Tokyo Olympics: ભારતીય બોક્સર સતિષ કુમાર (Satish Kumar) ના ચહેરા પર 13 ટાંકા લાગેલા હોવા છતાં, પણ તેઓ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) ની ક્વાર્ટર ફાઇનલ મેચ રમ્યો હતો. તેમના પરીવારમાંથી સૌ કોઇ મેચમાંથી હટી જવા માટે કહી રહ્યા હતા. જોકે તે તેમાં રમવા ઇચ્છતો હતો. કારણ કે ખેલાડી ક્યારેય હાર નથી માનતો. સેનાના 32 વર્ષીય જવાન સતિષે મીડિયા રીપોર્ટસમાં કહ્યુ હતુ, મારો ફોન બંધ નહોતો થઇ રહ્યો, લોકો શુભેચ્છાઓ એ રીતે પાઠવી રહ્યા હતા, જાણે મેચ જીત મેળવી લીધી હોય. મારી સારવાર ચાલી રહી હતી.
આગળ કહ્યુ, જોકે હું જ જાણુ છુ કે, મારા ચહેરા પર કેટલા ઘા છે. સતીષને પ્રી ક્વાર્ટર ફાઇનલ દરમ્યાન માથા સહિત બે ઉંડા કટ લાગ્યા હતા. જોકે તેમ છતાં પણ તેણે ઉઝબેકિસ્તાનના સુપર સ્ટાર બખોદિર જાલોલોવ સામે રિંગમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો. તેણે કહ્યુ, મારા માથામાં છ ટાંકા હતા, આ સિવાય પણ વધુ સાત ટાંકા લાગેલા હતા. આમ 13 ટાંકા લાગેલા હતા. તો શુ મરી જતો ના કરતો તો, હું જાણતો હતો કે, હું લડવા ઇચ્છુ છુ. નહીતર હું પસ્તાવા સાથે જીવી રહ્યો હોત કે, જો હું ના રમતો શુ થયુ હોત.
હવે હું શાંત છુ અને પોતાના થી સંતોષ પણ છે કે મેં પોતાનુ સર્વશ્રેષ્ઠ આપ્યુ છે. મારી પત્નિએ મને નહી લડવા માટે કહ્યુ હતુ. મારા પિતાએ પણ કહ્યુ હતુ કે, આમ લડતો જોવો એ પીડાદાયક છે. પરીવાર તમને પીડામાં જોઇ શકતો નથી. જોકે તેઓ પણ એ જાણે છે કે, હું આમ કરવા ઇચ્છતો હતો. બાળકો ટક્કર જોઇ રહ્યા હતા, કે કેમ તેના સવાલ પર પણ, તેઓએ હા ભણી હતી. તેમણે કહ્યુ હા મારો એક પુત્ર છે અને એક પુત્રી છે. જે પ્રથમ અને બીજા ધોરણમાં છે. બંને જોઇ રહ્યા હતા. મને આશા છે કે તેમને ગર્વ મહેસુસ થયુ હશે.
તે બે વાર એશિયાઇ રમતોમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યો છે. કોમનવેલ્થ રમતોમાં તે સિલ્વર મેડલ વિજેતા રહ્યો છે. સાથે જ સતિષ અનેકવાર રાષ્ટ્રીય ચેમ્પિયન પણ રહી ચુક્યો છે. તે ભારત તરફ થી ઓલિમ્પિક ક્વોલીફાઇ કરનારા પ્રથમ સુપર હેવીવેઇટ મુક્કેબાજ પણ બન્યા હતા. બુલંદશહેરના સતિષે કહ્યુ, જોલોલોવ ટક્કર બાદ મારી પાસે આવ્યા તેણે મને કહ્યુ, સારી ટક્કર હતી. એ સાંભળીને સારુ લાગ્યુ. મારા કોચે પણ કહ્યુ કે, તેમને મારા પર ગર્વ છે. કોઇએ પણ મારા અહી પહોંચવા પર આશા નહોતી કરી.
પૂર્વ કબડ્ડી ખેલાડી સતિષ સેનાના કોચ ના ભાર આપવાને લઇને તે બોક્સિંગમાં આવ્યો હતો. તેણે કહ્યુ કે, તે ભવિષ્યમાં પણ આ પ્રકારની ઇજાઓ છતાં રિંગમાં ઉતરવા થી ખચકાશે નહી. તેમણે કહ્યુ, ખેલાડી હોવાનો મતલબ જ આ છે કે તમે હાર નથી માનતા, ક્યારેય હાર નથી માનતા.