UEFA Champions League: અંતિમ 16માં રિયલ મેડ્રિડ અને પીએસજી વચ્ચેની મેચ પર તમામની રહેશે નજર

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં હવે નોકઆઉટ મેચ મંગળવારથી શરૂ થઇ રહી છે અને તમામની નજર 13 વારની ચેમ્પિયન રિયલ મેડ્રિડ અને પેરિસ સેન્ડ જર્મન ક્લબ વચ્ચેની મેચ પર રહેશે.

UEFA Champions League: અંતિમ 16માં રિયલ મેડ્રિડ અને પીએસજી વચ્ચેની મેચ પર તમામની રહેશે નજર
Lionel Messi and Neymar (PC: UEFA Champions League)
| Edited By: | Updated on: Feb 14, 2022 | 9:38 PM

ચેમ્પિયન્સ લીગ (UEFA Champions League) ફૂટબોલમાં હવે નોકઆઉટ મેચ શરૂ થઇ રહી છે. આ નોકઆઉટ મેચની શરૂઆત મંગળવાર 15 ફેબ્રુઆરી 2022 થી થઇ રહી છે. ત્યારે ફૂટબોલ પ્રેમીઓ ખાસ કરીને ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીની (Lionel Messi) ક્લબ ટીમ પેરિસ સેન્ટ જર્મનની (Paris Saint Germain) મેચ પર ખાસ નજર રહેશે. કારણ કે મેસ્સીનું છેલ્લી ઘણી મેચમાં ખાસ પ્રદર્શન જોવા મળી નથી રહ્યું.

પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) ક્લબની નજર પહેલીવાર આ ટાઇટલ જીતવા પર રહેશે. પણ તેની સામે 13 વારની ચેમ્પિયન રિયલ મેડ્રિડ જેવી ધુરંધર ટીમ છે. તમને જણાવી દઇએ કે સામે હુમલો કરવા (એટલે- પટલવાર કરવો) માટે પેરિસ સેન્ટ જર્મન ક્લબ ઘણી નબળી જોવા મળી રહી છે. ખાસ કરીને આ સિઝનમાં જોવા મળ્યું છે. ત્યારે રિયલ મેડ્રિડ તેના માટે માસ્ટર ગણવામાં આવે છે.

 


મહત્વની વાત એ છે કે રિયલ મેડ્રિડનું આક્રમક મોટા ભાગે તેના સ્ટ્રાઇકર ખેલાડી બેંજીમા પર આધાર રાખશે. પણ ઇજાના કારણે તેનું આ મેચમાં રમવું મુશ્કેલ જોવા મળી રહ્યું છે. તેના વિકલ્પ તરીકે જેરેથ બેલ છે, જે હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. બીજી બાજુ પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) ક્લબની અપેક્ષા તેના દિગ્ગજ ખેલાડી કાઇલિયાન એમબાપ્પે પર રહેલી છે. મિડફિલ્ડમાં રિયલ મેડ્રિડની પાસે લુકા મોડરિચ અને કેસમિરો જેવા દિગ્ગજ ખેલાડીઓ છે. તમને જણાવી દઇએ કે રિયલ મેડ્રિડ ક્લબ 2018માં યુરોપીયન કપમાં સતત ત્રીજી ટાઇટલ જીત્યા બાદ ક્યારેય ફાઇનલમાં પહોંચ્યું નથી.

અન્ય મેચની વાત કરીએ તો ફોર્મમાં ચાલી રહેલ માન્ચેસ્ટર સિટીનો સામનો સ્પોર્ટિંગ સામે થશે. તો સાલ્જબર્ગનો સામનો બાયર્ન મ્યુનિખ સામે થશે અને ઇંટર મિલાન ક્લબનો સામનો લિવરપુલ ક્લબ સામે થશે.

આ પણ વાંચો : ડેવિડ વોર્નર અને કાગિસો રબાડા સહિત ઘણા ખેલાડીઓ IPLની કેટલીક મેચ રમી નહીં શકે

આ પણ વાંચો : સ્ટીવ સ્મિથે માથા પર થયેલી ગંભીર ઇજાને લઇને આપ્યું મોટું નિવેદન