આ છે ફિફા વર્લ્ડકપ 2022ના Top -5 ગોલ, જુઓ કતારની ધરતી પર થયેલા 172 ગોલ

ફિફા વર્લ્ડકપ 2022માં 172 જેટલા ગોલ થયા છે. આ ગોલમાં સૌથી વધારે ગોલ ફ્રાન્સની ટીમે કર્યા છે. ચાલો જોઈએ આ વર્લ્ડકપના ટોપ 5 ગોલ.

આ છે ફિફા વર્લ્ડકપ 2022ના Top -5 ગોલ,  જુઓ કતારની ધરતી પર થયેલા 172 ગોલ
Top 5 goals of FIFA World Cup 2022
Image Credit source: File photo
| Edited By: | Updated on: Dec 19, 2022 | 8:10 PM

ફિફા વર્લ્ડકપ 2022ના 29 દિવસના રોમાંચક સફરનો કાલે 18 ડિસેમ્બરના રોજ અંત થયો હતો. પણ તેના અંત સાથે જ આખી દુનિયામાં આર્જેન્ટિનાના ફેન્સની ભવ્ય ઊજવણીનો પ્રારંભ થયો છે. 18 ડિસેમ્બરના રોજ કતારના દોહામાં ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 કલાકે ફાઈનલ મેચ શરુ થઈ હતી. ફ્રાન્સ અને આર્જેન્ટિના પાસે ત્રીજીવાર ચેમ્પિયન બનવાની તક હતી. રોમાંચક મેચમાં 120 મિનિટની રમત પૂર્ણ થવા છતા મેચ 3-3ના સ્કોરથી ડ્રો રહી હતી. અંતે પેનલટી શૂટઆઉટમાં મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિનાની ટીમે 4-2ના સ્કોર સાથે જીત મેળવી હતી. ફિફા વર્લ્ડકપ 2022માં એકથી એક રોમાંચક ગોલ જોવા મળ્યા હતા. અહીં તમને ફિફા વર્લ્ડકપ 2022ના સૌથી રોમાંચક ગોલ જોવા મળશે.

પ્રથમ ક્રમે રિચાર્લિસનની વોલીનો સર્બિયા સામેનો ગોલ છે. બીજા ક્રમે સર્બિયા સામે વિન્સેન્ટ અબુબકરની ચિપ એ કરેલો ગોલ છે.ત્રીજા ક્રમે મેસ્સીનો મેક્સિકો સામેનો ગોલ છે. ચોથા ક્રમે નેમારનો ક્રોએશિયા સામેનો અને પાંચમાં ક્રમે ફ્રાન્સના એમ્બાપ્પેનો પોલેન્ડ સામેનો ગોલ છે. જુઓ એ તમામ રોમાંચક ગોલના વીડિયો.

1. સર્બિયા સામે રિચાર્લિસનની વોલી (બ્રાઝિલ 2-0 સર્બિયા, ગ્રુપ જી)

2. સર્બિયા સામે વિન્સેન્ટ અબુબકરની ચિપ (કેમરૂન 3-3 સર્બિયા, ગ્રુપ જી)

3. મેસ્સીની મેક્સિકો સામે ગોલ ( આર્જેન્ટિના 2-0 મેક્સિકો, ગ્રુપ – સી)

4.નેમારનો ક્રોએશિયા સામે ગોલ (ક્રોએશિયા 1(4)-1(2) બ્રાઝિલ કવાર્ટર ફાઈનલ)

5.એમ્બાપ્પેનો પોલેન્ડ સામે જોરદાર ગોલ (ફ્રાન્સ 3-1 પોલેન્ડ, પ્રી કવાર્ટર ફાઈનલ)

જુઓ ફિફા વર્લ્ડકપ 2022ના તમામ 172 ગોલ


ફિફા વર્લ્ડકપ 2022માં 172 ગોલ થયા છે. જેમાંથી ફ્રાન્સની ટીમે સૌથી વધારે 16 ગોલ અને આર્જેન્ટિનાની ટીમે 15 ગોલ કર્યા હતા. ફ્રાન્સની ટીમના એમબાપ્પે એ સૌથી વધારે 8 ગોલ અને મેસ્સીની એ સૌથી વધારે 7 ગોલ કર્યા હતા.ફિફા વર્લ્ડકપ 2022માં 1649 ક્રોસ થયા હતા.જ્યારે શોર્ટ ઓન ટાર્ગેટ 517 મારવામાં આવ્યા હતા.ફિફા વર્લ્ડકપ 2022માં 572 ઓફ સાઈડ અને 572 કોર્નર આપવામાં આવ્યા છે. આ વર્લ્ડકપમાં દરેક મેચમાં એવરેજ 2.69 ગોલ થયા છે.ફિફા વર્લ્ડકપ 2022માં 1760 બ્લોકસ થયા છે. 64 મેચ દરમિયાન 219 યેલો કાર્ડ અને 4-5 રેડ કાર્ડ બતાવવામાં આવ્યા છે.

ફિફા વર્લ્ડકપ 2022માં મોરોક્કો, નેધરલેન્ડ, કેમરુન અને વેલ્સના ખેલાડીઓને રેડ કાર્ડ બતાવામાં આવ્યા છે. સૌથી વધારે યેલો કાર્ડ આર્જેન્ટિના ખેલાડીઓને બતાવવામાં આવ્યા છે.ફિફા વર્લ્ડકપમાં સૌથી વધારે 4 પેનલટી ગોલ આર્જેન્ટિના દ્વારા કરવામાં આવ્યા હતા. ફિફા વર્લ્ડકપમાં 17 પેનલટી ગોલ થયા છે. ફિફા વર્લ્ડકપ 2022માં લગભગ 65 ગોલ અસિસ્ટ દ્વારા થયા હતા. જેમાંથી ઈંગ્લેન્ડના હેરી કેન અને આર્જેન્ટિનાના મેસ્સી એ સૌથી વધારે 3 ગોલ અસિસ્ટ કર્યા છે.

Published On - 8:10 pm, Mon, 19 December 22