Tokyo Olympics: પંજાબ સરકાર ફિદા, મેડલ જીતનારી ઐતિહાસીક ટીમમાં સામેલ ખેલાડીઓને આપશે 1-1 કરોડ

પંજાબ સરકારે (Punjab Goverment) ઐતિહાસિક જીતને લઇને હોકી ટીમમાં હિસ્સો રહેલા પંજાબને ખેલાડીઓ ને રોકડ પુરસ્કાર આપવાની ઘોષણા કરાવમાં આવી છે.

Tokyo Olympics: પંજાબ સરકાર ફિદા, મેડલ જીતનારી ઐતિહાસીક ટીમમાં સામેલ ખેલાડીઓને આપશે 1-1 કરોડ
India Men Hockey Team
| Edited By: | Updated on: Aug 05, 2021 | 5:40 PM

ભારતીય હોકી પુરુષ ટીમે (India Men Hockey Team) ઐતિહાસિક જીત ઓલિમ્પિકમાં હાંસલ કરી છે. ભારતીય ટીમે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ભારતીય ટીમે 41 વર્ષથી મેડલની જોવાઇ રહેલી રાહને સંતોષી દીધી છે. આમ ભારતીય હોકી માટે ઐતિહાસિક દિવસ બનાવી દીધો છે. જેને લઇ પંજાબ સરકાર (Punjab Goverment) દ્વારા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમમાં ભાગ લઇ ચુકેલા, પંજાબના તમામ હોકી પ્લેયરને એક એક કરોડ રુપિયા રોકડ પુરષ્કાર આપવાની જાહેરાત કરી છે.

પંજાબ સરકાર વતી રાજ્યના રમત ગમત પ્રધાન ગુરમીત રાણાએ ટ્વીટ કરીને આ જાહેરાત કરી હતી. તેઓ એ કહ્યુ હતુ કે, આ ઐતિહાસિક દિવસે મને પંજાબના ખેલાડીઓને એક કરોડ રુપિયા રોકડ પુરષ્કાર આપવાની ઘોષણા કરતા ખુશી થઇ રહી છે. અમે ઓલિમ્પિકમાં મેડલ મેળવવાનો ઉત્સવ મનાવવા માટે આપના પરત ફરવા માટેની રાહ જોઇ રહ્યા છીએ.

રમત ગમત પ્રધાન ગુરમીત રાણાએ ઐતિહાસીક જીત પર ટીમની પ્રશંસા કરતા ટ્વીટ કરતા કહ્યુ હતુ. કે ખૂબ જ મનોરંજક મેચ ! અમારા યુવાનોએ 41 વર્ષ બાદ ટોક્યો 2020માં ઓલિમ્પિક મેડલ જીતી દર્શાવ્યો હતો. આ શાનદાર ટીમ પ્લે પર ગર્વ છે.

ભારતીય ટીમને 41 વર્ષ લાગ્યા, પરંતુ દરેક ભારતીયોનુ સપનુ આખરે ગુરુવારે સાકાર થયુ છે. કારણ કે પુરુષ હોકી ટીમે જર્મનીને 5-4 થી હરાવી દીધી હતી. હરાવીને ઓઇ હોકી સ્ટેડિયમ નોર્થ પિચમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. મેન બ્લુ એ ખરાબ શરુઆત બાદ મજબૂત ટીમ જર્મની સીમે મેચમાં પરત ફર્યા હતા. ભારતીય ખેલાડીઓએ તાકાત સાથે જીતની ભાવના દર્શાવી હતી અને મેચ પોતાના નામે કરી લીધી હતી.

 

આ પણ વાંચોઃ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર બીજો ભારતીય પહેલવાન બન્યો રવિ દહિયા

આ પણ વાંચોઃ TV9 Exclusive : ઓલિમ્પિકમાં મેડલ જીતવો એ સપનું સાકાર થવા બરાબર, હવે પેરિસમાં ગોલ્ડનો ટારગેટ : પીવી સિંધુ

Published On - 5:18 pm, Thu, 5 August 21