Just Stop Oil protesters સંગઠન છેલ્લા 3-4 વર્ષથી યુરોપ સહિત ઘણા પશ્ચિમી દેશોમાં આ રીતે વિરોધ કરી રહ્યું છે. તેના સભ્યો વિશ્વભરમાં તેલનો ઉપયોગ બંધ કરવાની માગણી માટે વિચિત્ર રીતે વિરોધ- પ્રદર્શન કરી રહ્યા છે. ક્રિકેટથી લઈને ટેનિસ સુધીની મોટી ટુર્નામેન્ટમાં તેના કાર્યકરો, મેચની વચ્ચે પ્રવેશ કરીને પ્રદર્શન કરી રહ્યા છે. ઘણા પ્રખ્યાત મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીઓમાં પણ આ લોકો ઓરેન્જ પાવડર પેઇન્ટથી વસ્તુઓ બગાડી રહ્યા છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral) થઈ રહ્યા છે.
આજે વિમ્બલ્ડનના ટેનિસ કોર્ટમાં પણ આ સંગઠનના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ વિરોધ દરમિયાન નારંગી કોન્ફેટી અને જીગ્સોના ટુકડાઓ વિખેરી નાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. 21મી ક્રમાંકિત ગ્રિગોર દિમિત્રોવ અને અને જાપાની ક્વોલિફાયર શો શિમાબુકુરો વચ્ચેના પ્રથમ રાઉન્ડની મેચ દરમિયાન બે જસ્ટ સ્ટોપ ઓઇલ પ્રદર્શનકારીઓઓ કોર્ટ 18 પર દોડી ગયા હતા.
આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ
🎾 BREAKING: Just Stop Oil Disrupt @Wimbledon
🎉 “Once more, orange clouds hang over a British sporting event this summer—this time it’s ticker tape rather than paint dust, but it is an intrusion and will need sorting out.”
🚷 Sign up to take action at https://t.co/7BzUVS02dZ pic.twitter.com/2iaoo6GNdO
— Just Stop Oil (@JustStop_Oil) July 5, 2023
આ પણ વાંચો : Animal Cute Video : હેલ્થ કોન્શિયસ ‘બિલ્લી માસી’, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી
A brief delay at Lord’s due to protestors invading the pitch, but they’re swiftly dealt with – with Jonny Bairstow helping remove one of them from the field. pic.twitter.com/xkp315Y9I2
— Sky Sports Cricket (@SkyCricket) June 28, 2023
Good start to the 2nd test.
Bairstow has done some heavy lifting already😂😂 #Ashes2023 pic.twitter.com/f0JcZnCvEr— Ashwin 🇮🇳 (@ashwinravi99) June 28, 2023
આ ઘટના એશિઝ 2023ની બીજી ટેસ્ટના પહેલા જ દિવસે લોર્ડ્સમાં બની હતી. ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી અને જેમ્સ એન્ડરસનને ઇનિંગની પ્રથમ ઓવર મળી હતી. બીજી ઓવરની રમત શરૂ થવાની જ હતી ત્યારે ‘જસ્ટ સ્ટોપ ઓઈલ’ સંસ્થાના બે પ્રદર્શનકારીઓ મેદાનમાં પ્રવેશ્યા હતા. બંનેએ પીચને બગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો પ્લાન સફળ ન થઈ શક્યો. જોની બેરિસ્ટ્રો અને અન્ય કેટલાક ખેલાડીઓને પ્રદર્શનકારીઓને મેદાનથી દૂર કર્યા હતા.
આ પણ વાંચો : Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:33 pm, Wed, 5 July 23