PV Sindhu અમ્પાયરથી કેમ ગુસ્સે થઈ ? ચીફ રેફરીએ દરમિયાનગીરી કરવી પડી, VIDEO વાયરલ

|

May 02, 2022 | 10:44 AM

PV Sindhu : ભારતની અનુભવી મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને સેમિફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીએ હરાવી હતી. આ સાથે સિંધુને બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

PV Sindhu અમ્પાયરથી કેમ ગુસ્સે થઈ ? ચીફ રેફરીએ દરમિયાનગીરી કરવી પડી, VIDEO વાયરલ
PV Sindhu (PC: Twitter)

Follow us on

ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) ને બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુને મહિલા સિંગલ્સની સેમિ ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીએ 3 ગેમની મેચમાં હાર આપી હતી. પ્રથમ ગેમ જીતવા છતાં સિંધુ આગામી 2 ગેમમાં ગતિ જાળવી શકી ન હતી. આ મેચમાં ચેર અમ્પાયરે પીવી સિંધુ સામે પોઈન્ટ પેનલ્ટી આપી હતી. આ પછી સિંધુએ પોતાના પરથી કાબુ ગુમાવ્યો અને ચેર અમ્પાયર સાથે ઝઘડો કર્યો હતો. પીવી સિંધુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સેમિ ફાઇનલમાં પીવી સિંધુનો જાપાની ખેલાડી યામાગુચી સામે 21-13, 19-21, 16-21 થી પરાજય થયો હતો. પ્રથમ ગેમ સરળતાથી જીત્યા બાદ સિંધુ બીજી ગેમમાં 14-12 થી આગળ હતી. આ દરમિયાન અમ્પાયરે સર્વિસ વિલંબને કારણે પીવી સિંધુ પર પેનલ્ટી લગાવતી વખતે વિરોધી શટલરને પોઇન્ટ આપ્યો હતો. આ પછી પીવી સિંધુ ગુસ્સે થઈ ગઈ હતી. તે સીધી ચેર અમ્પાયર પાસે ગઈ અને તેની સાથે દલીલ કરવા લાગી. મામલો વધતો જોઈને મુખ્ય રેફરી બચાવમાં આવ્યા હતા. પીવી સિંધુ લાંબા સમય સુધી ચીફ રેફરી સાથે દલીલ કરતી જોવા મળી હતી. ભારતીય શટલરે કહ્યું કે તે સમયે યામાગુચી તૈયાર ન હતી. પરંતુ સિંધુની વાત સાંભળવામાં ન આવી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હું વારંવાર કહેતી રહી તે આ ખોટું છે પણ મારુ સાંભળવામાં આવ્યું નહીંઃ પીવી સિંધુ

મેચ બાદ પીવી સિંધુએ કહ્યું કે આ બધા પણ હારના કારણમાં સામેલ છે. તેણે કહ્યું કે અમ્પાયરને કહેવા છતાં વિપક્ષી ખેલાડી તે સમયે તૈયાર ન હતા, તેમણે સાંભળ્યું નહીં. પીવી સિંધુ વારંવાર કહેતી રહી કે તે ખોટું હતું. તેણે કહ્યું કે તે બીજી ગેમમાં આગળ હતી અને તે ગેમ જીતી શકી હોત. પણ મેચની મધ્યમાં જે બન્યું તેનાથી તેની લય પર પણ ઘણી અસર પડી હતી.

 

આ ટુર્નામેન્ટમાં પીવી સિંધુએ બીજીવાર કાંસ્ય પદક જીત્યો

આ વિવાદ બાદ યામાગુચીએ મેચમાં શાનદાર વાપસી કરી અને સતત 2 ગેમ જીતીને પીવી સિંધુનું ફાઇનલમાં પહોંચવાનું સપનું તોડી દીધું હતું. મહત્વનું છે કે ભારતની બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) એ આ ચેમ્પિયનશિપમાં બીજી વખત કાંસ્ય પદક (Bronze Medal) કબજે કર્યો હતો.

આ પણ વાંચો : IPL 2022 : સુકાની બનતા જ ધોનીએ રવિન્દ્ર જાડેજા પર આપ્યું મહત્વનું નિવેદન, કહી આ ખાસ વાત

આ પણ વાંચો : IPL 2022: રવિન્દ્ર જાડેજાએ જેને 1 મેચ રમાડી બહાર રાખ્યો તેને ધોનીએ ઈલેવનમાં સમાવ્યો, ચેન્નાઈની જીતમાં એણે જ જમાવી દીધો રંગ

Next Article