ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu) એ ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) માં, પ્રદર્શન કરતાં ક્વાટર ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. પોતાના બીજા મુકાબલામાં સિંધુએ હોંગકોંગની ચ્યુંગ એનગાન યીને સરળતાથી 21-9, 21-16 થી હરાવી. મહિલા સિંગલ્સમાં ભારતની એકમાત્ર પીવી સિંધુએ 36 મિનિટમાં આ મુકાબલો પોતાના નામે કરી દીધો હતો. આજે જાપાનીઝ શટલર અકાને યામાગુચી (Akane Yamaguchi) સામે ક્વાર્ટર ફાઇનલમાં ઉતરશે.
સિંધુના પિતા પી.વી. રમણ (PV Raman) અર્જુન અવોર્ડથી સમ્માનિત છે. પી.વી. રમણે ભારતનું પ્રતિનિધીત્વ વોલીબોલમાં કર્યુ હતું. પુસરલા વેંકટ સિંધુ (જન્મ ૫ જુલાઇ ૧૯૯૫) એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે.
21 સપ્ટેમ્બર 2012ના રોજ પ્રસિદ્ધ થયેલી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની યાદી પ્રમાણે સિંધુ ટોચની 20 ખેલાડીઓમાં સામેલ હતી. 10 ઓગસ્ટ 2013ના રોજ સિંધુ વિશ્વ પ્રતિયોગિતામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની હતી. 30 માર્ચ 2015ના દિવસે તેમણે ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયો હતો.
18 ઓગસ્ટ 2016 ની તારીખે તેણી ઓલિમ્પિક બેડમિન્ટનના ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય મહિલા બની. સેમી ફાઇનલ મેચમાં તેણીએ જાપાનની નોઝોમી ઑકુહારાને હરાવી હતી. 19 ઓગસ્ટ, 2016ના દિવસે તેણીએ 2016ની રીઓ ઓલિમ્પિકની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
પી. વી. સિંધુના માતા-પિતા પી.વી. રમણ અને પી. વિજયા છે. તેઓ પોતે ભૂતપૂર્વ વોલીબોલ ખિલાડીઓ છે. પી.વી. રમણને ભારત સરકારે અર્જુન એવોર્ડથી વર્ષ 2000 માં સમ્માનિત કર્યા હતા. તેણીના માતા-પિતા વ્યવસાયિક વોલીબોલ ખિલાડી હોવા છતાં 2001 ના ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિંટન ચેમ્પિયન પુલેલા ગોપીચંદની સફળતાથી પ્રેરણા લઇને તેમણે બેડમિન્ટન રમવાનુ નક્કી કર્યુ. સિંધુએ 8 વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમવાનુ શરુ કર્યુ હતું.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોલંબો ખાતે યોજાયેલ 2009ની સબ જુનિયર એશિયન બેડમિન્ટન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2010માં ઈરાન આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2010માં મેક્સિકો ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેણી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. 2010ના ઉબેર કપ માટેની ભારતની રાષ્ટ્રીય ટીમની તે સદસ્ય હતી. 14 જૂન 2012 ના રોજ ઈન્ડોનેશિયન ક્પમાં તેણી જર્મનીની જુલિયાન શેન્ક સામે 21-14, 21-14થી હારી હતી.
1995ની 5મી જુલાઈએ હૈદરાબાદમાં જન્મેલી અને લગભગ 6 ફૂટની ઊંચાઈ ધરાવતી સિંધુ ઑલિમ્પિક્સમાં બૅડમિન્ટનનો સિલ્વર મેડલ જીતી ચૂકી છે. સિંધુના પ્રથમ કોચ મેહબૂબ અલી હતા, પરંતુ પછીથી તે ગોપીચંદની શિષ્યા બની અને તેમની એકેડેમી હેઠળ તાલીમ પ્રાપ્ત કરી.
2016માં રિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી લીધા પછી આઇસક્રીમ ખાઇને જીતની ઉજવણી કરી રહેલી સિંધુ સૌને યાદ હશે. રિયો ઓલિમ્પિક્સની તૈયારી દરમિયાન કોચ ગોપીચંદે સિંધુ પાસેથી તેનો મોબાઇલ લઇ લીધો હતો અને તેના ચોકલેટ ખાવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. રિયો ઓલિમ્પિક્સમાં મેડલ જીતીને સિંધુએ પોતાની આઇસક્રીમ પણ પાછી જીતી હતી.
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂ એ એક તસ્વીર પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા શેર કરી હતી. જે તસ્વીરમાં તેની આંગળીઓ પરના નખ પર સુંદર આર્ટ જોવા મળ્યુ હતું. તે આર્ટ સિંધૂનો ટોક્યો ઓલિમ્પિક પ્રત્યેના ઉમળકા સ્વરુપ હતુ. આંગળીઓના નખ પર કરેલ નેઇલ આર્ટમાં ઓલિમ્પિકનુ પાંચ રિંગો વાળુ રંગીન પ્રતિક દોરેલુ હતું. આ માટે તેણે રિંગ ફિંગર અને મિડલ ફિંગરના નેઇલ પર આર્ટ કરાવ્યુ હતું. જે એકદમ સુંદર લાગી રહ્યુ હતુ. તેની નેઇલ આર્ટની તસ્વીર ઓલિમ્પિક પહેલા વાયરલ થઇ હતી.
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલમ્પિકમાં પ્રદર્શન કરતાં ક્વાટર ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે આશા છે કે, દેશની પુત્રીના હાથમાં આ જ રીતે ઊંચા આકાશમાં તિરંગો લહેરાય અને સિંધુના ગળામાં મેડલ આવી તેવી સૌ કોઈને આશા છે.