Viral Video : Sevilla સામે ફાઈનલમાં હારતા જ Romaના કોચ એ ફેંકી દીધો રનર અપ મેડલ, રેફરી સાથે પાર્કિંગમાં કરી બબાલ

Europa League: આજે યૂરોપા લીગ 2022-23ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટથી નક્કી થયું હતું. જણાવી દઈએ કે આ ફાઈનલ મેચમાં જીતીને સેવિલા 7મી વાર ચેમ્પિયન બન્યું છે. આ મેચમાં કેટલાક રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા હતા.

Viral Video : Sevilla સામે ફાઈનલમાં હારતા જ Romaના કોચ એ ફેંકી દીધો રનર અપ મેડલ, રેફરી સાથે પાર્કિંગમાં કરી બબાલ
Viral video Jose Mourinho
| Edited By: | Updated on: Jun 01, 2023 | 7:32 PM

UEFA Europa League : સ્પેનની ફૂટબોલ કલબ સેવિલા યૂરોપા લીગ 2022-23માં ચેમ્પિયન બની હતી. સેવિલાની ટીમ સાતમી વાર ફાઈનલ મેચમાં પહોંચી હતી અને દરેક ફાઈનલ મેચની જેમ આ મેચમાં જીત મેળવીને સેવિલાની ટીમ સાતમી વાર ચેમ્પિયન બની છે. આર્જેન્ટિનાના ગોંઝાલો મોંટિએલ એ સેવિલા માટે વિનિંગ પેનલ્ટી કરી હતી. ગયા વર્ષે ફાન્સ સામે ફિફા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં તેણે જ આર્જેન્ટિના માટે વિનિંગ પેનલ્ટી કરી હતી. આ ફાઈનલ મેચ દરમિયાન અને પછી ઘણી રસપ્રદ ઘટનાઓ બની હતી.

સ્પેનની ફૂટબોલ કલબ એ બુડાપેસ્ટમાં આ ફાઈનલ મેચમાં ઈટાલીની ફૂટબોલ કબલ એસ રોમાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. રોમાની ટીમ વર્ષ 1991 પછી આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી હતી. આ ટીમને બીજીવાર હારનો સામનો કરવો પડયો હતો.

આ પણ વાંચો : Ind Vs Pak : એશિયા કપ 2023ની ફાઈનલમાં થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, આજે ઓમાનમાં થશે ટક્કર

ફેનને આપી દીધો રનર અપ મેડલ

પાર્કિંગમાં કોચ એ રેફરી સામે ઉઠાવ્યા સવાલ

રોમાના કોચ José Mourinho આ હારથી ઘણા નિરાશ થયા હતા. આ હારને કારણે તેમણે પોતાનો રનર અપ મેડલ પણ ફેંકી દીધો હતો. તેમણે આ મેડલ ફેનને આપી દીધો હતો. આ મેચ દરમિયાન તેઓ રેફરીના નિર્ણયોથી પણ ખુબ નારાજ હતા. તેમણે મેદાન પર અને સ્ટેડિયમના પાર્કિંગમાં રેફરી પર રોષ વ્યક્ત કર્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : IPL 2023 : 12 સેન્ચુરી, 153 ફિફટી…જાણો આઈપીએલની 16મી સિઝનના રસપ્રદ આંકડાઓ

ગોલકીપર Bounouનું શાનદાર પ્રદર્શન

 

જણાવી દઈએ કે નિર્ધારિત 90 મિનિટ સુધી મેચ 1-1ની બરાબરી પર હતી. ત્યાર બાદ ફાઈનલ મેચ એક્સ્ટ્રા ટાઈમમાં પહોંચી હતી. આ એક્સ્ટ્રા ટાઈમના બંને હાફમાં એક પણ ગોલ ના થતા, ફાઈનલ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થયો હતો. આ પેનલ્ટી શૂટઆઉટમાં સેવિલાના ગોલકીપર યાસિન બૂનો એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બે પેનલ્ટી બચાવીને સેવિલાને જીત અપાવી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં સેવિલા એ 4-1થી જીત મેળવીને યૂરોપા લીગમાં ચેમ્પિયન બની હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:28 pm, Thu, 1 June 23