Ukraine-Russia War: રશિયન હુમલાથી બચીને ફાઇનલમાં પહોંચી ટેનિસ સ્ટાર, કહ્યુંઃ દેશ માટે જીતીશું

યુક્રેનની ટેનિસ સ્ટાર ડાયના યાસ્ટ્રેમસ્કા દેશ છોડીને સીધી ફ્રાન્સ પહોંચી. જ્યા તેને 26 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલ લિયૉન WTA ટેનિસ ટુર્નામેન્ટમાં રમવાનું હતું. આ ટુર્નામેન્ટમાં ડાયનાએ સેમિ ફાઇનલમાં મોટો અપસેટ સર્જ્યો છે.

Ukraine-Russia War: રશિયન હુમલાથી બચીને ફાઇનલમાં પહોંચી ટેનિસ સ્ટાર, કહ્યુંઃ દેશ માટે જીતીશું
Dayana Yastremska (File Photo)
| Edited By: | Updated on: Mar 06, 2022 | 3:30 PM

રશિયન હુમલાના કારણે યુક્રેનમાં (Ukraine) તબાહી મચી ગઇ છે. એવામાં લોકો યુક્રેન છોડીને ભાગવા માટે મજબુર થયા છે. આ વચ્ચે ગત સપ્તાહે જ યુક્રેનની ટેનિસ સ્ટાર ડાયના યાસ્ટ્રેમસ્કા (Dayana Yastremska) પણ દેશ છોડીને ભાગી ગઇ હતી. હવે તેણે એક સપ્તાહમાં જ ટુર્નામેન્ટમાં શાનદાર સફળતા મેળવી છે.

ડાયના યાસ્ટ્રેમસ્તા યુક્રેન છોડ્યા બાદ સીધી ફ્રાન્સ પહોંચી હતી. જ્યાં તેણે 26 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલ લિયૉન WTA ટેનિસ ટુર્નામેન્ટ રમવાની હતી. આ ટુર્નામેન્ટમાં ડાયનાએ શાનદાર પ્રદર્શન કરતા સેમિ ફાઇનલમાં મોટો અપસેટ સર્જ્યો હતો.

 

વર્લ્ડ નંબર 30 ને સીધા સેટમાં હરાવી

યુક્રેનની ટેનિસ સ્ટાર અને વર્લ્ડ રેન્કિંગ 140 માં નંબર પર ડાયના યાસ્ટ્રેમસ્કાએ અપસેટ સર્જતા રોમાનિયાની સ્ટાર સોરાના ક્રિસ્ટીને માત આપી હતી. સોરાના વર્લ્ડ રેન્કિંગમાં 30માં નંબર પર છે. જ્યારે ડાયના ટોપ 100 માં પણ નથી. યુક્રેનની સ્ટાર ડાયનાએ સોરાનાને 6-3, 6-3 થી સીધા સેટમાં માત આપી હતી. ડાયના હવે ફાઇનલમાં ચીનની ઝાંગ શુઆઈ સામે ટક્કર થશે.

મેચ જીત્યા બાદ ખંભા પર દેશનો રાષ્ટ્રધ્વજ પહેર્યો

સેમિ ફાઇનલ જીત્યા બાદ ડાયનાએ પોતાના દેશ યુક્રેનનો રાષ્ટ્રધ્વજ ખંભા પર રાખીને ફરકાવ્યો હતો. તે રશિયન બોમ-બ્લાસ્ટમાંથી બચીને ગત સપ્તાહે યુક્રેન છોડીને ફ્રાન્સ પહોંચી હતી. એવામાં મેચ જીત્યા બાદ ડાયનાએ કહ્યું કે, “મારૂ મનોબળ હજુ પણ મજબુત છે. એટલા માટે દરેક પરિસ્થિતિને સંભાળી શકુ છું. હું યુક્રેનિયન છું અને યુક્રેનના લોકો ઘણા મજબુત હોય છે. અત્યારે જે યુ્દ્ધ ચાલી રહ્યું છે તેમાં પણ તમે જોઇ શકો છો. હવે હું જે પણ જીતીશ તે મારા દેશને સમર્પિત કરીશ.”

 

21 વર્ષની ડાયના યાસ્ટ્રેમસ્કાએ કારકિર્દીમાં 37 સિંગલ્સ મેચ રમી, જેમાં 30 માં જીત મેળવી છે. તેની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ 82 હતું. ડાયનાએ 5 વર્ષની કારકિર્દીમાં અત્યાર સુધી એક પણ ગ્રાન્ડ સ્લેમ જીત્યું નથી.

આ પણ વાંચો : IND vs PAK, WWC 2022: પાકિસ્તાન સામે ભારતનો જ્વલંત વિજય, વિશ્વકપની પ્રથમ મેચમાં જીત સાથે ટીમ ઇન્ડિયાની શાનદાર શરુઆત

આ પણ વાંચો : શેન વોર્નના નિધનને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો, વાંચો આ અહેવાલ