પીવી સિંધુ (PV Sindhu)એ બ્રોન્ઝ મેડલ જીતવા સાથે ભારતને તેણે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં બીજો મેડલ અપાવ્યો છે. સિંધુએ પણ પોતાનો બીજો ઓલિમ્પિક મેળવ્યો છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતીય ત્રીજી ખેલાડી છે, જેણે ઓલિમ્પિકમાં બે વાર મેડલ મેળવ્યા છે. આ પહેલા સુશીલ કુમાર બે વાર મેડલ જીતી શક્યો હતો, તેના પહેલા નોર્મન પ્રિચર્ડ મેડલ મેળવ્યો હતો.
18 ઓગસ્ટ 2016ની તારીખે તેમણે ઓલિમ્પિક બેડમિન્ટનના ફાઈનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. સેમીફાઈનલ મેચમાં તેણે જાપાનની નોઝોમી ઑકુહારાને હરાવી હતી. 19 ઓગસ્ટ, 2016ના દિવસે 2016ની રીઓ ઓલિમ્પિકની ફાઈનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોલંબો ખાતે યોજાયેલ 2009ની સબ જુનિયર એશિયન બેડમિન્ટન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2010માં ઈરાન ફજ્ર્ર્ર્ર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2010માં મેક્સિકો ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પ્યનશીપમાં તેણી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. 2010ના ઉબેર કપ માટેની ભારતની રાષ્ટ્રીય ટીમની તે સદસ્ય હતી. 14 જૂન 2012ના રોજ ઈન્ડોનેશિયન કપમાં તેણી જર્મનીની જુલિયાન શેન્ક સામે 21-14, 21-14થી હારી હતી.
રેશલર સુશીલ કુમારે (Sushil Kumar) ઓલિમ્પિકમાં બે વાર મેડલ મેળવ્યા છે. સુશીલ કુમાર 2008માં બિજીંગ ઓલિમ્પિક દરમ્યાન બ્રોન્ઝ મેડલ ભારતને અપાવ્યો હતો. તેણ સતત બીજીવાર ઓલિમ્પિક મેડલ મેળવ્યો હતો. વર્ષ 2012માં લંડન ઓલિમ્પિક દરમ્યાન સિલ્વર મેડલ મેળવ્યો હતો. આમ 2008 બાદના ઓલિમ્પિકમાં મેળવેલા મેડલનો રંગ 2012માં બદલીને સફળતા મેળવી હતી.
બિજીંગ ઓલિમ્પિકમાં 66 કિલો ફ્રીસ્ટાઈલમાં કઝાકિસ્તાનના લિયોનિડ સ્પ્રિડોનોવને હરાવ્યો હતો. તેણે 56 વર્ષ બાદ 1952ના ઈતિહાસનું પુનરાવર્તન કર્યુ હતુ. સુશિલ કુમાર પહેલવાન સાગર ધનખડની હત્યાના આરોપમાં જેલમાં પહોંચ્યો છે. દિલ્હી પોલીસે તેને હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી.
નોર્મન પ્રિચર્ડ (Norman Pritchard) ઓલિમ્પિક ખેલોમાં ભાગ લેનાર ભારતીય એથલેટ હતા. તેઓ નોર્મન ટ્રેવરથી પણ જાણીતા છે. નોર્મન પ્રિચર્ડ કલકત્તામાં જન્મ્યા હતા. તેઓ ઓલિમ્પિકમાં મેડલ જીતનારા પ્રથમ ખેલાડી હતા. પ્રિચર્ડ એક બ્રિટીશ-ભારતીય એથલેટ અને અભિનેતા પણ હતા. જે ઓલિમ્પિક જીતનારા પ્રથમ એશિયાઈ મૂળના એથલેટ બન્યા હતા. તેઓએ 1900ના ગ્રીષ્મકાલીન ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા બે સિલ્વર મેડલ જીત્યા હતા. તેઓ 200 મીટર દોડ અને 200 વિઘ્ન દોડમાં મેડલ જીત્યા હતા.