનિસ કાર્કિર્દીને ફોલૉ કરશે જેમ તેણે રોજર ફેડરરની કાર્કિર્દીને ફોલૉ કર્યો હતો. સચિન તેંડુલકર ઘણી વખત વિમ્બલ્ડન ટુર્નામેન્ટ સમયે રોજર ફેડરરની મેચ જોવા પહોંચ્યો હતો અને તેણે રોજર ફેડરર સાથે મુલાકાત પણ કરી હતી. સચિને ફાઇનલ મેચમાં બંને ખેલાડીના ખેલની પ્રશંસા કરી હતી.

સચિને નોવાક જોકોવિચના માનસિક સંતુલનના કર્યા વખાણ

સચિન તેંડુલકરે નોવાક જોકોવિચની માનસિક દૃઢતાના પણ વખાણ કર્યા હતા. સચિને કહ્યુ કે મેન્ટલ ટફનેસ એટલે નોવાક જોકોવિચ. તેણે કહ્યુ કે જોકોવિચને મેચ દરમિયાન શારીરિક સમસ્યાઓ થઇ રહી હતી પણ તે છતા જોકોવિચ તેના માનસિક સંતુલનથી મેચમાં સતત લડત આપી રહ્યો હતો.


જોકોવિચની ઉંમર 36 વર્ષ છે જ્યારે અલકારાઝની ઉંમર 20 વર્ષ છે. ટેનિસના ઓપન એરામાં બંને ખેલાડી વચ્ચે ફાઇનલ મેચ દરમિયાન ઉંમરમાં આ સૌથી મોટો અંતર હતો. બીજો અને ત્રીજો સેટ હાર્યા બાદ નોવાકે હાર માની ન હતી અને મેચ દરમિયાન અંત સુધી લડત આપી હતી. મેચના અંતમાં નોવાક ભાવુક થઇ ગયો હતો.

અલકારાઝનો બીજો ગ્રેન્ડ સ્લેમ

વિશ્વના નંબર એક પુરૂષ ટેનિસ ખેલાડી કાર્લોસ અલકારાઝે નોવાકને વિમ્બલ્ડનની ફાઇનલમાં હરાવીને પોતાનો બીજો ગ્રેન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. આ પહેલા અલકારાઝે 2022માં યુએસ ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. કાર્લોસ અલકારાઝે વિમ્બલ્ડનમાં જીત સાથે નોવાક જોકોવિચના વિજય રથને પણ અટકાવ્યો હતો. આ વર્ષે જોકોવિચે શરૂઆતના બંને ગ્રેન્ડ સ્લેમ જીત્યા હતા અને તે સતત ત્રીજા ગ્રેન્ડ સ્લેમને જીતવા જઇ રહ્યો હતો.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article