Wimbledon 2023 Video : કાર્લોસ અલ્કારાઝ બન્યો વિમ્બલ્ડનનો નવો ચેમ્પિયન, 10 વર્ષ બાદ તૂટી નોવાક જોકોવિચની બાદશાહત

|

Jul 17, 2023 | 6:36 AM

Carlos Alcaraz Wimbledon Win: સ્પેનના 20 વર્ષના આ ટેનિસ ખેલાડીએ ફાઈનલમાં સર્બિયાના દિગ્ગજ સુપરસ્ટાર ટેનિસ ખેલાડીને 1-6, 7-6, 6-1, 3-6, 6-4ના સ્કોરથી હરાવીને પહેલીવાર આ ટાઈટલ પોતાને નામે કર્યુ હતુ. જણાવી દઈએ કે વર્ષ 2013ની ફાઈનલમાં છેલ્લીવાર જોકોવિચને હારનો સામનો કરવો પડયો હતો.

Wimbledon 2023 Video : કાર્લોસ અલ્કારાઝ બન્યો વિમ્બલ્ડનનો નવો ચેમ્પિયન, 10 વર્ષ બાદ તૂટી નોવાક જોકોવિચની બાદશાહત
Wimbledon 2023

Follow us on

Wimbledon 2023 :  છેલ્લા 3 અઠવાડિયાથી યુકેમાંં ચાલી રહેલી વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં રોમાંચક મેચો જોવા મળી રહી હતી. 16 જુલાઈના રોજ કાર્લોસ અલ્કારાઝ અને નોવાક જોકોવિચ વચ્ચે મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીતવા માટે જંગ જામી હતી. વિમ્બલ્ડનના ટેનિસ કોર્ટ પર છેલ્લા 4 વર્ષથી નોવાક જોકોવિચ આ ટાઈટલ જીતી રહ્યો હતો. પણ યુવા સુપરસ્ટાર ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ (Carlos Alcaraz) ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યો હતો.

સ્પેનના 20 વર્ષના આ ટેનિસ ખેલાડીએ ફાઈનલમાં સર્બિયાના દિગ્ગજ સુપરસ્ટાર ટેનિસ ખેલાડીને 1-6, 7-6, 6-1, 3-6, 6-4ના સ્કોરથી હરાવીને પહેલીવાર આ ટાઈટલ પોતાને નામે કર્યુ હતુ. જણાવી દઈએ કે વર્ષ 2013ની ફાઈનલમાં છેલ્લીવાર જોકોવિચને હારનો સામનો કરવો પડયો હતો. તે વખતે એન્ડી મરેએ તેને વિલ્બલ્ડન ફાઈનલમાં હરાવ્યો હતો. ત્યાર બાદ 9 વર્ષમાં રમેલી દરેક ફાઈનલ મેચમાં જોકોવિચને જીત મળી હતી. 10 વર્ષ બાદ તેને ફરી ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

આ પણ વાંચો : Duleep Trophy 2023 : દક્ષિણ ઝોને 13 વર્ષ બાદ જીત્યો ખિતાબ, ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમને આપી માત

પહેલા સેટમાં રહ્યો નોવાક જોકોવિચનો દબદબો

 

 

કાર્લોસ અલ્કારાઝનું આ પહેલુ વિલ્બલ્ડન ટાઈટલ છે. તેના કરિયરનું આ બીજુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. 20 વર્ષનો કાર્લોસ અલ્કારાઝ ફ્રેન્ચ ઓપનમાં જોકોવિચને હરાવવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકોવિચને વિલ્બલ્ડના ગ્રાસ કોર્ટનો કિંગ માનવામાં આવે છે. ફાઈનલ મેચના પહેલા સેટમાં જોકોવિચ 6-1થી જીત મેળવી હતી.

આ પણ વાંચો : Cristiano Ronaldoએ કમાણીનો રેકોર્ડ તોડયો, 5 વર્ષ બાદ સૌથી વધારે કમાણી કરતો ખેલાડી બન્યો

કાર્લોસ અલ્કારાઝે કરી જોરદાર વાપસી

 

 


બીજા સેટમાં કાર્લોસ અલ્કારાઝે શાનદાર વાપસી કરીને 6-1થી જ જોકોવિચને હરાવ્યો. ત્રીજા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી, પણ ત્રીજા સેટમાં જોકોવિચની 6-3થી જીત થઈ. ચોથા સેટમાં પણ શાનદાર વાપસી કરવા માંગતો હતો, પણ નવી પેઢીના કાર્લોસ અલ્કારાઝે તેને અંતિમ સેટમાં 6-4થી હરાવીને 5 કલાકની ફાઈનલ મેચમાં જીતીને ચેમ્પિયન બન્યો હતો.

આ પણ વાંચો : Sangeeta Phogat: જંતર-મંતર પર પ્રદર્શનમાં થઇ હતી સામેલ, હવે વિદેશમાં વધારી ભારતની શાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article